• મંગળવાર, 23 જુલાઈ, 2024

ભુજમાં મિત્રને મિત્રએ જ અન્ય ત્રણ સાથે મળી છરી મારી

ભુજ, તા. 9 : શહેરના આરટીઓ રિલોકેશન સાઈટ બાજુમાં મિત્રને મિત્રએ જ અન્ય ત્રણ સાથીદારો સાથે મળી છરી વડે હુમલો કરી માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે આરટીઓ રિલોકેશન સાઈટમાં રહેતા આકાશ પરેશભાઈ ગેરે માધાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે રાતે તેના મિત્ર કરણ વિમલભાઈ સોનીએ ફોન કરી આરટીઓ રિલોકેશનની કલાપી હોટલ પાસે બોલાવ્યો હતો. વાતચીત દરમ્યાન તેના મિત્ર હેનીલ અજાણી, કરણ વડોર તથા પાર્થ ગોર ત્રણે ત્યાં  આવ્યા હતા. બાદમાં કરણ ફરિયાદીને કહેવા લાગ્યો તારામાં વધારે હવા છે, હમણાં તું બહુ હોશિયારી કરે છે તેમ કહી ગાળાગાળી કરી માર મારી અને હેનીલ પાસેની છરી કાઢી ફરિયાદીને મારવા જતા હાથમાં લીસોટો થયો હતો. લોકો એકત્ર થતા જતા-જતા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang