• શુક્રવાર, 01 મે, 2026

અવસાન નોંધ

ભુજ : રાજગોર મોહનલાલ શંકરલાલ નાકર (ઉ.વ. 74) (નિવૃત્ત શિક્ષક) તે સ્વ. રાધાબેન શંકરલાલના પુત્ર, ઊર્મિલાબેન (નિવૃત્ત શિક્ષિકા)ના પતિ, અર્ચનાબેન અતુલભાઇ માલાણી, ચેતનભાઇ (પોસ્ટ / એલ.આઇ.સી. એજન્ટ), જાગૃતિ રામચંદ્ર માલાણી (શિક્ષિકા)ના પિતા, ધારાબેન, અતુલભાઇ રામજી માલાણી (નાયબ મામલતદાર), રામચંદ્ર પરેશભાઇ માલાણીના સસરા, સ્વ. હીરાબેન ચૂનીલાલ માકાણી, સ્વ. વિજયાબેન લક્ષ્મીશંકર ગોર, સ્વ. દમયંતીબેન હરિશંકર માકાણી, હરિરામભાઇ (નિવૃત્ત શિક્ષક), ગં.સ્વ. પ્રભાબેન તુલસીદાસ અજાણી, કાંતિલાલ, ગં.સ્વ. કુસુમબેન નારાયણભાઇ જોષીના ભાઇ, નિત્યા, દૃશ્યાના દાદા, ડો. રિતુ પ્રતીક ભટ્ટ, ધૈર્યા, મંત્ર, ખનકના નાના, સ્વ. કરશનજી નથુભાઇ પેથાણીના જમાઇ, ઉમિયાશંકર, જનાર્દનભાઇ, ગં.સ્વ. જયાબેન, પુષ્પાબેન દિનેશભાઇ વિઠ્ઠા, સ્વ. દક્ષાબેન પ્રવીણભાઇ મોતાના બનેવી, કુમકુમબેન, પ્રવીણાબેનના દિયર-જેઠ, દીપેશ (શિક્ષક), દિનેશ, ભાવિની, કોમલના કાકા તા. 30-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-5-2026 શનિવારે સાંજે 5થી 6 બિલેશ્વર મંદિર, વી.ડી. હાઇસ્કૂલ સામે, ભુજ ખાતે.

આદિપુર : મૂળ આંબરડીના હસુમતીબેન ગજ્જર (બકરાણિયા) (ઉ.વ. 70) તે હીરાલાલભાઇ નારાણજીભાઇના પત્ની, સ્વ. પ્રભાબેન રાઘવજીભાઇ દહીંસરિયા (ટોડા, તા. મુંદરા)ના પુત્રી, દીપકભાઇ, સંદીપભાઇના માતા, હેતલબેન, અંજનાબેનના સાસુ, વિધિ, જય, જીત, ધ્રુવીના દાદી, સ્વ. કિરીટભાઇ, સ્વ. કિશોરભાઇ, હરીશભાઇ, નીતિનભાઇ, ગં.સ્વ. લતાબેન કપિલભાઇ સીતાપરા (દરશડી)ના બહેન, ગં.સ્વ. અનિલાબેન, ગં.સ્વ. સુધાબેન, ગીતાબેન, નીતાબેનના નણંદ, ગં.સ્વ. વિજ્યાબેન જસવંતભાઇ ગુંદેચાના ભાભી, મનીષભાઇ, દીપાબેન, હેતલબેન, શીતલબેનના મામી, નીરૂબેન પીતાંબરભાઇ અડીએચા, ગં.સ્વ. જયાબેન વિનોદભાઇ ગરવલિયાના વેવાણ તા. 29-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-5-2026 શુક્રવારે સાંજે 5-30થી 6-30 દરમ્યાન ગુર્જર સુથાર જ્ઞાતિ સમાજવાડી, કપિલમુનિ આશ્રમ, એસ.ટી. બસ સ્ટેશન સામે, આદિપુર ખાતે.

અંજાર : ખત્રી ગુલસેરા અનિષ (ઉ.વ. 48) તે ખત્રી અનિષ શરાફભાઇના પત્ની, ફિરોઝ, રિઝવાન, અમીનના ભાભી, ખત્રી શરીફભાઇ અબ્દુલલતીફ (અંજાર)ના પુત્રવધૂ, રફીક, લતીફ, અનવર, લતીફના બહેન તા. 30-4-2026ના મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-5-2026ના સોમવારે સવારે 10.30થી 11.30 કુંભાર જમાતખાના, કુંભાર ચોક, અંજાર ખાતે.

