• શનિવાર, 20 એપ્રિલ, 2024

પાલારા જેલમાંથી ફરી બે મોબાઈલ મળી આવ્યા

ભુજ, તા. 22 : શહેરની પાલારા જેલ ખાતેથી ચેકિંગ દરમિયાન બે મોબાઈલ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાવા સાથે શહેરના બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવાઈ હતી. જેલના સુપરિન્ટેન્ડેન્ટ એન.એસ. લુહારે જણાવ્યું હતું કે, હાથ ધરાયેલી તપાસમાં જેલના સર્કલ નં.2, યાર્ડ નં.11માં બેરેક નં. 9 બાજુ આવેલા બાથરૂમ અંદર આવેલી ગટરમાં ત્રણ ફૂટ ઊંડા ખાડામાં છુપાવીને રખાયેલા સેમસંગ કંપનીનો 1 તથા નોકિયા કંપનનીનો 1 એમ  2 મોબાઈલ મળી આવ્યા હતા.   બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે તેમ શ્રી લુહારે જણાવ્યું હતું.  અત્રે ઉલ્લેખનીય છે કે, ખાસનો દરજ્જો ધરાવતી પાલારા જેલમાંથી અનેક વખત મોબાઈલ મળી આવ્યા છે. આવા એક કેસમાં જિલ્લાના પૂર્વ સમાહર્તા પ્રદીપ શર્માને એક માસની જેલની સજા પણ થઈ ચૂકી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang