ગાંધીધામ, તા. 5 :કચ્છનાં આર્થિક પાટનગર ગાંધીધામ
ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ રવાડી, મટકીફોડ સહિતનાં આયોજનથી ગાંધીધામમાં ગોકુળિયો
માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત શહેરનાં વિવિધ
મંદિરોમાં રાત્રિના 12 વાગ્યાના ટકોરે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ `નંદ ઘેર આંનદ ભયો, જય કનૈયાલાલ કી'નો નાદ
ગાંધીધામ સંકુલમાં ગુંજી ઊઠયો હતો. વિશ્વ હિન્દુ
પરિષદના સ્થાપના દિન અને જન્માષ્ટમીની ઉજવણી અંતર્ગત શોભાયાત્રામાં નગરના વિવિધ સમાજો,
સંસ્થાઓ, સામાજિક આગેવાનો, યુવાનો, મહિલાઓ તથા મોટી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈ-બહેનોએ
ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 111 મટકી બાંધવામાં આવી હતી, જેમાં વિવિધ સમાજો તથા યુવા મંડળો દ્વારા પરંપરાગત
ઉત્સાહ સાથે મટકી ફોડાઈ હતી. ભારતનગર ખાતે
એ-ડિવિઝનના પી.આઈ. શ્રી રાઠોડે પ્રથમ મટકી ફોડી કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું હતું.
ત્યારબાદ મહિલા પોલીસ દ્વારા પણ મટકી ફોડવામાં આવી હતી. આદિપુરમાં જન્માષ્ટમી ઉત્સવ
સમિતિ દ્વારા સતત 26મા વર્ષે ઉમંગભેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
કરવામાં આવી હતી. સતત 26મા વર્ષે કરાયેલાં આયોજનમાં
રોકોર્ડબ્રેક 151 મટકી ફોડવામાં આવી હતી. ઉજવણી અંતર્ગત આદિપુર શહેરને શણગારવામાં
આવ્યું હતું. લક્ષ્મીનારાયણ મંદિરથી ભગવાનની આરતીઘ આરાધના કરી ત્યાંથી પ્રથમ મટકી ફોડવામાં
આવી હતી. સમસ્ત શહેરની અંદર ફરી, લક્ષ્મીનારાયણ
મંદિરથી છવાળી ત્યારપછી 80 લાઇન અને
મદનાસિંહ 64 બજાર, ગાંધી
સમાધિ રોડ , મૈત્રી સ્કૂલ રોડ અને સંતોષી માતા ચાર રસ્તા અને
સંતોષી માતા મંદિર પાસે છેલ્લી મટકી ફોડીને પૂર્ણ કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ
દેવજીભાઈ વચચંદ, ગાંધીધામના
ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મેયર દિવ્યાબેન નાથાણી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મૂળજીભાઈ આહીર, મોમાયાભા ગઢવી, ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
તેજશ શેઠ, સુરેશ ધુવા,
શહેર ભાજપ પ્રમુખ અલ્પેશ પટેલ, શહેર મહામંત્રી
કુલદીપસિંહ ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, વરજાંગ ગઢવી, કંડલા કોમ્પ્લેક્ષ મહેશ્વરી સમાજના પ્રમુખ
જીવરાજ ભાંભી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.