• મંગળવાર, 23 જુલાઈ, 2024

નખત્રાણાનાં ગણેશનગર પાસે બે બાઇક ટકરાતાં એકનું મોત

ભુજ, તા. 24 : આજે સાંજે નખત્રાણાના પરા ગણેશનગર પાસે સામસામી બે બાઇક ટકરાતાં ઝુરા કેમ્પના ક્ષત્રિય યુવાન સરદારસિંહ સોઢાનું મોત થયું હતું, જ્યારે આ અકસ્માતમાં અન્ય બે શખ્સ ઘાયલ થયા હતા. અંતરંગ વર્તુળો પાસેથી મળેલી વિગતો મુજબ આજે સાંજે નખત્રાણાના ગણેશનગર પાસે સામસામી બે બાઇક ધડાકાભેર અથડાઇ હતી, જેમાં ઝુરા કેમ્પના સરદારસિંહ સોઢાનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું, જેને પોસ્ટમોર્ટમ અર્થે નખત્રાણાના સીએચસીમાં લવાયા હતા. જ્યારે આ અકસ્માતમાં નખત્રાણાના ક્ષત્રિય યુવાન રાજેન્દ્રસિંહ રાઠોડને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઉપરાંત અન્ય યુવક પણ ઘાયલ થયો હતો. આ બંને ઘાયલને સારવાર અર્થે ભુજ ખસેડાયાની વિગતો માહિતગાર પાસેથી મળી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang