ભુજ : જયાબેન રાજગોર (ઉ.વ. 90) તે સ્વ. હિરજી અખઈ મોતાના પત્ની, નિતીનભાઈ, કલ્પેશ,
પ્રજ્ઞાબેન કાંતિલાલ પેથાણી (રાવળપીર), ગં.સ્વ.
જયશ્રીબેન દિનેશ પેથાણી (મસ્કા), ગં.સ્વ. દિનાબેન પ્રકાશ માકાણી,
ગં.સ્વ. પ્રીતિબેન હરેશ માકાણી (ભુજ), શિલ્પાબેન
પ્રકાશ નાથાણી (પૂર્વ ઉપપ્રમુખ, તા.પં., માંડવી)ના માતા, ભાવિનીબેન, ભાવનાબેનના
સાસુ, સ્વ. કુંવરજી અખઈના નાનાભાઈના પત્ની, સ્વ. મણીબેનના દેરાણી, સ્વ. મંજુલાબેન માવજીના જેઠાણી,
સ્વ. લક્ષ્મીબેન કરશનજી નાગુના ભાભી, શાંતિલાલ,
સ્વ. ઈશ્વરલાલ, ગં.સ્વ. પુષ્પાબેન, મહેશના કાકી, નીતાબેન, ગં.સ્વ.
આશાબેન, જાગૃતિબેનના કાકીસાસુ, રીષી,
રાજ, જૈમીન, માનસ,
જાનવી પાર્થ જોષી (ગાંધીધામ), શ્રીયા, રીના, પના, રીતેશ, કેત્વી, નિધીના દાદી, કિંજલ,
ઈશાના દાદી સાસુ, સ્વ. મણીબેન વેલજી પેથાણીના પુત્રી,
સ્વ. શંભુલાલ, સ્વ. રસિકલાલ (માંડવી), ઈશ્વરલાલ, ગીરીશભાઈના બહેન, સ્વ.
મેનાબેન, સ્વ. ભાનુબેન, પ્રભાબેન,
પ્રવીણાબેનના નણંદ, વિનુ, પરેશ, મહેશ, ભાસ્કર, ભુપત, પ્રદીપ, અલ્પેશ, નિકુંજ, મયુર, રામ, આશા, નિરંજન, ટીના, ભાવિકા, શીતલ, ગીતાના ફઈ,
પિયુબા, રોશની, રાખી,
ખુશ્બુ, વિધિકા, ચાર્મી,
દેવાંગી, ધર્મેશ, શ્લોક,
વિવેક, તક્ષકના નાની તા. 5-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 7-9-2026ના
સોમવારે 4:30થી 6 આરટીઓ રાજગોર સમાજવાડી, ભુજ ખાતે.
ભુજ : મૂળ મંજલના ભચીબાઈ ભીમજીભાઈ જેઠાભાઈ રોશિયા (ઉ.વ. 73) તે ગં.સ્વ. મંજુલાબેન માલશી
ડોરૂ, રામજી, લક્ષ્મણના માતા,
સ્વ. ધનુબેન, હંસાબેનના સાસુ, સાગર, ચિરાગ, સંધ્યા, ધાનીના દાદી, ચંદ્રેશના નાની તા. 4-9-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 6-9-2026ના રવિવારે રાત્રે આગરી અને
તા. 7-9-2026ના સોમવાર સવારે 8 વાગ્યે પાણી નિવાસસ્થાને અંજલિ નગર, સુરલભિટ્ટ રોડ, ભુજ ખાતે.
