• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

મીડિયાની વિશ્વસનીયતા ઘટી : ગડકરી

નવી દિલ્હી, તા. 5 : વધુ એક ચર્ચા જગાવનાર નિવેદનમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, મીડિયાના ક્ષેત્રમાં વિશ્વસનીયતાનું સંકટ સૌથી મોટી સમસ્યા છે. તેમણે મીડિયાને પોતાની વિશ્વસનીયતા ફરી સ્થાપિત કરવાની અપીલ કરી હતી. આઈઆઈએમ નાગપુરમાં મીડિયા કોન્ક્લેવને સંબોધતાં ગડકરી બોલ્યા હતા કે, લોકતંત્રની પ્રગતિ માટે સ્વતંત્ર- નિષ્પક્ષ ન્યાયતંત્રની જેમ જ સ્વતંત્ર-નિષ્પક્ષ મીડિયા પણ જરૂરી છે. જો કે, કેસરિયા પક્ષના કદાવર નેતાએ એવું પણ જણાવ્યું હતું કે, તમામ મીડિયા સંસ્થાનોએ પોતાની વિશ્વસનીયતા ખોઈ નથી. એક અન્ય ધ્યાન ખેંચે તેવી ટિપ્પણીમાં ગડકરીએ કહ્યંy હતું કે, એક સમય હતો જ્યારે અખબાર અને મીડિયા સંસ્થાનો કહ્યા કરતા હતા કે, મીડિયા જ નક્કી કરશે કે ચૂંટણી કોન જીતશે. પરંતુ હવે સોશિયલ મીડિયાએ આ દિશા બદલાવી નાખી છે. સમય બદલાયો છે, ત્યારે મીડિયા ફરી ભરોસો ઊભો કરે, તે જરૂરી છે, તેવું તેમણે ઉમેર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક મુદ્દાઓ પર લોકોમાં જાગૃતિ વધારવાની પણ વાત કરી હતી. 

Panchang

dd