• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

મુંદ્રા પોર્ટ એન્ડ સેઝમાં અલાયદા કન્ટેનર યાર્ડનું નિર્માણ

મુન્દ્રાતા 5 : નાણા વર્ષ 26 સુધીમાં ભારતના કન્ટેનર બજારનો 45.5 ટકા  હિસ્સો ધરાવતી ભારતની સૌથી વિરાટ સંકલિત પરિવહન કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. એ  દેશના કન્ટેનર વેપારના લગભગ 35 ટકા  હિસ્સાનું સંચાલન કરી ભારતનું સૌથી મોટું કન્ટેનર-હેન્ડાલિંગ બંદર બની રહ્યું છે.  ભારતની આયાત-નિકાસ સપ્લાય ચેઇનને ટેકો આપવામાં મુન્દ્રા ખાતેના ખાલી કન્ટેનરના વાર્ષિક આશરે 1.6 મિલિયન ટીઈયુના સંચાલન સાથે મુંદ્રા પોર્ટ મહત્વની ભૂમિકા અદા કરે છે. 2031ના તેના મહત્વાકાંક્ષી રોડમેપના ભાગ રૂપે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. તેના નેટવર્કની ક્ષમતાના વિસ્તરણ માટે ઉત્તરોત્તર નોંધપાત્ર રોકાણ કરી રહ્યું છે, આ વૃદ્ધિમાં મુન્દ્રા શિરમોર સ્થાને છે. આગામી પાંચ વર્ષમાં કંપનીનો ઇરાદો 6 મિલિયન ટીઈયુથી વધુ કન્ટેનર હેન્ડાલિંગ ક્ષમતા ઉમેરવાનો  છે. આ મકસદની પરીપૂર્તિને મજબૂત આધાર આપવાના ભાગરુપે એપીએસઈઝેડ મુન્દ્રામાં એક સમર્પિત - અલાયદું કન્ટેનર યાર્ડ શરૂ કરી રહ્યું છે. જેમાં સંકલિત વેરહાઉસિંગ ખાલી કન્ટેનરની લાઇફ સાયકલમાં નિકાસકારો અને કન્ટેનર ફ્રેટ સ્ટેશનને સંગ્રહ, જાળવણી, નિરીક્ષણ તેમજ હેરફેરની એન્ડ-ટુ-એન્ડ અવિરત સેવાઓ પૂરી પાડવા જેવી કામગીરીનો સમાવેશ થાય છે. - કસ્ટમ્સ, શાપિંગ લાઇન્સ, ટર્મિનલ ઓપરેટરો અને ટ્રાન્સપોર્ટર્સ વચ્ચેનું સંકલન પણ સુદ્રઢ બનશે : મુન્દ્રા, તા 5 : કંપનીના પૂર્ણકાલિન ડિરેક્ટર અને સી.ઇ.ઓ અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું. કે એપીએસઈઝેડ અને અથવા સીએફએસ અને શાપિંગ લાઇન્સ સહિતના હિસ્સેદારો દ્વારા સંચાલિત મુન્દ્રામાં  સમર્પિત ખાલી કન્ટેનર યાર્ડ ટર્નએરાઉન્ડ સમયને ઝડપથી સક્ષમ કરી કન્ટેનરની બિનજરૂરી હેરફેર ઘટાડી લોજાસ્ટિક્સ ખર્ચ મહત્તમ ઓછો થાય તે રીતે કન્ટેનર ઇકોસિસ્ટમમાં કાર્યક્ષમતા વધારશે. તેમણે ઉમેર્યું હતું કે ભારતના વેપાર માળખાને સક્ષમ અને મજબૂત બનાવી વિકસિત ભારતના વિઝનને ટેકો આપવા માટે એપીએસઈઝેડ પ્રતિબદ્ધ છે. એપીએસઈઝેડની આ પહેલ એ  કાર્યક્ષમ અને ટેકનોલોજીથી સજ્જ મજબૂત લોજાસ્ટિક્સ સિસ્ટમ્સ વિકસાવવા અને વ્યવસાય કરવાની સરળતામાં સુધારો લાવવાના સરકારના લક્ષ્ય સાથે સુસંગત છે. મુન્દ્રા પોર્ટ અને સેઝમાં  ખાલી કન્ટેનરના કામકાજ સંબંધી સેવાઓ શરુ થવાથી કસ્ટમ્સ સત્તાવાળાઓ, શાપિંગ લાઇન્સ, ટર્મિનલ ઓપરેટરો અને ટ્રાન્સપોર્ટર્સ વચ્ચેના સંકલનને પણ સુદ્રઢ અને સંગીન બનાવશે. 

Panchang

dd