ભુજ : સારસ્વત બ્રાહ્મણ ગં.સ્વ. જયાલક્ષ્મીબેન (પ્રેમાબેન)
(ઉ.વ. 92) તે સ્વ. ખરાશંકર સોનપાર (જખૌ
હાલે હૈદરાબાદ)ના પત્ની, સ્વ. રામાબાઇ
ગોવિંદજી શિવજી સોનપારના પુત્રવધૂ, સ્વ. સંતોકબેન શિવજી ચત્રભુજ
હરિયામાણેક (વરસામેડી)ના પુત્રી, સ્વ. મયૂરભાઇ (વલસાડ),
સ્વ. હરેન્દ્રભાઇ (ઇન્દોર), સ્વ. ઝવેરબાઇ વિઠ્ઠલદાસ
ચઠ્ઠના ભાભી, સ્વ. મૃદુલાબેન, સ્વ. હર્ષિલાબેનના
જેઠાણી, કલાપી (મુંબઇ), કેતન (હૈદરાબાદ),
હર્ષાબેન સુરેશભાઇ ચઠ્ઠમંધરા (ભુજ)ના માતા, જ્યોતિબેન,
કિરણબેન, સુરેશભાઇ ચઠ્ઠમંધરાના સાસુ, કરણ, સ્વ. ધ્રુવ, સેજલ વિશાલભાઇ
રત્નેશ્વર (સુરેન્દ્રનગર)ના દાદી, સ્નેહા, વિશાલભાઇ ગિરીશભાઇ રત્નેશ્વરના દાદીસાસુ, જય,
મીતના નાની, ઉત્તરા, જીનલના
નાનીસાસુ, સ્વ. નરસિંહભાઇ, સ્વ. દામજીભાઇ,
સ્વ. રણછોડભાઇ, રમણીકભાઇ, સ્વ. રસિકભાઇ, સ્વ. હરખાબેન મંગલદાસ, સ્વ. શાન્તાબેન ગૌરીશંકર, સ્વ. નિર્મળાબેન ખરાશંકરના
બહેન, સ્વ. રાધાબેન, સ્વ. દમયંતીબેન,
સ્વ. રુક્ષ્મણીબેન, ક્રિષ્નાબેન, ગં.સ્વ. ગીતાબેનના નણંદ તા. 2-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-9-2026ના સોમવારે સાંજે 5થી 6 સારસ્વત વાડી, આશાપુરા રિંગ રોડ, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ભુજ/માધાપર : બાબુલાલ (ઉ.વ. 79) તે સ્વ. કુંવરબેન અમીચંદ શાહના પુત્ર, સ્વ. જીતુબેનના પતિ, ભારતીબેન,
હસમુખભાઈ, અલ્કાબેન, જગદીશભાઈ,
નીતાબેન, આશાબેનના પિતા, સ્વ. વાડીલાલ, સ્વ. મનસુખલાલ, કાંતિલાલ,
લીલાવંતીબેનના ભાઈ, કીર્તિકુમાર કોરડિયા,
રેખાબેન, અતુલકુમાર મહેતા, દિવ્યાબેન, કિરણકુમાર મહેતા, જતિનકુમાર
દોશીના સસરા, સ્વ. ચંચળબેન વનેચંદ મોરબીઆના જમાઈ, સ્વ. ચમનલાલ, સ્વ. વર્ધીલાલ, લીલાવંતીબેન
શાંતિલાલ મહેતા, સ્વ. ઝવેરીબેન ગાવિંદજી મહેતાના બનેવી,
જેનીશ, ઋત્વીના દાદા, ધવલ,
ખુશી, કરણ, પરી, જલના નાના, સ્વ. રંભાબેન, સ્વ.
ધનગૌરીબેનના દિયર, નિલાવંતીબેનના જેઠ, સ્વ.
ખંડોર છગનલાલ મગનલાલના સાળા, કીર્તિકુમાર, સ્વ. મુકતીલાલ, સ્વ. નવીનચંદ્ર, સેવંતીલાલ, નરેન્દ્ર, જિતેન્દ્ર,
નટવરલાલ, જયસુખલાલ, સ્વ.
કંચનબેન, સુશીલાબેન, ભારતી, કલાવંતી, મંજુલાબેનના કાકા, ભરત
ખંડોર, જિજ્ઞેશ ખંડોર, અલ્કાબેન મહેતા,
પ્રીતિ દોશીના મામા તા. 5-9-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર કે પ્રાર્થનાસભા રાખેલ નથી.
(ચક્ષુદાન કરેલ છે.) સંપર્ક : હસમુખ-87991 71597, જગદીશ-84691 84710
અંજાર : ગોપાલભાઈ રાઠોડ (પ્રજાપતિ) (કંડલા) (ઉ.વ. 38) તે રમીલાબેન તથા હરસુખભાઈ ધરમશીભાઈ
રાઠોડના પુત્ર, કાજલબેનના પતિ,
કમલેશભાઈ, દિપાલીબેનના ભાઈ, જૈન્યના પિતા, સ્વ. વાલજીભાઈ, સ્વ.
