• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

ફરી સુભાષ ચંદ્રા પર સીબીઆઇનો સકંજો

નવી દિલ્હી, તા. 5 : ઝી-ગ્રુપના સ્થાપક સુભાષ ચંદ્રા પર ફરી સીબીઆઇએ સકંજો કસ્યો છે. એજન્સીએ 1322 કરોડથી વધુની છેતરપિંડીના મામલામાં ચંદ્રા સહિત ચાર લોકો સામે એફઆઇઆર નોંધી હતી. એલઆઇસી હાઉસિંગ ફાયનાન્સ લિ.ની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરાઇ છે. ફરિયાદમાં આરોપ છે કે, એસ્સેલ ગ્રુપના અધ્યક્ષ સુભાષ ચંદ્રાએ બોગસ નેટવર્થ પ્રમાણપત્ર જમા કરીને પોતાની કંપનીઓ માટે લોન લીધી હતી. ચંદ્રા ઉપરાંત, પંકજ સુરોલિયા, અમિશ પંડયા અને રાજીવ ઢોલિકિયા વિરુદ્ધ કેસ નોંધાયો હતો. આ ચારેય પર 2018થી 2026 વચ્ચે છેતરપિંડી કરવાનો આરોપ છે. એલઆઇસીનો આરોપ છે કે, સુભાષ ચંદ્રાએ 2018માં મેસર્સ વસંત સાગર પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય કંપનીઓ માટે લોન લીધી હતી. લોન મંજૂર કરાવવા માટે જમા કરાવેલા નેટવર્થ પ્રમાણપત્રમાં ચંદ્રાએ તેમની કુલ વ્યક્તિગત સંપત્તિ 59,113 કરોડ રૂપિયા બતાવી હતી. એસ્સેલ જૂથની કંપનીઓ લોન ભરી ન શકતાં સુભાષ ચંદ્રા વિરુદ્ધ દેવાળિયાં ઘોષિત કરવાની કાર્યવાહી શરૂ કરાઇ હતી. આ કાર્યવાહી શરૂ થતાં ફરી ગયેલા ચંદ્રાએ કહ્યું હતું કે, તેમની આટલી સંપત્તિ કદી હતી જ નહીં. 2024માં તેમની અસલી સંપત્તિ માત્ર 31.79 કરોડ હતી. 

Panchang

dd