• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

રતનાલ-કુકમા વચ્ચે અકસ્માતમાં અંજારના એક જ પરિવારના ચાર ઘાયલ

ભુજ, તા. 12 :?અંજારનો એક પરિવાર ગઇકાલે રાત્રે અલ્ટો કારથી નખત્રાણાથી અંજાર આવી રહ્યો હતો ત્યારે રતનાલ-કુકમા વચ્ચે કારનો ટ્રેઈલર સાથે અકસ્માત સર્જાતાં પરિવારના ચાર સભ્ય ઘાયલ થયા હતા. અકસ્માતના બનાવ અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં નોંધાયેલી એમ.એલ.સી.ની વિગતો મુજબ અલ્ટો કાર અને ટ્રેઇલર વચ્ચે ગઇકાલે રાત્રે અકસ્માત થતાં અંજારના પરિવારના મિતેશ વિશનજીભાઇ આસોડિયા, હંસાબેન વિશનજી આસોડિયા, મિત જયેન્દ્રભાઇ આસોડિયા અને નિલયાબેન મિતેશ આસોડિયા ઘાયલ થતાં ચારેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Youtube Live

Budget 2024 LIVE

Panchang