ભુજ : માંજોઠી હાજી આમદ ફકીરમામદ (ચોયડા) (ઉ.વ. 78) તે મ. અભુ ઇસ્માઇલ (દુધઇ)ના
સાળા, મ. હારુન મામદ, યાકુબ
મામદ, ગુલામહુશેન મામદ, રજાક મામદ (લુણી),
મ. અભુ લધા (મુંબઇ)ના ભાઇ, હાજીગની, હાજીઆમદ, હાજીઅબ્બાસ હાજીઆમદના પિતા, મ. સમીર અભુ, જાવેદ અભુ (મુંબઇ)ના કાકા, મહેમૂદ, સિધિક, હુસેન (દુધઇ)ના
મામા, અકબર, સિકંદર, ગની, સુલ્તાન, ઇરફાન, સલીમ, નવાઝ, મહેમૂદ, રિયાજ, ઇકબાલ, ઇમરાન (લુણી)ના મોટાબાપા,
ઇમ્તિયાઝ, ઇરફાન, જુનેદ,
ફૈઝલ, રિયાઝના નાના, સુઝાન,
અસ્મત, અમન, સાહિરના દાદા,
આરબ ફકીરમામદ (અંજાર), અબ્દુલમજીદ હાજીહારુન (તુંબડી)ના
સાઢુભાઇ, મુસા સિધિક (કુકમા), જાકબ ઇબ્રાહિમ
(તેરા)ના સસરા, સલીમ જુમ્માના ફુવા તા. 10-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 13-6-2026ના સવારે 10.30થી 11.30 નિવાસસ્થાને રાજેન્દ્રનગર, જૂના રેલવે સ્ટેશન પાસે, ભુજ ખાતે.
ભુજ : કુંભાર હવાબેન ઇસ્માઇલ (ઉ.વ. 54) તે ઇસ્માઇલ ઇશાક (ભારાપર હાલે
ભુજ)ના પત્ની, રિયાજ, સમીર, અમીનના માતા તા. 11-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 13-6-2026ના સવારે 10થી 11 લખુરાઈ, કાદરિયા
મસ્જિદની બાજુમાં, ભુજ ખાતે.
આદિપુર : સંજુ હેમનાની (ઉ.વ. 40) તે કનૈયાલાલ (આર. ઘનશ્યામદાસ)ના
પુત્ર, ભરત, ધીરજના ભાઇ તા. 11-6-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 12-6-2026ના શુક્રવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન સીબીએક્સ-12, સાતવાળી, આદિપુરથી નીકળી આદિપુર સ્મશાને જશે.
નખત્રાણા : કોલી આસીભાઇ નથુભાઇ મારૂ (ઉ.વ. 63) તે ચોથાબેનના પતિ, સ્વ. ઉમરભાઇ, સ્વ. મીઠુભાઇ,
વેલજીભાઇ, સ્વ. શિવજીભાઇના ભાઇ, હરિલાલ, નવીન, સંજય, હંસાબેન (ધાવડા), ભગવતીબેન (વિથોણ), હકુબેનના પિતા, રવિ, અર્જન,
રાજુ, નીતિન, નૈતિક,
સંધ્યા, હેતલ, છાયાના દાદા
તા. 10-6-2026ના અવસાન પામ્યા છે. જાગરણ
તથા સત્સંગ તા. 21-6-2026ના
અને તા. 22-6-2026ના સવારે 9 વાગ્યે પાણી નિવાસસ્થાન સુરલભિટ્ટ, નખત્રાણા ખાતે.
વરલી (તા. ભુજ) : રામજીભાઇ રાધુભાઇ મકવાણા (આહીર) (ઉ.વ. 62) તે સ્વ. રતીબેન, ગં.સ્વ. દવીબેન રાધુભાઇ મકવાણાના પુત્ર, હપીબેનના પતિ, સ્વ. કાના ભીમા, પૂંજા ભીમા, મેગર
ભીમાના ભત્રીજા, માનણભાઇ, શંભુભાઇ,
ગોપાલભાઇ, મોઘીબેનના ભાઇ, રસીલાબેન, રાણીબેન, સતીબેન,
હસ્મિતાબેન, મીણાબેન, રાજલબેન,
સ્વ. લાલજીભાઇના પિતા, વાલજીભાઇ, લાલજીભાઇના મોટાબાપા, વિરમભાઇ, રમેશભાઇ, શાંતિલાલભાઇ, શામજીભાઇ,
સંજયભાઇના સસરા, બાબુભાઇ કરશનભાઇ મરંડના સાળા તા.
11-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન વરલી ખાતે.
ચાંદ્રોડા (તા. અંજાર) : ગોસ્વામી ગવરીબેન કાશીગિરિ (ઉ.વ. 82) તે સ્વ. કાશીગિરિ હરીગિરિના
પત્ની, સ્વ. શાન્તાબેન હરીગિરિ (વીડી, તા. અંજાર)ના પુત્રી, મંગલગિરિ, સ્વ. પ્રભાબેન, નીમુબેનના બહેન, ગોસ્વામી દિનેશગિરિ (નવીનગિરિ), કલાવંતીબેન ચમનગર (માથક),
દમયંતીબેન રમેશગિરિ (પશુડા), રંજનબેન કાન્તિગિરિ
(સંઘડ), સ્વ. શિલ્પાબેન જયસુખગિરિ (અંજાર), પ્રેમિલાબેન રસિકગિરિ (રાપર)ના માતા, ડિમ્પલબેનના સાસુ,
સ્વ. શ્યામગિરિ હરીગિરિના ભાભી, સ્વ. ત્રિવેણીબેનના
જેઠાણી, રમેશગિરિ, મહેન્દ્રગિરિ,
લખનગિરિ, જયશ્રીબેન ભરતવન (નાની ચીરઈ)ના મોટાબા,
દીપક, ભાવિકાબેન યોગેન્દ્રભારથી (નાગોર),
દિવ્યાબેન, હિતેષ, મીત,
શિવમ, યશ, જીલ, સીમાના દાદી, દિવ્યાનીબેન દીપકગિરિ, બીનાબેન હિતેષગિરિના દાદીસાસુ, શૈલેશગિરિ, પ્રવીણગિરિ, મેહુલગિરિ, કલ્પેશગિરિ,
આશિષગિરિ (એડવોકેટ-અંજાર), વિશાલગિરિ, જુગલગિરિ, સતીશવન (એડવોકેટ ભચાઉ), ઉમેદવનના નાની, જીયાબેન દીપકગિરિના પરદાદી તા. 10-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 13-6-2026ના શનિવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન ચાંદ્રોડા (તા. અંજાર) ખાતે તેમજ ધાર્મિકક્રિયા તા.
22-6-2026ના સોમવારે.
મોટી રાયણ (તા. માંડવી) : લક્ષ્મીચંદભાઇ વિશનજી વાસાણી (ઉ.વ.
60) તે મણિબેન વિશનજી વાસાણીના
પુત્ર, ભગવતીબેનના પતિ, કાન્તિલાલ
વિશનજી (રાયણ), ગોવિંદ વિશનજી (રાયણ), રતિલાલ
વિશનજી (મીરારોડ), વાડીલાલ વિશનજી (રાયણ), સુરેશ વિશનજી (રાયણ), લક્ષ્મીબેન દીપકભાઇ રંગાણી (બિદડા)ના
ભાઇ, વિનિતભાઇ, અંકિતાબેન કલ્પેશ (શ્રીરામનગર)ના
પિતા, દિનાબેન, કલ્પેશ પટેલ (શ્રીરામનગર)ના
સસરા, કાંતાબેન અને દેવશીભાઇ અરજણ છાભૈયા (નાના ભાડિયા/મુંબઇ)ના
જમાઇ, મણિલાલભાઇ, અમૃતભાઇ, દિનેશભાઇ, રમેશભાઇના બનેવી તા. 11-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 12-6-2026ના સવારે 8.30થી 11.30, બપોરે 3થી 5.30 લક્ષ્મીનારાયણ સમાજવાડી, રાયણ ખાતે.
ત્રગડી (તા. માંડવી) : રવુભા કાનજીભા જાડેજા (ઉ.વ. 82) તે કિરીટસિંહ, નરેન્દ્રસિંહના પિતા, સંજયસિંહ, સંદીપસિંહના દાદા, સ્વ.
વેશુભા, લખુભા, બટુકસિંહ, સ્વ. કલુભા, સ્વ. પ્રભુભા, હઠુભા,
નટુભા, વજુભા, દીપુભાના ભાઇ,
ખેતુભા, નવુભાના કાકાઇ ભાઇ, ભરતસિંહ, મહિપતસિંહના કાકા, મહેન્દ્રસિંહ,
મહાવીરસિંહ, વનરાજસિંહ, જિતેન્દ્રસિંહ,
શક્તિસિંહ, હરપાલસિંહ, કુલદીપસિંહ,
બળદેવસિંહ, પ્રતાપસિંહ, જગદીશસિંહના
મોટાબાપુ તા. 11-6-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 11-6થી 15-6-2026 સુધી સવારે 8થી 12, બપોરે 2થી 5 ક્ષત્રિય સમાજવાડી ખાતે.
મંજલ-તરા (તા. નખત્રાણા) : અરુણાબા અરવિંદભા આમર (ઉ.વ. 70) તે સ્વ. ધનુભા કાનજીભા આમરના
પુત્રવધૂ, સ્વ. લાખિયારજી મુરુજી સોલંકી (રાજડા)ના પુત્રી,
સ્વ. અરવિંદભા કાનજીભા આમર (નિવૃત્ત એસ.ટી. ડ્રાઇવર-નખત્રાણા)ના પત્ની,
સ્વ. સામજીભા (નિવૃત્ત એસ.ટી. કન્ડક્ટર-ભચાઉ), લાલજીભા (નિવૃત્ત એસ.ટી. ડ્રાઇવર-નખત્રાણા), સ્વ. દેવકાબા,
રમાબા (માંડવી), સ્વ. દાનસંગજી, સ્વ. વિશ્રામજી, સ્વ. મીઠુભા (કોઠારા), છગનભા, સ્વ. બાબુભા, સ્વ. રમણીકભા,
ચમનભા, સ્વ. કુંવરબા, ચંદ્રિકાબા,
સ્વ. વેલાબાના ભાભી, રાજલબા, ભાવિનીબા (દેવપર), સોનાલીબા (અંજાર)ના માતા, સ્વ. દિલીપસિંહ, હેમંતસિંહ, નિતેષસિંહ,
મહેન્દ્રસિંહ, મિત્તલબા (ગાંધીધામ), મીનાબા (ભુજ)ના મોટાબા, ગં.સ્વ. સરલાબા, જ્યોતિબાના જેઠાણી, માનસંગજી, સ્વ.
મીઠુભાના બહેન, હરેશસિંહ, દીપકસિંહ,
સ્વ. સુરેશસિંહ, શાંતિસિંહ, ઉમેદસિંહ, નીતિનસિંહ, અનિલસિંહ,
અશ્વિનસિંહ, પરેશસિંહ (ભુજ), દેવેન્દ્રસિંહ, દીપકસિંહ, કિશોરસિંહ
(કોઠારા)ના કાકી, કિશોરસિંહ, રાહુલસિંહ
(દેવપર), અંકિતસિંહ (અંજાર)ના સાસુ, કિશનસિંહ
(ગાંધીધામ), સન્નીસિંહ (ભુજ), નીતાબા,
રંજનબા, નીતાબાના મોટા સાસુ, ધવલસિંહ, વિષ્નુસિંહ, હેન્સીબા,
આરોહીબા, આયુષીબા, પ્રિન્સીબા,
કેદારસિંહ, ધ્રુવરાજ, જયદીપસિંહ,
ભદ્રરાજ, દિવ્યરાજ, ક્રિષ્નવીબાના
નાની, માનસીબા, કાવ્યાબા, પ્રિયાંશીબા, ક્રિષ્નાબા, પવનસિંહ,
પરાક્રમસિંહ, દિવ્યાબાના દાદી તા. 11-6-2026ના અવસાન પામ્યસા છે. પ્રાર્થનાસભા
તા. 13-6-2026ના સાંજે 4થી 5 ગઢવી સમાજવાડી, મંજલ ખાતે.
રવાપર (તા. નખત્રાણા) : મૂળ ઘડુલીના જવેરબેન બુદ્ધિલાલ લોંચા
(ઉ.વ. 55) તે સ્વ. ગોમતીબેન ડાયાભાઇ જાદવના
પુત્રી, લોંચા બુદ્ધિલાલ લખુભાઇના પત્ની, સ્વ. મનજીભાઇના નાના ભાઇના પત્ની, લાલુબેન શિવજી ચાવડા
(સુખપર રોહા), લખમાબેન મીઠુભાઇ જાદવ (રવાપર), મગીબેન તેજાભાઇ યાદવ (વિગોડી)ના ભાભી, સુરેશભાઇ,
શાંતિલાલ, નીતિનના કાકી, સ્વ. શિલ્પાબેન, લતાબેન વિનોદભાઇ ગોહિલ (અંજાર),
અનિતાબેન, પૂજાબેન, ભરતના
માતા, બંસી, ક્રિષાના નાની, ખીમજીભાઇ પચાણ જાદવ, સ્વ. મેઘજીભાઇ, નથુભાઇ, જેઠાભાઇ, રતિલાલ,
દેવજીભાઇ, મનજીભાઇ, સ્વ.
મૂરજીભાઇ, ભીમજીભાઇ, સ્વ. પ્રભુભાઇ,
પરસોત્તમભાઇના મોટાબાપાના દીકરી બહેન, ભગવતીબેન
ડાયા ચાવડા (સુખપર-ભુજ), મોનાબેન, સવિતાબેન
વિનોદ રાઠોડ (દુજાપર), ભરતભાઇના માસી તા. 11-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 12-6-2026ના અને તા. 13-6-2026ના શનિવારે બારસ (પાણી) નિવાસસ્થાને
રવાપર ખાતે.
બારા (તા. અબડાસા) : મોડ ફકીર મહમદ જુસબ (ઉ.વ. 70) તે સાલેમોહમદ જુમાના ભત્રીજા, મોડ સુલેમાન જુસબ (નલિયા)ના ભાઈ, મોડ જુનસ, રફીક, ઇશાકના પિતા,
મોડ બાદશાહ ખાન, અરશદના મોટાબાપુ, સમેજા અલી મોહમદ (બાંડિયા), મ. ઇસ્માઇલ (કરાચી)ના ભાણેજ,
મ. જાગોરા સુમારના બનેવી, જાગોર ગની, અનવર (નલિયા)ના મામા તા. 10-6-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 13-6-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન બારા ખાતે.
દયાપર (તા. લખપત) : મણિબેન દેવજી વાળંદ (મેઘપરવાળા) (ઉ.વ. 83) તે દેવજી ખીમજીના પત્ની, જીવરાજભાઈ, મૂળજીભાઈ,
શાંતાબેન, જયશ્રીબેન, હીરાબેનના
ભાભી, રમેશભાઈ દેવજી, નરોત્તમ દેવજી,
દક્ષાબેન રાઠોડના માતા, કલાબેન, નીતાબેનના સાસુ, પાર્થ, જૈમિન,
નૈતિક, બ્રિજેશ, શિવાનીના
દાદી, રાજુભાઈ, તરુણભાઈ, રીનાબેન, સ્વ. શ્વેતાબેન, નીલમબેનના
મોટા સાસુ, નિશાંત, રુદ્ર, મિત, જીતાર્થ, ક્રિષા, વિશ્વાના દાદી, એકતા, મનાલીના નાની,
સ્વ. લધારામભાઈ ભટ્ટી (નવાવાસ દુર્ગાપુર)ના પુત્રી, નારણ લધાભાઈ, શાંતાબેન, સ્વ. ભાનુબેન,
સ્વ. લક્ષ્મીબેનના બેન, સ્વ. વેલજીભાઈ,
પ્રભુભાઈ, ઉપેન્દ્રભાઈ, ઈશ્વરભાઈ,
દમયંતીબેનના ફઈ તા. 11-6-2026ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની સાદડી તા. 13-6-2026, શનિવારના બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી, માહેશ્વરી સમાજવાડી, મેઘપર
રોડ, દયાપર ખાતે.
સલારી : હાલે ગાંધીધામ વાણંદ (પરમાર) બાબુભાઇ રણછોડ (ઉ.વ. 80) તે સ્વ. રમેશભાઇ, સુરેશભાઇ, જ્યોતિબેન
(ભચાઉ), શારદા (વાઢિયા)ના પિતા, લાલજીભાઇ
ગણેશાભાઇ, લક્ષ્મણ ગણેશાભાઇ (સલારી)ના કાકા, રામભાઇ, રણમલભાઇ, શ્યામભાઇના દાદા,
સોલંકી ચંદુલાલ કેશવજી (ભચાઉ), નરેન્દ્રભાઇ ખીમજીભાઇ
ચૌહાણ (વાઢિયા)ના સસરા તા. 3-6-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તા. 13-6-2026ના શનિવારે નિવાસસ્થાન મકાન
નં. 43, કૈલાશ સોસાયટી, હનુમાન મંદિરની બાજુમાં તથા સથવારા સમાજવાડી,
કૈલાશ સોસાયટી, હનુમાન મંદિરની બાજુમાં.
જયપુર : મૂળ બાડાના કચ્છી બ્રહ્મક્ષત્રિય મનીષ લાલજી લિયા (ઉ.વ.
51) તે લક્ષ્મીમેન નાનજી નરસિંહ
લિયાના પુત્ર, ધર્મિષ્ઠાબેનના પતિ,
સ્વ. ચંદ્રકાન્તભાઇ જગડના જમાઇ, પ્રમર્થ અને નંદના
પિતા, સ્વ. મહેન્દ્ર, મુકેશ, સ્વ. ડાયાલાલ, કલાબેન, જિતેન્દ્ર,
ભરતના ભાઇ તા. 10-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-6-2026ના શનિવારે સાંજે 4.30થી 5 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, રંગચૂલી, માંડવી ખાતે.