દુબઇ, તા. 5 : મહિલાએ વિશ્વકપમાં બે પરંપરાગત
કટ્ટર હરિફ ટીમોની ટક્કર પર શનિવારે દુનિયાભરના
રમત રસિકોની મીટર મંડાયેલી હતી. પ્લેયર ઓફ ધ મેચ શ્રી ચરણી અને અને પ્રેમા રાવતે
ત્રણ-ત્રણ વિ કેટ લઇને મચાવેલા તરખાટ સામે માત્ર 55 રનમાં પાકનું ફીંડલું
વળી ગયું હતું. ત્યારબાદ માત્ર 8.4 ઓવરમાં ત્રણ
વિકેટે લક્ષ્યવેધ કરીને ટીમ ઇન્ડિયાએ સાત વિકેટે
વિજય મેળવ્યો હતો. એશિયા કપ સ્પર્ધામાં ભારતે
પાકને પછાડી જીતની હેટ્રીકક કરી હતી. સુકાની હરમનપ્રીત કૌરે વિજયી છગ્ગો ફટકાર્યો હતો.
પાકિસ્તાનની ટીમે આજે આંતરરાષ્ટ્રીય ટી-20માં તેનો સૌથી ઓછો સ્કોર કર્યો હતો. પાક ટીમની સુકાની ફાતિમા
સનાએ ખાતું ખોલાવ્યા વગર પેવેલિયનની વાટ પકડી હતી. કુલ્લ આઠ ખેલાડી બેવડો આંક પાર કરી
શકી નહોતી. સૌથી વધુ 14 રન શવાલ ઝુલ્ફીકારે
કર્યા હતા. મુની બર અલીએ 13 રન કર્યા હતા. ચારણી અને પ્રેમાએ ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી, તો દીપ્તિ શર્માએ બે વિકેટ લીધી હતી. આમ, પાકિસ્તાનની
બેટધરો ભારતીય બોલિંગ આક્રમણ સામે ઘૂંટણીયે પડી ગઇ હતી. અગાઉ, ટીમ ઈંડિયાએ હોંગકોંગ અને થાઈલેન્ડ ટીમોને હાર આપી હતી. પાકિસ્તાનને પહેલી
હાર મળી હતી. હવે સેમિફાઈનલમાં પહોંચવા માટે હોંગકોંગ સામે હવેની મેચ જીતવી પડશે. સુકાની
હરમન્નપ્રીતે નશરા સંધૂના ત્રીજા દડે ચોગ્ગા અને ચોથા દડે છગ્ગો ફટકારી, ટીમને જીત અપાવી હતી.