અંજાર : મૂળ ખાવડાના ડુંગરશી અરજણ જોબનપુત્રા (ઉ.વ. 88) તે સ્વ. તેજબાઈ અરજણભાઇ જોબનપુત્રાના પુત્ર, સ્વ. નેણશી અરજણ જોબનપુત્રા, સ્વ. ઉમરશી (પૂના), સ્વ. હીરાબેન, સ્વ. ચાગાબેન, સ્વ. ખેતાબેનના ભાઈ, સ્વ. વેલજી પ્રધાન કોટક (ખાવડા)ના જમાઈ, ચતુરાબેનના પતિ, હસુમતીબેન, સ્વ. ગોમાબેનના દિયર, વિજયભાઈકિરણબેન, નાથાબેન, સ્વ. મુલાબેન, પુષ્પાબેન, રંજનબેન, મહેન્દ્રબાળા, સંતોકબેન, રશ્મિબેન, દીપાબેનના કાકા, ચંદ્રિકાબેન, રમેશભાઈ, ક્રિષ્નાબેન, કનૈયાલાલ જોબનપુત્રા (એલઆઇસી)ના પિતા, શિલ્પાબેન, રાધાબેન (કલ્પના) (પોસ્ટ)ના સસરા, ભાવિન, રાહુલ, ગ્રેન્સી, માધવ, પ્રિયાંશીના દાદા, દેવયાની, નીલેશ, અંકુર, ડિમ્પલ, ઝંખના, અક્ષયના નાના 29-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-5-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, અંજાર ખાતે.

અંજાર : નવીનચંદ્ર પોપટલાલ આથા (ઉ.વ. 73) તે સ્વ. શાન્તાબેન પોપટલાલ આથા (લાકડાવાળા)ના પુત્ર, નીતાબેન (જીતુબેન)ના પતિ, અલ્પાબેન, પ્રીતિબેન, ધારાબેન, રાહુલના પિતા, રમેશકુમાર, પ્રકાશકુમાર, અલ્પેશકુમાર તથા હેન્સીના સસરા, સ્વ. ગોરધનદાસ, સ્વ. દિનેશચંદ્ર, વસંતભાઈ, બિપિનભાઈ, દીપકભાઈ, સ્વ. તારાબેન, સ્વ. હીરામણિબેન, પ્રવીણાબેનના ભાઈ, સ્વ. જયાબેનના દિયર, અનિલાબેન, બીનાબેન, પૂજાબેનના જેઠ, સ્વ. દામજીભાઈ, સ્વ. નેણશીભાઈ, સ્વ. કાનજીભાઈના ભત્રીજા, સ્વ. શિવજી નરાસિંહ પૂજારા (અંજાર-ભચાઉ)ના જમાઈ, સ્વ. મોહનલાલ, અમૃતલાલ (બબાભાઈ), જયાબેન, રસીલાબેન, શિલ્પાબેન, પૂજાબેનના બનેવી, જય, જીત, વત્સલ, કૃપા, કાવ્ય, પ્રિશાના નાના તા. 29-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-5-2026ના શુક્રવારે સાંજે 5થી 6 પલણવાડી, યોગેશ્વર ચોકડી પાસે, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

અંજાર : ખત્રી ખતીજાબેન મુસા (કુંભારિયાવાળા) (ઉ.વ. 68) તે મુસા સિધિકના પત્ની, હારુન મુસા, ફરજાના અસફાક (ભુજ), સુમૈયા ઝહીર (ભુજ), સિરિન મોહસીન (અંજાર)ના માતા તા. 30-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-5- 2026ના શનિવારે 11થી 12 મસ્જિદ-એ-ખિજરા, નવા અંજાર ખાતે.

અંજાર : લુહાર અકબર ઇબ્રાહિમ (ઉ.વ. 50) તે નવાબ અને કાસમના પિતા, જુસબના મોટા ભાઇ તા. 28-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-5-2026ના શુક્રવારે સવારે 10થી 11 શેખ સમાજવાડી, શેખ ટીંબા, અંજાર ખાતે.

માંડવી : હાલે અમદાવાદ પરેશભાઈ મહેશભાઈ (તાનુભાઈ) ભોજક (ઉ.વ. 55) તે સ્વ. માલતી મહેશભાઈ ભોજકના પુત્ર, સીમાના પતિ, સ્વ. પ્રભાવતી કેશવલાલ દામજીના પૌત્ર, સ્વ. યશોમતી હરીશ, સ્વ. સ્મિતા કિશોરના ભત્રીજા, સ્વ. નીતાબેન કનુભાઈ પાંડે (અમદાવાદ)ના જમાઈ, પ્રશાંત હરીશ ભોજક, કશ્યપ કિશોર ભોજક, કલ્પના દિલીપ દેસાઈ, સાધના અનિલ મહેતા, પ્રજ્ઞા વિપુલ શાહના ભાઈ, નેહા (મોનિકા)ના દિયર, યશ્વીના કાકા, પૂજા તપન મહેતા, હર્ષ મહેતા, આસ્થા યશ મહેતાના મામા તા. 29-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-5-2026ના સાંજે 5થી 6 બિલેશ્વર મહાદેવ, વી.ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ ખાતે.

