• મંગળવાર, 23 જુલાઈ, 2024

માદક પદાર્થ વેચવાના ગુનામાં સંડોવાયેલો ભચાઉનો આરોપી એક દિવસના રિમાન્ડ હેઠળ

ભુજ, તા. 10 : માદક પદાર્થ ગાંજાના વેચાણ મામલે સંડોવાયેલા ભચાઉના રાજુભાઇ ઉર્ફે રાજભા હેમુભા ગઢવીના પાંચ દિવસના રિમાન્ડ મેળવવા પોલીસે કરેલી અરજીમાં કોર્ટે આરોપીના એક દિ'ના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી પોતાના રહેણાંકના મકાનમાં ગાંજાના છોડ વાવ્યા બાદ આ માદક પદાર્થનું વેચાણ કરતો હતો. આ કેસમાં આરોપી ગાંજાનો છોડ કયાંથી લાવ્યો તથા તેની સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે સહિતની પૂછપરછ માટે પોલીસે જ્યુડિશિયલ કોર્ટમાં પાંચ દિ'ના રિમાન્ડ મેળવવા અરજી કરી હતી, જેમાં દલીલોના આધારે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ આર. આર. પ્રજાપતિએ હાજર રહી દલીલો કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang