• મંગળવાર, 23 જુલાઈ, 2024

તુણા-શિણાય રોડ પર યુવાન ઉપર ધારિયા-લાકડીથી હુમલો

ગાંધીધામ, તા. 24 : તુણાથી શિણાય બાજુ આવતા રોડ ઉપર યુવાનને રોકાવી તેનું કારમાં અપહરણ કરી આગળ ઊતારી તેના ઉપર પાંચ શખ્સે હુમલો કર્યો હતો. તુણા વંડીમાં રહેનારા ફરિયાદી તૈયુબ મામદ મંગવાણાના માતાને હૃદયમાં તકલીફ થતાં તે આદિપુર દવા અર્થે ગયા હતા, ત્યારે ફરિયાદીને તેની જાણ થતાં તે તથા સદામ હુસેન ચબા બાઇક લઇને આદિપુર જઇ રહ્યા હતા. દરમ્યાન તુણાથી શિણાય જતા માર્ગ પર કાર આગળ ઊભી રહી ગઇ હતી, જેમાંથી નીકળેલા આરોપીઓએ ફરિયાદીને કારમાં બેસાડી લઇ ગયા હતા. આગળ જઇ તેને નીચે ઊતારી તેના ઉપર ધારિયા, લાકડી વડે હુમલો કર્યો હતો. પાછળથી બાઇક લઇને આવેલા સદામે તેને છોડાવ્યો હતો. યુવાનને સારવાર અર્થે લઇ જવાતાં તેને અસ્થિભંગ સહિતની ઇજાઓ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ઇસ્માઇલ ગની સોઢા, ઇશાક ગની સોઢા, અસગર હુસેન સોઢા, હારૂન બાપડા તથા એક અજાણ્યા શખ્સ સામે ગુનો દર્જ કર્યો હતો. ફરિયાદીના દીકરા અને ઇશાક સોઢાના ભાણેજ વચ્ચે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી આ હુમલો કરાયો હતો, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang