• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

Avsan nodh

ભુજ : શેખ હાજી જુસબ ઇસ્માઇલ તે શેખ રફીક, શેખ જાવેદના પિતા, શેખ નૂરમામદ ઇસ્માઇલ, શેખ ભચુ ઇસ્માઇલ, શેખ દાઉદ ઈસ્માઇલ, શેખ સલેમાન ઈસ્માઈલના ભાઇ તા. 12-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ તા. 14-11-2023ના સવારે 10થી 11 ચાંદ ચોક નિવાસસ્થાને.

ભુજ : ઓસમાણ ભચુ છુછિયા (ઉ.વ. 91) તે છુછિયા મામદ, જુસબ, જુમાના પિતા, મુસા ઉઠાર, અલીમામદ ઉઠાર, નોડે ઇકબાલના સસરા તા. 11-11-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 14-11-2023ના સવારે 10થી 11 કુંભાર જમાતખાના, દાદુપીર રોડ, ભીડ ગેટ ખાતે.

ભુજ : વાયડા વીણાબેન (શારદાબેન) શાહ (ઉ.વ. 78)  તે સ્વ. વ્રજલાલ જશરાજ શાહના પત્ની, સ્વ. જશરાજ ભીમજી શાહના પુત્રવધૂ, સ્વ. હરગાવિંદભાઈના નાના ભાઈના પત્ની, આશિષ (વૈભવ રોડવેઝ) અને જિજ્ઞાના માતા, આશા અને કેતન (મુંબઈ)ના સાસુ, પરિમલ, પ્રતીક ( માંડવી) અને આશાબેનના કાકી, મીતા, તેજલ અને મેહુલભાઇના કાકીજી, વૈભવ, દૃષ્ટિ, અલય અને હેત્વીના દાદી, ભૂમિ, કિન્નરી, કોમલ અને ધ્રુવિનના નાની તા. 12-11-2023ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 13-11-2023ના નિવાસસ્થાનેથી નીકળશે.

ભુજ : મૂળ રાજડાના નવલસિંહ બેચુભા જાડેજા (ઉ.વ. 78) તે સ્વ. ગુલાબસિંહ બેચુભા, દેવેન્દ્રસિંહ રતુભાના ભાઇ, ડો. ક્રિપાલસિંહના પિતા, કિરીટસિંહ, રઘુવીરસિંહના કાકા, મયૂરસિંહ, પ્રદ્યુમનસિંહના મોટાબાપુ, ધૈર્યમાનસિંહ, રાજવીરસિંહ, મહીદીપસિંહ, યશરાજસિંહ, જયદીપસિંહ, લકીરાજસિંહના દાદા તા. 12-11-2023ના અવસાન પામ્યા છે. બેસણું - પ્રાર્થનાસભા તા. 16-11-2023ના ગુરુવારના સાંજે 4.00થી 5.30 શક્તિધામ મધ્યે, ઉત્તરક્રિયા તા. 23-11-2023ના ગુરુવારના જયનગર ભુજ મધ્યે.

અંજાર : મૂળ સામખિયાળીના શાંતિલાલ મકનજી ગંધા (ઉ.વ 82) તે સ્વ. મકનજી ચત્રભુજ ગંધાના જ્યેષ્ઠ પુત્ર, સ્વ. તલકશી માધવજીભાઈ કાથરાણીના જમાઈ, કાંતાબેનના પતિ, કાંતિલાલ અને સુરેશભાઈના મોટા ભાઈ, રોનક, તિમિર, અરૂણા ભરતભાઈ આચાર્ય (ચેન્નઈ), મીતા પિનાકીન રતાણી (દહેગામ), શીતલ ઉમેદભાઈ પૂજારા (માધાપર), હેતલ વિરેશભાઈ ભલ્લા (ગાંધીધામ)ના પિતા, શિલ્પા રોનકભાઈ ગંધા, રેખા તિમિરભાઈ ગંધાના સસરા, દેવ તથા સાનવીના દાદા તા. 11-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-11-2023ના સોમવારે સાંજે 5થી 6  દરમિયાન અંજાર ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા ખાતે. (દશો રાખેલ નથી.)

માંડવી :  કચ્છી બ્રહ્મક્ષત્રિય વિનોદચંદ્ર મામતોરા (ઉ.વ. 80) (નવીનચંદ્ર લક્ષ્મીદાસ દવાવાળા) તે સ્વ. લક્ષ્મીદાસ વિશનજી મામતોરા, સ્વ. લીલાવંતીબેનના પુત્ર, ગં.સ્વ. ઉષાબેનના પતિ, લીના હિમાંશુ જેસરાણી, ધર્મેશ મામતોરાના પિતા, સ્વ. ચંચળબેન નાનાલાલ દેવકરણ પારેખના જમાઇ, સ્વ. પ્રાણજીવનભાઇ, નાનજીભાઇ વિંછીના ભાણેજ, નવીનચંદ્ર, પ્રતાપભાઇ, નીતિનભાઇ, સ્વ. મુકેશભાઇના મોટા ભાઇ, કલાવંતીબેન, પલ્લવીબેન, હિનાબેન, ગં.સ્વ. કાશ્મીરાબેનના જેઠ, સુકૃતિ ધર્મેશ મામતોરાના સસરા, ઊર્વિબેન મનોજ મામતોરાના કાકાજી, ફેની, સિયા, રાશિના દાદા, વૈભવ, અક્ષના મોટા દાદા, ધ્વનિ, ઇશાના નાના તા. 12-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-11-2023ના સાંજે 4.30થી 5 રંગચૂલી, માંડવી ખાતે.

માંડવી : નાનાણી સુરેશભાઇ પુરુષોત્તમ (સલાટ) (ઉ.વ. 67) તે સ્વ. કમળાબેન તથા સ્વ. પુરુષોત્તમ બલદેવભાઇ નાનાણીના પુત્ર, ગં.સ્વ. શારદાબેનના પતિ, જીમી, કલ્પેશ, મનીષાના પિતા, સ્વ. લલિતના ભાઇ, મીત, વિહાન, શિવાંગીના દાદા, લાડવા ચંદુલાલ દામજીના જમાઇ, કમલેશ, રાજેશ, મનોજ, સ્વ. કોકિલાબેનના બનેવી, મનોજ (ભુજ), વિણાબેન, વર્ષાબેનના સસરા, ભૂમિના નાના તા. 11-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-11-2023ના સાંજે 4.30થી 5.30 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ સિનુગ્રાના હરિલાલભાઇ માંડણ ટાંક (ઉ.વ. 87) તે સ્વ. કાશીબેન માંડણ દેવશીના પુત્ર, સ્વ. વેલજીભાઇ, સ્વ. દલપતભાઇ (મુલુંડ)ના નાના ભાઇ, ગં.સ્વ. મૃદુલાબેનના પતિ, હરજીવન માધવજી રાઠોડના જમાઇ, સામજીભાઇ, સ્વ. નટવરલાલભાઇ, જિતેન્દ્રભાઇ, ઊર્વશીબેનના બનેવી, પારૂલબેન જોનસન (અમદાવાદ), નયનભાઇ, મયૂરભાઇ, પ્રકાશભાઇના પિતા, સંપદાબેન મયૂર ટાંક, પલ્લવીબેન પ્રકાશ ટાંક, જોનસન (અમદાવાદ)ના સસરા, સુરેન્દ્ર રણછોડ ટાંક (રિ. તલાટી), ગિરધરલાલ નાનાલાલ રાઠોડ (અંજાર)ના વેવાઇ, વૃતિકા, સિદ્ધાર્થના દાદા, રોનીન, રોઝના નાના તા. 11-11-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 13-11-2023ના સાંજે 4.30થી 5.30 નિવાસસ્થાન ઐશ્વર્યાનગર આંગણવાડીની સામે.

માધાપર (તા. ભુજ) : મૂળ અંજારના નરશીભાઇ ભીમજીભાઇ ચાવડા (ગોત્રકિયા) (ઉ.વ. 73) તે સ્વ. કરમશીભાઇ બેચરભાઇના જમાઇ, ગં.સ્વ. મોંઘીબેનના પતિ, સ્વ. ધનજીભાઇ, સ્વ. વિશ્રામભાઇ, ધીરજલાલ, રમેશચંદ્ર, કમળાબેન શામજીભાઇ વાઘાણી, શોભનાબેન અમરશીભાઇ મીઠાવાયાના ભાઇ, બિપિન, ભાવના, કૃપેશ, વૈશાલીના પિતા, જિજ્ઞાબેન, ચેતનાબેન, સ્વ. મહેશભાઇ તથા સુનીલકુમારના સસરા, સ્વ. રામજીભાઇ, ગોપાલભાઇ, જેરામભાઇ, પરસોત્તમભાઇના બનેવી, ખુશી, દેવ, રાજવી, ધ્રુવીના દાદા, જય, માહી, ચાર્વીના નાના તા. 11-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-11-2023ના સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, જૂના બસ સ્ટેન્ડ સામે, માધાપર ખાતે.

કિડાણા (તા. ગાંધીધામ) : મૂળ મોટા રેહાના હાંસબાઇ દેવરિયા (ઉ.વ. 64) તે ડાયાલાલ દેવસી દેવરિયાના પત્ની, સ્વ. હીરાલાલ, મનજીભાઇ, કાંયાભાઇ, પદમાબેન (બારઇ), માનબેન (કિડાણા સોસાયટી), ગોવિંદના માતા, સવિતાબેન (મોટી વરંડી), રમીલાબેન (લુણી)ના સાસુ, સ્વ. શામજીભાઇ, દેવજીભાઇના નાના ભાઇના પત્ની, પરષોત્તમભાઇના ભાભી, નામોરી તેજા દાફડા (ગુંદાલા)ના પુત્રી, સ્વ. રામજી નામોરી, કરશન નામોરી (ઇફકો)ના બહેન, પાયલ, પૂજા, જય, પાવની, દક્ષના દાદી તા. 8-11-2023ના અવસાન પામ્યા છે. દિયાડો કિડાણા જગદંબા સોસાયટી ખાતે પૂર્ણ થયેલ છે.

બિદડા (તા. માંડવી) : રશમીતા (ઉ.વ. 22) તે ગં.સ્વ. મંજુલાબેન શંકરભાઇના પુત્રી, સ્વ. સંગાર વિશાભાઇ કાનજીભાઇ સોઢાના પૌત્રી, જગદીશ, નીતાબેનના બહેન, સ્વ. બચુભાઇ દેશરભાઇ, સ્વ. વાલબાઇ, મીનાબેનના ભત્રીજી, કાનજી, સતીશ, લક્ષ્મીબેન, વાલબાઇ, પુરબાઇ, દક્ષાબેન, સોનિયા, જયા, વૈશાલીના કાકાઇ બહેન, સ્વ. ભચુભાઇ ભારાભાઇ સાકરિયાના દોહિત્રી, શંભુલાલ, સ્વ. મઠાબેન, દમયંતીબેન, સ્વ. પ્રેમજીભાઇના ભાણેજી, પરેશભાઇ બુધિયાભાઇ સરવૈયા (ભોજાય)ના સાળી તા. 11-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 15, 16-11-2023ના નિવાસસ્થાન બિદડા?ખાતે.

પોલડિયા (તા. માંડવી) : મોખા મરિયાબાઇ લતીફ (ઉ.વ. 75) તે મુહમ્મદ, કાસમ, આધમ, અદ્રેમાન, હારુનના માતા, જુસબ, રમઝાનના ભાભી, સમા હાજી ઇશાક, હસન, રમઝાન, અહેમદ, ખમીશાના બહેન, મ. સમેજા હાજી દાઉદ મુહમ્મદ અને ચવાણ અબ્દુલ આદમના સાસુ તા. 11-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-11-2023ના મંગળવારે સવારે 10 કલાકે પોલડિયા મુસ્લિમ જમાતખાના ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : રાધુભા સુરતાનજી જાડેજા (ઉ.વ. 63) તે મનુભાના પિતા, રામસંગજીના ભાઇ, ગુલાબસિંહ, ધીરુભાના કાકા, ધીરુભા, લાલુભા, હકુભાના મોટાબાપુ, શિવુભા, બુધુભા, અશોકસિંહના કાકાઇ ભાઇ તા. 11-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 16-11-2023 સુધી ભાયાતની ડેલી, હનુમાન ફળિયા ખાતે તેમજ ઉત્તરક્રિયા તા. 20-11-2023ના સોમવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને.

મંજલ-તરા (તા. નખત્રાણા) : હિંગોરજા કાસમ સુમાર (ઉ.વ. 80) તે મુબારક, મામદ, રમજાનના પિતા, મ. હાજી ખમીશા, મ. જુસબ, જાકબના ભાઇ, ઇસ્માઇલ, મ. જુમાના કાકા, અલીમામદ, મ. નૂરમામદ, આધમ, આદમના મોટાબાપા, યાસીન, ઇરફાન, અલતાફ, રફીકના દાદા, સમેજા અલીમામદ, સલેમાન (મંજલ)ના બનેવી અવસાન પામ્યા છે.

મોટી સુડધ્રો (તા. અબડાસા) : કેર હાજી ઇબ્રાહીમ હાજી હાસમ (ઉ.વ. 79) તે હાજી સુલેમાન તથા હાજી ઓસમાણ હાજી જુસબના ભાઇ, આમદ હુશેનના પિતા તા. 12-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-11-2023ના મંગળવારે સવારે 10 વાગ્યે જામા મસ્જિદ કમ્પાઉન્ડ ખાતે.

મુલુંડ (મુંબઇ) : મૂળ ઉગેડીના કચ્છી લોહાણા ગં.સ્વ. હીરાબેન આથા (ઉ.વ. 88) તે સ્વ. લીલાધર કલ્યાણજી આથાના પત્ની, અશ્વિન, સ્વ. અજય, દેવયાની, સ્વ. નીમાના માતા, નરોતમ રૂપારેલ, કિશોર રૂપારેલ, નીતા માવજી અનમ (નલિયા), વર્ષા શંભુભાઇ હરિયાણી (ગુંદિયાળી)ના સાસુ, પ્રાચી, લક્ષ, ક્રિષ્ણા, કરીનાના દાદી, રાહુલ તથા નિરાલીના દાદીસાસુ, કૌશિક, પૂજા, પ્રદીપ, અમિત, સ્વ. વિશાલના નાની, હિતેષના નાનીસાસુ, સ્વ. રામજી ખેરાજ ઘુંઘટ (કચ્છ-મુરુવાળા)ના પુત્રી, સ્વ. કુંવરજી તથા સ્વ. સીતાબેનના બહેન, સ્વ. સીતાબેન તથા સ્વ. શાંતાબેનના ભાભી તા. 12-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-11-2023ના સોમવારે સાંજે 5.30થી 7 પવાણી હોલ, પહેલે માળે, કચ્છી લોહાણા મહાજનવાડી, મુલુંડ (વે.) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તે જ દિવસે આવી જવું)

Janmadin Vishesh Purti

Panchang