• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

મુન્દ્રા એમ્પ્ટી યાર્ડ લડતનો છઠ્ઠો દિવસ: મોખા ટોલ પર સૂત્રોચાર

મુન્દ્રા, તા. 5 :  મુન્દ્રામાં છેલ્લા છ દિવસથી પોર્ટ બહારના વિસ્તારમાં ચાલી રહેલા એમ્ટી કન્ટેઇનર યાર્ડને કોડ બંધ કરવાના વિરોધમાં શાંતિપૂર્ણ રેલી બાદ રંગોલી ગેટ પાસે ચાલી રહેલા ધરણાના કાર્યક્રમમાં આજે નવો વળાંક આવ્યો હતો. સવારે આશ્ચર્યજનક કાર્યક્રમ તરીકે જાહેર કરાયેલા આ વિરોધ કાર્યક્રમમાં મોખા ટોલ પાસે  એમ્ટી યાર્ડ માલિકો, સ્ટાફટ્રાન્સપોર્ટ વ્યવસાયીઓ, જમીન માલિકો, વગેરે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને દેખાવો સૂત્રોચ્ચાર સાથે પોર્ટના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. મુન્દ્રા એમ્ટી કન્ટેઇનર યાર્ડ એસો.ના એડવાઈઝર કિશોરાસિંહ પરમારે કહ્યું કે, યાર્ડ માલિકો જ નહીંઆસપાસના આઠથી દસ જેટલા ગામોના જમીન માલિકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે હજ્જારોની રોજગારી છીનવવાનો પ્રયાસ છે. જેમાં મુન્દ્રા લોકલ ટ્રાન્સપોર્ટ વ્યવસાયિક એસો., કંડલા મુન્દ્રા ટ્રાન્સપોર્ટ એસો. વગેરે સમર્થનમાં જોડાયા છે. જે 5થી 10 ટકા ટ્રાન્સપોર્ટ વ્યવસાયની ગાડીઓ ફરી રહી છે, એમને એવી અપીલ કરવા મોખા ટોલ પર એકત્ર થયા છીએ કે આ કોઈ સમૂહની નહીંસંયુક્ત હીતની લડત છે અને સહકાર આપી જોડાય. દેશમાં બધી જ જગ્યાએ પોર્ટ બહાર એમ્ટી યાર્ડ છે. પણ,અહીં જ આ કોડ બંધ કરાયા છે, ત્યારે રોજીરોટી બચાવવા આ સંયુક્ત લડત છે. જે આગામી સમયમાં આશ્ચર્યજનક અને વધુ ઉગ્ર કાર્યક્રમો સાથે જારી રહેશે. દરમિયાન, આવા યાર્ડમાં ગેરકાયદે અને દાણચોરી જેવી પ્રવૃત્તિના આરોપોને ઘસીને નકારી કાઢતાં શ્રી પરમારે કહ્યું કે, આવી કોઈ પણ યાર્ડ સામે હજુ કોઈ ફરિયાદ થઈ નથી. વધુમાં તેમણે કહ્યું કે, ગત તા. 24/8/26નાં જ મુન્દ્રા કસ્ટમ હાઉસ આસિ. કમિશ્નરે મુન્દ્રા એમ્ટી યાર્ડ એસો.ની કોડ બંધ કરવાની પોર્ટ એડવાઇઝરી સંદર્ભે હસ્તક્ષેપ વિનંતી- રજૂઆત પછીના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, તા. 21/8/નો તેમની કચેરીનો સંદેશ વ્યવહાર સ્વયં સ્પષ્ટ છે અને પોર્ટ બહારના કન્ટેનર ડેપોના કોડ ફ્રીઝ કરવા સાથે તેને કોઈ સંબંધ નથી. 

Panchang

dd