તુલસીદાસ, રસિકલાલ, નાનાલાલ, સ્વ. પાર્વતીબેન, જશોદાબેન, મણીબેન,
સવિતાબેન, ભાવનાબેન, મીનાબેનના
ભત્રીજા, ગં.સ્વ. ગૌરીબેન, સ્વ. ધમશીભાઈના
પૌત્ર તા. 3-9-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-9-2026ના સોમવારે સાંજે 5થી 6 કચ્છ પ્રજાપતિ
છાત્રાલય, નયા અંજાર ખાતે.
અંજાર : ભીમજીભાઈ માલસીભાઈ પારિયા (ઉ.વ. 70) તે વીરબાઇના પતિ, ડાયાભાઇ, ભચીબાઇ પચાણ
બડગા (અંજાર)ના ભાઈ, દેવજીભાઈ, ચંદુભાઈ,
લાલજીભાઈ, કિશનભાઈ, ખીમીબેન
માયાભાઇ સોલંકી (ગળપાદર)ના પિતા, હરિભાઈ, મનોજભાઈ, ગાવિંદભાઇ, જગદીશભાઈ,
ખેતબાઈ ગાવિંદ સોલંકીના મોટાબાપુ, આશાબેન,
અનિતાબેન, ઈશાબેન, ભાવેશ,
હિરેન, હિતેશ, હરેશ,
કિરણ, આદિ, મિત, પ્રિન્સ, સ્નેહા, પ્રિયાંશી,
વિદ્યા, કાર્તિક, કૃણાલ,
કૃષિત, ઋતિકા, બંસરી,
હિનાના દાદા, નારાણભાઇ વેલા થારૂના બનેવી તા. 2-9-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
પૂર્ણ થઇ ગઇ છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન રાઘવનગર,
મકાન નં. 115, દબડા વિસ્તાર, અંજાર ખાતે.
ગાંધીધામ : હરિકિશન (હરિભાઈ) ગયાનચંદાની (ઉ.વ. 71) (નિવૃત્ત વેસ્ટર્ન રેલવે) તે
સ્વ. જશોદાબેન અને સ્વ. ભગવાનદાસના પુત્ર, સ્વ. નીતાબેનના પતિ, મીનાક્ષી (સોનુ) કોરવાની,
રોમા (મોનુ), સંજયના પિતા, સ્વ. પરમાનંદ, રાજકુમાર, સતીષના
ભાઈ, નીરજ (શેરૂ), દીપકના કાકા તા.3-9-2026ના અવસાન પામ્યા છે. ભાઈઓ તથા
બહેનોની સંયુક્ત પ્રાર્થનાસભા/પઘડી તા. 6-9-2026ના રવિવારે સાંજે 5.30થી 6 ઝુલેલાલ મંદિર, શિવ હોટલ પાસે, ગાંધીધામ
ખાતે.
નખત્રાણા (નવાવાસ) : નારણભાઈ અબજીભાઈ સેંઘાણી (રામાણી) (ઉ.વ.
91) તે વિઠ્ઠલભાઈ, મંગળાબેન (રામપર), સોનલબેન
(નખત્રાણા), ભાનુબેન (વિથોણ હાલે પૂના), પાર્વતીબેન (નાના અંગિયા), નીમુબેન (જબલપુર),
ગૌરીબેન (કોટડા જ.), કૌશલ્યાબેન (નાગલપર)ના પિતા,
હેમલતાબેનના સસરા, દર્શિલ, મીરાંના દાદા, સ્વ. મેઘજીભાઈ, હરિભાઈના
ભાઈ, અશોકભાઈ મેઘજી (વાશીમ)ના કાકા, સ્વ.
ચંદુભાઈ હરિભાઈના મોટાબાપા તા. 3-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-9-2026ના રવિવારે સવારે 9થી 10.30 અને બપોરે 3.30થી 5 પાટીદાર સમાજવાડી
નંબર 1, નખત્રાણા નવાવાસ ખાતે.
