• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

જંગીમાં સામાન્ય બાબતે પાંચ જણનો યુવાન ઉપર હુમલો

ગાંધીધામ, તા. 5 : ભચાઉ તાલુકાના જંગી સીમમાં સામાન્ય બાબતે  પાંચ જણે યુવાન ઉપર લાકડીઓ વડે હુમલો કર્યો  હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. જંગી ગામની આથમણી સીમમાં ભીમાસર તળાવડીની બાજુમાં આવેલાં ફરિયાદી  જયેશભાઈ રવજીભાઈ કોલીનાં ખેતરમાં ગત તા. 3/9ના સાંજે 6.30થી 8 વાગ્યા સુધીના અરસામાં  બન્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઉશ્કેરાયેલા આરોપી ધોધાભાઈ વરજાંગભાઈ રબારી, ભીમાભાઈ હરભમભાઈ રબારી, રામાભાઈ ધોધાભાઈ રબારી, નારણભાઈ વરજાંગભાઈ રબારી, માલાભાઈ કુંભાભાઈ રબારીએ ફરિયાદી યુવાન ઉપર લાકડી  વડે હુમલો કરતાં તેમને ગંભીરથી ભારે ઈજા પહોંચી હતી. ફરિયાદીના  ખેતરમાં ઘેટાં-બકરાં પ્રવેશ મુદ્દે આ બબાલ થઈ હોવાનું પોલીસે ઉમેર્યું હતું.  

Panchang

dd