• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

યુજીસી સામે સવર્ણ સમાજનું લડતનું એલાન

ભુજ, તા. 5 : અહીંના મહારાવ મદનસિંહજી છાત્રાલય મધ્યે સવર્ણ સમાજ દ્વારા યુજીસીના વિરોધ માટે અને આરક્ષણ પર સંશોધન બાબતે ચિંતન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં સવર્ણ સમાજમાં આવતી તમામ જ્ઞાતિની જુદી-જુદી સંસ્થાના પ્રમુખો અને હોદ્દેદારો શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા વણમાગ્યો નવો વિવાદિત અધિનિયમ લાવવામાં આવી રહ્યો છે. સર્વે સમાજના છાત્રોની શૈક્ષણિક કારકિર્દી માટે અભિશાપ સમાન છે ઇ.ડબલ્યુ.એસ. અંતર્ગત 10 ટકા અનામતમાં વધારો કરવામાં આવે અને સવર્ણને જુદા કરી બીજી જ્ઞાતિઓ મળતાં આરક્ષણ પર સંશોધન કરવામાં આવે તે માટે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. યુજીસીના કાયદા વિરુદ્ધ બ્રાહ્મણ સમાજ, પટેલ સમાજ, ક્ષત્રિય સમાજ, ભણસાલી દેશ મહાજન સમાજ, લોહાણા સમાજ વગરે સમાજની જુદી-જુદી સંસ્થાઓના લોકોએ ઉપસ્થિત રહી તમામ સવર્ણ સમાજ આ લડત માટે માટે મહેકમ આપવાની તૈયારી બતાવી હતી. આગામી 11/09/2026ના આ મુદ્દાઓ પર કચ્છ કલેક્ટરને સમગ્ર સવર્ણ સમાજ આવેદન પત્ર આપશે, તેમાં મોટી સંખ્યામાં સવર્ણ સમાજના લોકો ઉપસ્થિત રહેશે. ચિંતન શિબિર દરમિયાન પૂર્વ કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ હિરેન ખાંડેખા, રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વી.એસ. જાડેજા, કરણી સેના કચ્છ પ્રમુખ માધુભા એમ. જાડેજા, લક્ષ્મીનારાયણ સનાતન સમાજના પ્રમુખ ગંગારામભાઈ પટેલ, મુકુલદાસજી, મહામંત્રી ઈશ્વરભાઈ પટેલ, ગજેન્દ્રસિંહ જાડેજા, આડેસર ઠાકોર પરિવારના અજયપાલસિંહ, કચ્છ જિલ્લા ક્ષત્રિય સભાના મહામંત્રી રામદેવસિંહ જાડેજા, ભણસાલી સમાજના નીતિનભાઈ ગજરા, જયેશ કોઠારી, દિપેશ જોશી, લખમસીભાઈ ભણસાલી, પ્રજ્ઞેશ ચોથાણી, નાનજીભાઈ દવે, જયદેવસિંહ જાડેજા, કે. ડી. જાડેજા,જગદીશસિંહ જાડેજા ઉપસ્થિતરહ્યા હતા.  

Panchang

dd