રાપર : કોલી રૂડીબેન દેવાભાઈ સાયા (ઉ.વ. 75) તે ખીમાભાઈ, ભાવનાબેનના માતા, શારદાબેનના
સાસુ, ધનાભાઇ હીરાભાઈ, કાનજી દેસરા,
બિજલ હીરા, મોતીભાઈ દેસરાના ભાભી, કિરણ મોહનભાઇ, ભાવેશ શંકરભાઇના કાકી, મૂરજી, દીપ મનસુખ, જાનકી,
કૃપા, ભારતીના દાદી, રાજુબેન,
હીરુબેનના જેઠાણી, પાયલ, અનિતાના મોટીમા, રામજી, અરજણ,
ડાઇબેન, કુંવરબેન, મણીબેનના
બહેન, રતનબેનના માસી, પ્રભુભાઈ,
ભાણજીભાઇના ફઈ તા. 1-9-2026ના અવસાન પામ્યા છે. આગરી અને ભજનભાવ તા. 6-9-2026ના રવિવારે તેમજ પાણીઢોળ તા. 7-9-2026ના સોમવારે સવારે નિવાસસ્થાન
રતનપર નવાપરા વિસ્તાર, રાપર ખાતે.
પદ્ધર (તા. ભુજ) : ધનજીભાઇ રાધુભાઇ ખુંગલા (ઉ.વ. 49) તે વિજય, તોરલ, શિવાનીના પિતા,
સોનીબેનના પતિ, સ્વ. ભોજાભાઇ, હીરાભાઇ, સ્વ. પાંચાભાઇ, સ્વ. રવાભાઇ,
લક્ષ્મીબેન ડાયાભાઇ કોઠીવારના ભાઇ, કોઠીવાર નારણભાઇ
જેસંગભાઇના જમાઇ, જિજ્ઞાબેન વિજયભાઇના સસરા તા. 4-9-2026ના અવસાન પામ્યા છે.
માધાપર (તા. ભુજ) : મૂળ ભાડરાના મેઘબાઈ નથુગર ગુસાઇ (ઉ.વ. 87) તે સ્વ. નથુગર મોજગર (ભાડરા)ના
પત્ની, સ્વ. મુલપુરી (ઐડા)ના પુત્રી, સ્વ. હીરાપુરી (ઐડા), સ્વ. મીઠુપુરી (કોટડા મઢ),
સ્વ. પ્રેમપુરી, સ્વ. જમનાબેન (જામનગર)ના બહેન,
સ્વ. દામગિરિ (મિરજાપર), સ્વ. હીરાગિરિ (નાંગિયા)ના
ભાભી, સ્વ. પાર્વતીબેન, ગં.સ્વ. માનબાઈના
જેઠાણી, મણિબેન પ્રેમભારથી (ગઢશીશા), ગં.સ્વ.
લીલાવંતીબેન વિનોદગિરિ (માધાપર), શાંતાબેન કિશોરગિરિ (ચકાર કોટડા),
દેવગર નથુગર (પૂર્વ પ્રમુખ માધાપર દશનામ ગોસ્વામી સમાજ)ના માતા,
મોહનગિરિ, ગવરીગિરિ, બુદ્ધગિરિ,
સ્વ. શાંતિગિરિ, પ્રેમિલાબેન વિરગર, રમીલાબેન દયાલગર, લક્ષ્મીબેન ચંચલપુરી, મધુબેન નવીનભારથીના મોટીમા, દમયંતીબેન, સ્વ. જાગૃતિબેન, અલ્કાબેન, ગં.સ્વ.
કસ્તૂરીબેનના સાસુ, અતુલ, કિશન,
જિગર, હિરેન, જય,
મેહુલ, મોહન, ધવલ,
નૈનાબેનના દાદી, ખુશ્બૂ, હેમાલી, જિજ્ઞા, મિત્તલના દાદીસાસુ,
અશ્વિન, વસંત, નીતિન,
વિપુલ, ભાવેશ, રાજેશ,
પ્રદીપ, પ્રીતિ, હિનાના નાની,
કવિકા, શિવાય, દિત્યાના પરદાદી
તા. 5-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 7-9-2026ના
સોમવારે સાંજે 4થી 5 સોની સમાજવાડી, જુનાવાસ, માધાપર ખાતે. ઉત્તરક્રિયા, શંખઢોળ તા. 15-9-2026ના
મંગળવારે નિવાસસ્થાન ભાડરા મોટા ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ નારાયણ સરોવરના પુષ્કર્ણા બ્રાહ્મણ રેખાબેન
(જ્યોત્સ્ના) જોષી (ઉ.વ. 68) તે સ્વ. રૂક્ષ્મણીબેન
મૂળજીભાઈ જોષીના પુત્રી, રેવાશંકર જોષી
(વેલુ મારાજ)ના પત્ની, મણિશંકર નરભેરામ પણિયા (વડોદરા),
સ્વ. પરસોત્તમભાઈ જોષી, સ્વ. શ્યામસુંદરભાઈ જોષી,
સ્વ. રવિલાલભાઈ જોષી (અરલ), ચંદ્રકાંતભાઈ જોષી
(નારાયણ સરોવર)ના પુત્રવધૂ, અતુલ, પરેશ,
બિંદિયા, પૂજાના માતા, નિશાંતના
દાદી, ખુશ્બૂ, કપિલભાઈ (બરંદા)ના સાસુ,
ઉમિયાબેન (મોરઝર), તુષારભાઈ (આદિપુર)ના બહેન,
ધનલક્ષ્મી પ્રભાશંકર ગોર (ભુજ)ના ભાણેજી, લતાબેન
ભરતભાઈ જોષી (વિરાણી)ના મામી, સ્વ. મીનાબેન મહેશભાઇ વ્યાસ (માંડવી),
તારાબેન ત્રિભુવનભાઈ જોષી (બરંદા)ના વેવાણ તા. 4-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 7-9-2026ના
સોમવારે સાંજે 4થી 5 યક્ષ મંદિર, માધાપર ખાતે તથા તા. 9-9-2026ના બુધવારે સાંજે 4થી 5 નારાયણ સરોવર
અન્નક્ષેત્ર ભોજનાલય ખાતે.
ધમડકા (તા. અંજાર) : ધનબાઇ કારૂ (ઉ.વ. 76) તે સામતાભાઇ લધાભાઇ કારૂના
પત્ની, ખેતાભાઇ, લગધીરભાઇ,
સવજીભાઇ, ખમુભાઇ, ભચીબેન
કરશનભાઇ, જાનુબેન સામજીભાઇના માતા, ભૂરાભાઇ
રામજીભાઇ, વેલાભાઇ અભુભાઇ, ખેતાભાઇ ભચુભાઇના
કાકી તા. 5-9-2026ના
અવસાન પામ્યા છે. જાગરણ ભજન રાત તા. 15-9-2026ના, પાણી તા. 16-9-2026ના સવારે 7.30 વાગ્યે નિવાસસ્થાન કોલીવાસ, ધમડકા (તા. અંજાર) ખાતે.
રતનાલ (તા. અંજાર) : રાણીબેન રૂડાભાઈ કરશનભાઈ માતા (ઉ.વ. 75) તે સ્વ. રૂડાભાઈ કરશનભાઇ માતા
(સુજાણી) (હોટલ વૃંદાવન)ના પત્ની, સ્વ.
ગોપાલભાઈ લખમણભાઇ વરચંદના પુત્રી, શામજીભાઈ કરશનભાઇ માતાના નાના
ભાઈના પત્ની, મ્યાજરભાઈ, દેવજીભાઈ,
સ્વ. ભરતભાઇ, નવઘણભાઈ, વિક્રમભાઈ
(ભીમજીભાઈ), ગોમતીબેન રણછોડભાઈ છાંગાના માતા, રોહિત, વીરેન્દ્ર, મોહનિષ,
ક્રિશ, ગૌરવ, માયા,
આયુશી, ઇશા, રિયા,
રોહની, ગુંજન, એન્જલના દાદી
તા. 3-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાને રાધાકૃષ્ણ નગર, રતનાલ ખાતે.
ભીમાસર-ચકાસર (તા. અંજાર) : ખેતાભાઈ લોંચા (ઉ.વ. 72) તે સ્વ. ભચીબેન અને સ્વ. મેરૂભાઈ
લોંચાના પુત્ર, ડાઈબેનના પતિ, ભગત સ્વ. ખીમજીભાઈ મેરૂભાઈ, સ્વ. મગીબેન ભાણાભાઈ મસાણીયા
(કોટાય)ના ભાઈ, અશોકભાઈ, જગદીશભાઈ,
ભાવનાબેન પ્રવીણ જોગુ (અંજાર), ડિમ્પલબેન મિતેષ
ગુડાર (ભારત નગર)ના પિતા, દિનેશ, મહેશ,
ઉમાબેન લાલજી પઢિયાર (કંઢેરાઈ), નયનાબેન દિનેશ
બુચિયા (ભુજ), લક્ષ્મીબેન રમેશ ખોખર, હંસાબેન
બાબુ ખોખર (માથક), હેતલબેન લક્ષ્મણ ખોખર (આદિપુર)ના કાકા,
સ્વ. વેલજી કરશન મણોઢિયા (ખેડોઈ)ના જમાઈ, સ્વ.
લખુભાઈ, ભચુભાઈ મણોઢિયાના બનેવી, લક્ષ્મીબેન,
દક્ષાબેનના સસરા, જશુબેન દિનેશ, પ્રિયાબેન મહેશના કાકા સસરા તા. 4-9-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 9-9-2026ના બુધવારે આગરી તથા તા. 10-9-2026ના ગુરુવારે સવારે પાણિયારો
નિવાસસ્થાન ભીમાસર ખાતે.
ગુંદાલા (તા. મુંદરા) : ઓઢેજા અમીનાબાઈ આધમ (ઉ.વ. 76) તે ઓઢેજા તારમામદના માતા,ઓઢેજા રફીક ગફુરના દાદી, ઓઢેજા હાજી અબ્દુલ્લા (માંડવી), ઓઢેજા હાસમ (પત્રી)ના
કાકી તા. 4-9-2026ના
અવસાન પામ્યા છે. જિયારત તા. 7-9-2026ના
સોમવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, ગુંદાલા ખાતે.
દુર્ગાપુર (તા. માંડવી) : ગોમતીબેન ધોળુ (ઉ.વ. 98) તે સ્વ. પ્રેમજી નાનજી ધોળુના
પત્ની, સ્વ. નાનજી વિરજી ધોળુના પુત્રવધૂ, સ્વ. રવજી કેશરા સેંઘાણી (મેરાઉ)ના પુત્રી, સ્વ. જીવાબેન
દેવજી, સ્વ. જશુબેન વિશ્રામના દેરાણી, સ્વ.
વાલુબેન લધાભાઈ, સ્વ. સવિતાબેન શિવગણના જેઠાણી, સ્વ. જશુબેન
કરમશી રૂડાણી, સ્વ. કુંવરબેન પચાણ સેંઘાણીના ભાભી, દામજી, કાંતિલાલ, સ્વ. કલ્યાણજી,
લખમશી, મોહનલાલ, જયંતિલાલ,
પાનુબેન ડાહ્યાલાલ ભીમાણી, ગંગા દિનેશ છાભૈયા,
જમના ગંગારામ લિંબાણીના માતા, વનિતા, શારદા, વશીલા, દર્શના, જિજ્ઞાસા, જ્યોત્સ્નાના સાસુ, પંકજ,
હાર્દિક, નકુલ, ભાવિક,
કરન, કુલદીપ,નર્મદા,
સરસ્વતી, જયશ્રી, નયના,
નીતા, ભાવિની, જિજ્ઞા,
ડિમ્પી, ફુલવા, નિયાના દાદી,
શ્વેતા, પ્રિયંકા, માનસી,
પૂજા, ઈશિતાના દાદીસાસુ, શુભ, હિતાંશી, ઓનિશ, શનાયા, લક્ષ્ય, કવિશાના પડદાદી
તા. 3-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 6-9-2026ના રવિવારે સવારે 8થી 12 લક્ષ્મીનારાયણ સમાજવાડી, પાટીદાર ભવન, દુર્ગાપુર (તા. માંડવી) ખાતે.
પીપરી (તા. માંડવી) : સંગાર કરશનભાઇ મંગલભાઇ ચંદ્રોગા (ઉ.વ.
54) તે સ્વ. હીરબાઈ મંગલ નથુના
પુત્ર, ગાંગબાઇ, રાણબાઇ જખુભાઇ,
ધનબાઇ, રામજીભાઇ વેલા, મેગબાઇ,
સ્વ. ઝવેર, સ્વ. હાસબાઇ પાંચાના ભાઇ, અંજલિ, મનીષ, વિદ્યાના પિતા,
બુધીયા કારા (વાંઢ)ના જમાઇ, મંયક, તેજસ્વીના દાદા અવસાન પામ્યા છે. સાદડી તા. 5, 6, 7-9-2026 (ત્રણ દિવસ) નિવાસસ્થાને
પીપરી ખાતે.
રાયણ મોટી (તા. માંડવી) : અબડા હાજિયાણી અમીનાબાઇ હાજી જુસબ
(ઉ.વ. 85) તે ફકીરમામદના માતા, મો. ફૈઝલ, મો. ફૈઝાનના
દાદી, હાજી અબુબકર જુણેજા (દહીંસરા), મ.
સાલેમામદ જુણેજા (રાજડા)ના બહેન, અઝીઝ થેબા (દહીંસરા),
મુસ્તાક કુરેશી (મુંદરા)ના સાસુ તા. 4-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 6-9-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાને ભુખારી નગર, મોટી રાયણ ખાતે.
રવાપર (તા. નખત્રાણા) : કુંભાર લતીફ આમદ (ઉ.વ. 77) તે કુંભાર સિધીક (દરજી)ના પિતા, કુંભાર રાશેદિન (લક્કી ફૈસન), સાનિયા, માહિનના દાદા, કુંભાર હનિફાબાઇ
ઉમર (ભુજ), કુંભાર શેરબાનુ હારૂન (નેત્રા), કુંભાર મરીયાબાઇ ઉમર (મથલ), કુંભાર જેનાબાઇ, ઇશાક (માતાના મઢ)ના પિતા, મ. ઇબ્રાહિમ આમદ, મ. અલીમામદ આમદ, મ. હુસેન આમદ, મ. જુણસ આમદના ભાઇ, મ. અબ્દુલ્લા ઇલીયાસ (નેત્રા),
મ. અલીમામદ ઇલીયાસ (નેત્રા)ના
બનેવી તા. 3-9-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-9-2026ના રવિવારે સવારે 10થી 11 કુંભાર સિધીક
લતીફના નિવાસસ્થાને આશાપુરા કોમ્પલેક્ષ પાછળ, રવાપર ખાતે.
નિરોણા (તા. નખત્રાણા) : ભાનુશાલી નયનાબેન પરેશ જિતેન્દ્ર ગજરા
(ઉ.વ. 47) તે પરેશ જિતેન્દ્ર નેણશી ગજરાના પત્ની,
ગં.સ્વ. જમનાબેન જિતેન્દ્રના પુત્રવધૂ, દર્શન,
મિતેષના માતા, હિંમત, મહેશના
ભાભી, સ્વ. ચંદુલાલ મૂરજી માવ (મોટી મઉં હાલે મુંબઈ)ના પુત્રી,
કીર્તિ, નીતિન, વિજય,
મુકેશ, ધર્મેશના બહેન તા. 4-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 6-9-2026ના સોમવારે સવારે 9થી 1 નિવાસસ્થાન નિરોણા ખાતે.
કોટડા-જ. (તા. નખત્રાણા) : નર્મદાબેન ગોપાલભાઇ નાકરાણી (ઉ.વ.
81) તે ગોપાલભાઇ કરમશીના પત્ની, નવીનભાઇ, પ્રેમિલાબેન
(નખત્રાણા), નયનાબેન (બેંગ્લોર)ના માતા, વર્ષાબેનના સાસુ, યશ, અંશિકાના
દાદી, બાબુલાલભાઇ (બી.કે.)ના ભાભી, ભાનુબેનના
જેઠાણી તા. 4-9-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 6 અને 7-9-2026 (બે દિવસ) સવારે 8.30થી 10.30, બપોરે 3.30થી 5.30 નિવાસસ્થાન મેઇન બજાર, કોટડા (જ.) ખાતે.
કોટડા-રોહા (તા. નખત્રાણા) : ભચુબાઇ મીઠુભાઇ વિગોરા (મહેશ્વરી)
(ઉ.વ. 62) તે મીઠુભાઇ ખમુભાઇ વિગોરાના
પત્ની, ધનાબેન, દિનેશ,
સોનબાઇ, નીતિનના માતા, શાંતાબેન,
વિજયાબેનના સાસુ, સંધ્યા, રાધે, કાવ્યા, વિવાનના દાદી,
સ્વ. રામજી, દામજીના ભાભી, સ્વ. કાનબાઇ રામજી મેઘા પાયણ (વિરાણી-ગઢશીશા)ના પુત્રી, ગાભાભાઇ, ખીમજીભાઇ, દિનેશ,
રતનબેન, પદમાબેનના બહેન તા. 5-9-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
(ધાર્મિકવિધિ) તા. 6-9-2026ના
ઘડાઢોળ અને પાણી નિવાસસ્થાન હમીરપર વાસ, કોટડા (રોહા) ખાતે.
જખૌ-બેલા (તા. અબડાસા) : જાડેજા દેશરજી (દાદુભા) ગોપાલજી (ઉ.વ.
77) તે જાડેજા રાણુભા (લેવા પટેલ
હોસ્પિટલ)ના પિતા, જાડેજા પ્રવીણાસિંહ, માધુભા, હેમુભાના કાકા, દિવ્યરાજાસિંહ,
જયરાજાસિંહ, જુવાનાસિંહ, નરેન્દ્રાસિંહ, મહોબ્બતાસિંહ, પ્રદીપાસિંહના
દાદા, યજ્ઞદીપાસિંહ, પૂર્વરાજાસિંહના પરદાદા,
સોઢા દલપતાસિંહ પ્રેમાસિંહ (ચંદ્રનગર)ના સસરા તા. 5-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાને જખૌ ખાતે તથા બારસ ઉત્તરક્રિયા તા. 15-9-2026ના.
મુંબઈ : કચ્છી ભાટિયા ભૂપેન્દ્ર સંપટ (ઉ.વ. 77) તે સદગુણવંતી (નંદુબેન) સુંદરદાસ
(ઓખોભા) સંપટના પુત્ર, કલ્પનાના પતિ,
હેમેનના પિતા, સ્વ. સુરેન્દ્ર (જનક), ગં.સ્વ. દમયંતી હંસરાજ બાજરીયા (ઇન્દુબેન), સ્વ. કિશોર,
ભા. મહેશના ભાઈ તા. 3-9-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક પ્રથા બંધ છે.)
મુંબઇ : મૂળ લખપતના શંભુલાલ (જેષ્ઠારામ) (ઉ.વ. 84) તે સ્વ. આણંદબાઇ દેવજી રાયકંગોરના
પુત્ર, સ્વ. વિમળાબેનના પતિ, સ્વ. દેવકાબેન જેરામ આશાણી (બારૂ) (કોટડા-જ.)ના જમાઇ, જયેશ, હિતેષ, હેમંત, ગં.સ્વ. કીર્તિકા ભરતકુમાર રૂપારેલના પિતા, ઠાકરશી,
સ્વ. ત્રિકમજી, સ્વ. કનૈયાલાલ, સ્વ. શાંતાબેન, સ્વ. ગંગાબેન, સ્વ.
નર્મદાબેનના ભાઇ, વંદના, દક્ષા,
અલ્પા, સ્વ. ભરતકુમાર દિનેશ રૂપારેલના સસરા,
જયાબેનના દિયર, ગં.સ્વ. સુશીલાબેન, ગં.સ્વ. હેમાબેનના જેઠ, સ્વ. માધવજી, સ્વ. રમણીકલાલ, સ્વ. મંગલદાસ, સ્વ.
ભાગીરથીબેન, ગં.સ્વ. સાવિત્રીબેન, સ્વ.
લક્ષ્મીબેન, ગં.સ્વ. કમળાબેનના બનેવી, શૈલી,
વૈભવી, પ્રણાલી, જીત,
નિયતિના દાદા, હેત્વી, વેદના
નાના, હરેશ, મનીષ, સમીર, જિગર, ફાલ્ગુની, પ્રજ્ઞા સંજયકુમાર, હેતલ નિકુંજકુમારના કાકા તા. 3-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 6-9-2026ના રવિવારે સાંજે 5થી 6.30 યોગી હીલ ક્લબ હાઉસ (બેડમિન્ટન કોર્ટ), યોગી હીલ, મુલુંડ (વે.)
ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)