• મંગળવાર, 23 જુલાઈ, 2024

ચેક પરત કેસમાં ભુજના હોટેલિયરને એક વર્ષની સજા

ભુજ, તા. 24 : ચેક પરત ફરવાના કેસમાં ભુજના હોટેલિયરને એક વર્ષની કેસની સજાનો કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની ટૂંકી વિગતો મુજબ ફરિયાદ રમજાન આમદ માંજોઠી (ભુજ)એ આરોપી નિખિલ પ્રાણલાલ શાહ કે જે વર્ષોથી આભા ઇન્ટરનેશન હોટલના વ્યવસાય કરે છે તેઓને વર્ષ 2017ના અરસામાં હાથ ઉછીના રૂા. 10 લાખ ચેક મારફત આપ્યા હતા. એક વર્ષ બાદ આરોપીએ રૂા. પાંચ લાખ ચૂકવી આપ્યા અને બાકીના રૂા. પાંચ લાખનો આરોપીએ ફરિયાદીના નામનો ચેક આપ્યો હતો જે ચેક પરત ફતરાં આરોપી નિખિલ શાહ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ થયા બાદ આ કેસ ચાલી જતાં લેખિત-મૌખિક આધાર-પુરાવાના આધારે ભુજની ચીફ કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ રૂા. પાંચ લાખ ફરિયાદીને 30 દિવસમાં ચૂકવવા અને જો રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે અમિત એ. ઠક્કર સાથે પી. બી. મકવાણા હાજર રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang