• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : આદિલ મહેમૂદભાઇ ખત્રી (છાપીવાળા) (ઉ.વ. 42) તે મ. મહેમૂદભાઇના પુત્ર, ઇસ્માઇલ ઉસ્માનભાઇ (આધોઇ)ના જમાઇ, હાજી ઇસ્માઇલભાઇ (છાપીવાળા), મ. અબ્બાસભાઇ, હનીફભાઇ, ફારુકભાઇ, અફઝલભાઇ, સમદભાઇ (છાપીવાળા)ના ભત્રીજા તા. 2-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-9-2026ના શુક્રવારે સવારે 10થી 11 ચાકી જમાતખાના, મહેંદી કોલોની, યુસુફશા ભાવનશા રોડ, ભુજ ખાતે.

ભુજ : મેમણ અ.શકુર રાવાલા (ઉ.વ. 82) તે મ. ઇબ્રાહિમ રાવાલાના પુત્ર, મ. અ.સમદ, મામદ રાવાલાના ભાઈ, રસીદ, બાસિદના પિતા, બસીર સીધિક (કોડાય)ના સસરા, આદિલ અને મોહમ્મદના દાદા, સોહેબ (કોડાય)ના નાના તા. 2-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-9-2026ના શનિવારે (ભાઇઓ-બહેનો માટે) સવારે 10થી 11 ચાકી જમાતખાના, મહેંદી કોલોની, ભુજ ખાતે.

ભુજ : ભાવનાબેન સુરેશભાઇ ઠક્કર (આચાર્ય) (ઉ.વ. 57) તે સુરેશભાઇ મણિલાલભાઇ ઠક્કરના પત્ની, સ્વ. શાંતાબેન મણિલાલભાઇ ઠક્કરના પુત્રવધૂ, જમનાબેન કલ્યાણજીભાઇ તન્નાના પુત્રી, એકતા, રિદ્ધિ, વત્સલના માતા, મીનાબેન ભોગીલાલ ઠક્કર (આચાર્ય), મંજુલાબેન આત્મારામભાઇના દેરાણી, શૈલ દેવેન્દ્રભાઇ કતિરા, શિવમ પરાગભાઇ ઠક્કરના સાસુ, હંસાબેન જશવંતલાલ રાજદે, વિજયાબેન મનુલાલ મિરાણી, જયાબેન જગદીશકુમાર કાથરાણી, જયશ્રીબેન મહેશભાઇ કોટેચાના ભાભી, સ્વ. ચંદુભાઇ, સતીશભાઇ, ગિરીશભાઇ, સ્વ. ભરતભાઇ (રાધનપુર)ના બહેન તા. 3-9-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 4-9-2026ના શુક્રવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન મકાન નં. 26/27, ઘનશ્યામ નિવાસ, ભાનુશાલી નગરથી લોહાણા સ્મશાન ગૃહ જશે.

ભુજ : કુંભાર મોહમ્મદ ઝૈદ યાકુબ (ઉ.વ. 16) તે યાકુબ અદ્રેમાનના પુત્ર, આમદ ઇસ્માઇલ, આદમ અદ્રેમાનના ભત્રીજા, અફશીલ, આફરીન, અનીશ, યાશીરના ભાઇ તા. 3-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-9-2026 શનિવારે સવારે 10 વાગ્યે કુંભાર જમાતખાના, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ ભદ્રેશ્વરના નરેશકુમાર ચોથાણી (ઉ.વ. 65) (ગાંધીધામ લોહાણા મહાજન) તે સ્વ. ગોદાવરીબેન ગોપાલજી પ્રાગજી ચોથાણીના પુત્ર, કાંતિલાલ ગોપાલજી ચોથાણીના નાના ભાઈ તા. 2-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-9-2026ના રવિવારે લોહાણા નૂતન સમાજવાડી, ભારતનગર, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : હરિકિશન ભગવાનદાસ જ્ઞાનચંદાની (નિવૃત્ત વેસ્ટર્ન રેલવે-ગાંધીધામ) (ઉ. 71) તે સ્વ. ભગવાનદાસ જ્ઞાનચંદાની તથા સ્વ. જશોદા જ્ઞાનચંદાનીના પુત્ર, સ્વ. નીતા એચ. જ્ઞાનચંદાનીના પતિ, મીનાક્ષી (સોનુ) કોરવાણી, રોમા (મોનું) રાજનાની, સંજય જ્ઞાનચંદાનીના પિતા, સ્વ. પરમાનંદ બી. જ્ઞાનચંદાની, રાજકુમાર જ્ઞાનચંદાની, સતીશ જ્ઞાનચંદાનીના ભાઈ, નિરજ (શીરુ) જ્ઞાનચંદાની, દીપક જ્ઞાનચંદાનીના કાકા તા. 3-9-2026ના અવસાન  પામ્યા છે. અંતિમયાત્રા તા. 4-9-2026ના શુક્રવારે સવારે 10.30 વાગ્યે આદિપુર અંતરજાળ સ્મશાનગૃહ ખાતે. નિવાસસ્થાન : 75/86/7, રાજવી રેસિડેન્સી, એરપોર્ટ નજીક, વરસામેડી, ગાંધીધામ.

અંજાર : બાયડ ફિરોજ અબ્દુલ્લા (ઉ.વ. 51) તે અબ્દુલ્લા સિદ્ધિક બાયડના પુત્ર, મ. સિદ્ધિક આરબ બાયડનાના પૌત્ર, મ. હુશેન સિદ્ધિક, મ. સુલેમાન સિદ્ધિક, મ. આધમ સિદ્ધિક, લિયાકત સિદ્ધિકના ભત્રીજા, સરફરાજ, મજીદના ભાઈ, રફિક, રઝઝાક, અકરમ, સિકંદરના કાકાઈ ભાઈ, બાયડ ફરદીનના પિતા, અરમાન, અરહામના મોટાબાપા, મજીદ, ઈભ્રાહીમના સાળા, સોહિલ, રિજવાનના મામા, મકવાણા આમદ ઈશાક (ભુજ)ના જમાઈ, રજાક આમદ મકવાણા (ભુજ)ના બનેવી તા. 2-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-9-2026ના શનિવારે સવારે 10થી 11 ભાઈઓ માટે હાજીપીર મસ્જિદ, દેવડિયા નાકા, અંજાર ખાતે તથા બહેનો માટે નિવાસસ્થાન બાયડ ફળિયા, દેવડિયા નાકા, અંજાર ખાતે.

આદિપુર : રતિલાલ દલુભાઈ મકવાણા (ઉ.વ. 89) તે હર્ષાબેન પ્રકાશ ઝાલા, હરીશ, ગૌતમના પિતા, સ્વ. લાલજીભાઇ, સ્વ. મનસુખભાઇ, મંજુલા છોટાલાલ ચૌહાણ, દિવાળીબેન ડાભી (ભુજ)ના ભાઈ, પ્રકાશ રતિલાલ ઝાલા, છાયાબેન, જયશ્રીબેનના સસરારાજ, પાર્થના દાદા, આનંદ પી. ઝાલા, સુમન ભાવિક ચૌહાણ, વિક્રમ કિશોર ઝાલાના નાના, મૃદુલા, રાખી અજય વાઢેર, પૂર્ણા, નંદિનીના મોટાબાપા, ડો. જિજ્ઞા, મૃણાલી, નિશાના મામા  તા. 3-9-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 4-9-2026ના શુક્રવારે સવારે 10.30 વાગ્યે નિવાસસ્થાન એસસીએક્સ 85, નવી પંદર વાડી, આદિપુરથી અંતરજાળ સોનાપુરી સ્મશાન માટે નીકળશે. બેસણું (ભાઇઓ-બહેનો માટે) તા. 5-9-2026ના સાંજે 5થી 6 મૈત્રી  સ્કૂલ ડોમ, મૈત્રી રોડ, આદિપુર ખાતે.

માંડવી : વિજયભાઈ આસોડિયા (ચક્કીવાળા) (ઉ.વ. 66) તે સ્વ. રંભાબેન મૂળજીભાઈ આસોડિયાના પુત્ર, ગં.સ્વ. પ્રીતિબેનના પતિ, હંસાબેન સુરેશભાઈ પઢારિયા (મોરબી)ના જમાઈ, રમેશભાઈ, સ્વ. અરાવિંદભાઈ, સ્વ. કીર્તિભાઈ, સ્વ. ભરતભાઈ, સ્વ. સંજયભાઈ, વિનયભાઈ, ગં.સ્વ. હેમલતાબેન ઈશ્વરભાઈ પંચાલ (વડોદરા), ભાવનાબેન નરેન્દ્રકુમાર સિધ્ધપુરા (ભુજ)ના ભાઈ, ગીતાબેન, સ્વ. શાંતાબેન, ગં.સ્વ. ભાનુબેન, સ્વ. સુલોચનાબેનના દિયર, જોશીકાબેનના જેઠ, માનસી, મંથનના પિતા, અજય, કમલ, નિર્મલ, સ્વ. જિગર, હેમેન, દીપ, ઓમ, કિશન, ચાંદની, રોશની, ભાવિકા, ફોરમ, નિધિના કાકા, મિત્તલબેન, લીનાબેન, હિરલબેન, કવિતાબેન, ખુશ્બૂબેનના કાકાજી સસરા, નીલેશ, શૈલેશ, સ્વ. રિન્કુ, વર્ષા, મીત, જીતના મામા, ઝીઆ, દેવમ, ક્રિષા, મૂર્તિ, નંદિકા, ક્રિશિવ, વીર, રામન, ક્રિષ્નના દાદા તા. 2-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-9-2026ના શુક્રવારે સાંજે 4થી 5 સત્સંગ આશ્રમ, નાના તળાવ પાસે, માંડવી ખાતે.

માંડવી : રાધાબેન શામજીભાઇ ઝાલા (ઉ.વ. 80) તે કમળાબેન પ્રવીણભાઇ કષ્ટા, વિજયભાઇ (રોમીકૃપાવાળા)ના માતા, કાનજી ભાણજી શિયાળવાલાના પુત્રી તા. 3-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-9-2026ના શનિવારે સાંજે 4થી 5 રામેશ્વર વાડી, માંડવી ખાતે.

નખત્રાણા : કડવા પાટીદાર રામજીભાઇ (બચુભાઇ) હીરજીભાઇ નાથાણી (ઉ.વ. 83) (શિવજી રામજી એન્ડ કું.વાળા) તે સ્વ. ડાઇબેનના પતિ, સ્વ. મંગળાબેન (ભીવંડી), સ્વ. દિનેશભાઇ, લીલાબેન (વડોદરા), ઉર્મિલાબેન (દિલ્હી)ના પિતા, ધનજીભાઇના મોટા ભાઇ, જયાબેનના સસરા, નેહલબેન (ભુજ), મયૂરીબેન (દેવપર યક્ષ), જિગર, ત્રિલોકના દાદા, સ્વ. અબજી જીવરાજ તેજાણી (મોટી વિરાણી)ના જમાઇ તા. 2-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 5-9-2026ના શનિવારે બપોરે 3.30થી 5 સત્યનારાયણ પાટીદાર સમાજવાડી, મધ્ય વિભાગ, જૂનાવાસ, નખત્રાણા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ લોરિયાના પુંજાલાલ ગોપાલજી જેરામ ભદ્રા (ભાનુશાલી) (ઉ.વ. 89) તે ગોપાલજી જેરામ ભદ્રાના પુત્ર, અશોક, ધનજી, લખમશી, ચંપાબેનના ભાઈ, પ્રવીણ, જગદીશ, કિશોર, સુરેશ, હસ્તાબેન, વિનોદના પિતા, સ્વ. પ્રાગજી વેલજી નંદાના જમાઈ તા. 3-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-9-2026ના સાંજે 4થી 5 યક્ષ મંદિર વાડી, માધાપર ખાતે.

મિરજાપર (તા. ભુજ) : મૂળ વિંગડિયાના રુક્ષ્મણિબેન રોહડિયા (ગઢવી) (ઉ.વ. 85) તે સ્વ. વાલજીભાઈ હાજાભાઈ રોહડિયા (ગઢવી)ના પત્ની, અશોકદાન, પ્રવીણાબેન જિતેન્દ્રભાઈ ગઢવીના માતા, સ્વ. નરેન્દ્રભાઈ, હસમુખભાઈ, વિનુભાઈના કાકી, સ્વ. ચતુરદાન દેવીદાન ગઢવીના પુત્રી, સ્વ. ખેતદાન ગઢવી, સ્વ. આવડદાન ગઢવી, સ્વ. બાઇબાબેન (મોરજર), સ્વ. મનુબેન, સ્વ. નર્મદાબેન (જામથડા)ના બહેન, ઇન્દ્રજિત અશોકદાન, કવલજિત અશોકદાનના દાદી, જિગરદાન જિતેન્દ્ર ગઢવી (અંજાર)ના નાની તા. 3-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી  તા. 5-9-2026થી તા. 7-9-2026 સુધી નિવાસસ્થાન પોલીસ ચોકીની પાછળ, હનુમાન મંદિર, મિરજાપર ખાતે.

સુખપર (તા. ભુજ) : મૂળ નખત્રાણાના ચંદુલાલ માવજી લિંબાણી (ઉ.વ. 74) તે હંસાબેનના પતિ, હર્ષદભાઈ, ગૌતમભાઈ, મનીષાબેન રમેશ રૂડાણીના પિતા, જયાબેન, સોનાલીબેનના સસરા, પુષ્પાબેન, વિમળાબેનના ભાઈ, જીત, હર્ષવી, દિશા, કુશાના દાદા તા. 3-9-2026ના અવસાન પામ્યા  છે. સાદડી તા. 7-9-2026ના સોમવારે સવારે 9થી 11 હર્ષદભાઈના નિવાસસ્થાને સુખપર ખાતે.

સુમરાસર-જતવાળી (તા. ભુજ) : જત ઓસમાણ હાજીઇસ્માઇલ (ઉ.વ. 45) તે સિકંદર, સુલતાનના પિતા, હાસમ હાજીઇસ્માઇલ, મુબારક હાજીઇસ્માઇલના ભાઇ, જુમા અલી, ઇબ્રાહિમ અલીના કાકાઇ ભાઇ, ઇબ્રાહિમ સુલેમાનના મામાઇ ભાઇ, ઇશાક જુમા (પ્રમુખ), ઉમર, જાકબ, ફકીરમામદના કાકા તા. 3-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-9-2026ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાને સુમરાસર-જતવાળી ખાતે.

મકડા (તા. માંડવી) : રામબા દીપસંગજી ચાવડા (ઉ.વ. 100) તે સ્વ. લાધુભા, માલુભા, હઠીસંગજી, ટપુભા, શિવુભા, ગજરાબા (કિડાણા)ના માતા, ચંદુભા, જયેન્દ્રસિંહ, જિગરસિંહ, ભરતસિંહ, રાજવીરસિંહના દાદી, સ્વ. ભીમજી નોઘુભા જાડેજા (કોટડા-રોહા)ના બહેન અવસાન પામ્યા છે. સાદડી રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, મકડા ખાતે. ઘડાઢોળ તા. 13-9-2026ના રવિવારે નિવાસસ્થાને.

મોટા ભાડિયા (તા. માંડવી) : હરજીભાઈ જીવણભાઈ ગઢવી (મૌવર) (ઉ.વ. 57) તે સ્વ. જીવણભાઈ મંગાભાઈના પુત્ર, ખીમશ્રીના પતિ, રામ, ગાવિંદના પિતા, શવરાજ જીવણ, સામત જીવણ, વાલજી જીવણ, સ્વ. દેવાંધ જીવણ, સ્વ. પુરબાઈ દેવરાજ અભાણી (મોટા કરોડિયા), રાજબાઈ જીવણ, ભાણબાઈ નાગશી સુમણિયા (વડાલા)ના ભાઈ, નારાણ સામત, પુનશી સામતના કાકાઈ ભાઈ, લખમણ શવરાજ, જીવરાજ વાલજી, ડાયાભાઈ સામતના કાકા તા. 3-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી બિલેશ્વર મહાદેવ મંદિર વાડી વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને તેમજ ધાર્મિકક્રિયા (પાણી) તા. 13-9-2026ના રવિવારે.

રવાપર (તા. નખત્રાણા) : મારૂ કંસારા સોની (મૈચા) ગૌરીબેન (ઉ.વ. 87) તે સ્વ. અમૃતલાલ રણછોડદાસના પત્ની, મનસુખલાલના માતા, અન્સોયાબેનના સાસુ, નિશા, કેતન, ભાવિકા, બ્રિજેશના દાદી, ઇશિકાના પરદાદી, બ્રિંદા, જેનિલ, ધ્રુવના પરનાની, સંજયકુમાર (ગાંધીધામ), નીતિનકુમાર (અમદાવાદ), અનિતાના દાદીસાસુ, પનુલાલ ભલુભાઇ બુદ્ધભટ્ટીના પુત્રી તા. 3-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-9-2026ના શનિવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, રવાપર ખાતે.`

ઉમરસર (તા. લખપત) : જાડેજા ઉમરાજી રાણાજી તે રાણાજી નારણજી જાડેજાના પુત્ર, દેશરજી નારાણજી, વિરમજી તેજમાલજીના ભત્રીજા, ગનુભા રાણાજી જાડેજા, સરૂપાજી દેશરજી જાડેજા, ખેતુભા દેશરજી જાડેજા, દિલીપસિંહ વિરમજી જાડેજાના ભાઇ, રૂતુરાજસિંહ જાડેજાના પિતા તા. 2-9-2026ના અવસાન પામ્યા છે. આગરી રાત તા. 11-9-2026ના તેમજ ઘડાઢોળ તા. 12-9-2026ના. 

Panchang

dd