• મંગળવાર, 23 જુલાઈ, 2024

ગાંધીધામમાં ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સ ઝડપાયા

ગાંધીધામ, તા. 10 : શહેરના સુભાષનગર ચાર રસ્તા નજીક શિવ મંદિરના ગેટ પાસે ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા બે શખ્સને પોલીસે પકડી પાડી બે મોબાઇલ જપ્ત કર્યા હતા. સ્થાનિક પોલીસે કાર્યવાહી કરીને ગુરુકુળ વિસ્તારના વોર્ડ-7માં રહેતા હરીશ કરમશી રાજદે તથા ભગીરથ મનીરામ મુંદિયાળા (ચૌધરી)ને પકડી પાડયા હતા. આ બંને શખ્સ સુભાષનગર ચાર રસ્તા નજીક શિવ મંદિરના ગેટ પાસે ગુજરાત પ્રોપર્ટી ડીલરની ઓફિસ બહાર ખુરશી નાખી બેઠા હતા, તેવામાં અચાનક પોલીસ આવી હતી અને બંનેને પકડી પાડયા હતા.  હરીશ રાજદેના મોબાઇલમાં ચાર્લિ 7777 ડોટકોમ નામની  વેબસાઇટ ખૂલી હતી, જેમાં તેની આઇ.ડી. વડે આ શખ્સ અલગ અલગ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો હોવાનું બહાર આવ્યું હતું તેમજ ભગીરથ ચૌધરીના મોબાઇલમાં પાર્ટ 777 ડોટ ઇન નામની વેબસાઇટ ખૂલી હતી, જેમાં તેની આઇ.ડી. ભગુ 999 વડે તે ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતો હોવાનું બહાર આવ્યું હતું. આ બંને શખ્સની પોલીસે ધરપકડ કરી તેમની પાસેથી રૂા. 70,000ના બે મોબાઇલ હસ્તગત કર્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang