ભુજ, તા. 5 : મુંદરા તાલુકાના ટોડા નજીક
કારે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક 30 વર્ષીય વસંત કાનજી ઘેડા
(રહે. મોટા કપાયા, તા. મુંદરા)નું
ગંભીર ઈજાના પગેલ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા મનોજ વેરશી
ફુલિયા (ગાંધીધામ)ને ઈજા પહોંચી હતી. જ્યારે ભુજમાં 26 વર્ષીય યુવાન મહમદહુસેન અબ્દુલસતાર
અંસારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધું હતું. ગત તા. 2/9ના રાત્રે 8.30 વાગ્યાના અરસામાં બાઈક હોન્ડ
સાઈન નં. જી.જે. 12 ડી.આર. 2550 વાળી લઈને વસંત ધેડા અને મનોજ
ફુલિયા ટોડા માતાના દર્શન કરી કપાયા જ્યા નીકળ્યા હતા અને મુંદરા-અંજાર ધોરીમાર્ગ ટોડા
ગામ નજીક ન્યુ મહાદેવ રાજસ્થાન હોટલ પાસે માર્ગ પરથી પસાર થતા હતા ત્યારે સફેદ કલરની
વોક્સ વેગન વેન્ટો કાર નં. જી.જે. 12 સી.ડી. 9143વાળાના ચાલકે
પૂરઝડપે ગાડી ચલાવી બાઈકને ટક્કર માતા અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલક વસંતને પગમાં
ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે મનોજને સામાનય ઈજા થતા બન્ને 108 મારફત સારવાર અર્થે મુંદરાની
હોસ્પિટલમાં ખસેડાયા હતા. વસંતને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો
હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાની વિગતો પ્રાગપર પોલીસ મથકે નરેશ કાનજીભાઈ
ધેડા જાહેર કરતા કાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. બીજીતરફ ભુજના
અંજલિનગર રોયલ સિટી ખાતે રહેતા યુવાન મહમદહુસેન અંસારીએ ગત તા. 2/9ના વારે તેના ઘરે ઉપરના રૂમમાં
કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેના પિતા અબ્દુલસતાર તેને સારવાર અર્થે જી.કે.
જનરલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિલની
પોલીસ ચોકીમાં નોંધાવી હતી.