• સોમવાર, 22 જુલાઈ, 2024

મીઠીરોહરની કંપનીમાં દાઝી જનાર યુવાને સારવાર દરમ્યાન દમ તોડયો

ગાંધીધામ, તા. 11 : તાલુકાના મીઠીરોહર નજીક જી.આઇ.ડી.સી.ની એક કંપનીમાં ગરમ પાણીની કુંડીમાં પડી જતાં દાઝી જનાર વિરલકુમાર પરષોત્તમ વણકર (.. 34) નામના યુવાને સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. મીઠીરોહર જી.આઇ.-ડી.સી.માં યુનાઇટેડ શિપિંગ કંપનીમાં કામ કરનાર વિરલકુમાર વણકર નામના યુવાનનું મોત થયું હતું. પ્લોટ નં. 46માં આવેલી કંપનીમાં યુવાન ગત તા. 23/1ના હાજર હતો. યુવાન કામ કરી રહ્યો હતો. દરમ્યાન ગરમ પાણીની કુંડીમાં અકસ્માતે પડી જતાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને પ્રથમ આદિપુર અને વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં તા. 27/1ના સારવાર દરમ્યાન યુવાને છેલ્લા શ્વાસ લીધા હતા. બનાવ કેવા કારણોસર બન્યો હશે તેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang