• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

સાત્વિક-ચિરાગ આઇના ઓપનની ફાઇનલમાં

શેનઝેન, તા. 5 : ઇન્ડિયન મેન્સ ડબલ્સની જોડી સાત્ત્વિક સાઇરાજ રન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ મલેશિયાના નૂર મોહમ્મદ અઝરીયન અયુબ અને ટાન વી કીઓન્ગની સામે પોતાની કુનેહ અને ચતુરાઇભરી રમત રમી શનિવારે સિઝનનો બીજો ખિતાબ મેળવવા તરફ એક ડગ આગળ માંડયું હતું અને ત્રીજી ચાઇના માસ્ટરની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 2023 અને 2025 જેઓ રનર્સઅપ રહ્યા હતા. એ સાત્ત્વિક અને ચિરાગ બીજી ગેમમાં 21-15, 18-21, 21-11 સાથે દુનિયામાં 29મા નંબરે રહેલા મલેશિયન સામે એક કલાક અને 05 મિનિટ રમતમાં જીત મેળવી હતી. મલેશિયાના ટી કાઇ વુન અને યેપ રોય કિંગ તથા ચીનના હી જી ટીંગ અને રન ઝિયાંજની બીજી સેમિ ફાઇનલની વિજેતા જોડી સામે ફાઇનલમાં ભારતીયો ટકરાશે. ભારતીયોએ અગાઉ નુર અને ટાનને  2024માં થાઇલેન્ડ ઓપનમાં અને 2025માં મલેશિયન ઓપનમાં પરાજિત કર્યા હતા. 

Panchang

dd