માંડવી : હોડા ઓસમાણ દેસર (ઉ.વ. 64) તે ઈબ્રાહિમ હોડા, અલીમામદ હોડા, સિદિક હોડાના ભાઈ, સુમાર જુમ્માલ હાસમ જુમ્મા, ઈસ્માઈલ જુમ્માના ભત્રીજા, હુશેન, ઈબ્રાહિમ, કાસમ, મામદના કાકાઈ ભાઈ, ફારૂક, સલીમ, અબ્બાસ, લતીફના કાકા, મ. કાસમ કકલ, ઈલિયાસ કકલ, દાઉદ કકલના સાળા તા. 29-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-5-2026ના શનિવારે સવારે 10થી 11 એસ.ટી. રોડ, મુસ્તફા પીર દરગાહ કમ્પાઉન્ડ, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : જસવંતીબેન પ્રફુલચંદ્ર રાઠોડ (ઉ.વ. 84) તે સ્વ. લાલજી હીરજી પરમારના પુત્રી, સ્વ. શશિકાંત, રાજેશ, લક્ષ્મીબેન દીક્ષિતકુમાર જેઠવા (અંજાર), મીનાબેન કમલેશ પરમાર (ઓખા)ના માતાગં.સ્વ. પ્રભાબેન વિશ્વનાથ ટાંકના બહેન, સ્વ. લીલાવંતીબેન પરસોત્તમના દેરાણી, સંગીતાબેન, હર્ષિદાબેનના સાસુપીયૂષ, મયંકના દાદી, મયૂરીના દાદીજી, સ્વ. વિનય, જયંત, પાર્થ, ધ્રુવના નાની તા. 30-4-2026ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-5-2026ના શનિવારે સાંજે 5થી 6 મિત્રી સમાજવાડી, માધાપર ખાતે.

સામત્રા (તા. ભુજ) : વાળંદ મોહનભાઇ વેલજીભાઇ રાઠોડ (ઉ.વ.46) તે ગં.સ્વ. ડાઇબેન વેલજીભાઇ ભીમજીભાઇના પુત્ર, અરુણાબેનના પતિ, પ્રિન્સ, મહેકના પિતા, ભવાનભાઇ, વિનોદભાઇ, ગં.સ્વ. જવેરબેન હંસરાજભાઇ રાણવા (નખત્રાણા), મંગળાબેન નરશીભાઇ રાણવા (સામત્રા)ના નાનાભાઇ, રસીલાબેન, જ્યોત્સનાબેનના દિયર, કાનજીભાઇ, સ્વ. ખીમજીભાઇ (નેત્રા), લખમશીભાઇ (રામપર-વેકરા)ના ભત્રીજા, પ્રવીણભાઇ, હરેશભાઇ, દીપકભાઇના કાકાઇભાઇ, દિવ્ય, મિલાપ, મીત, માનસી, સ્વાતિ, મીત, વિકાસ, ક્રિશના કાકા, ટ્વિષા, માહિર, મંશ, પાર્થવીના દાદા, સ્વ. મંજુલાબેન ગાભાભાઇ વાલજીભાઇ ચૌહાણ (નખત્રાણા)ના જમાઇ, તુલસીભાઇ, સ્વ. બુદ્ધિલાલભાઇ, સ્વ. રામજીભાઇ, સ્વ. વિશનજીભાઇ, જેન્તીભાઇ, કાંતિભાઇના ભત્રીજા જમાઇ, હસ્તાબેન જેન્તીભાઇ રાઠોડ (મિરજાપર), ડિમ્પલબેન કમલેશભાઇ રાણવા (માનકૂવા)ના બનેવી તા. 30-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 2-5-2026 શનિવારે બપોર 3થી 5 વિષ્ણુ મહાજનવાડી, સામત્રા ખાતે.

જાંબુડી (તા. ભુજ) : મણકા સાજીદ (ઉ.વ. 30) તે અલીમામદના પુત્ર, ફકીરમામદના પૌત્ર, જુસા આમદ, જુમા હાસમના ભત્રીજા તા. 30-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-5-2026ના શનિવારે સવારે 10થી 11 જાંબુડી જમાતખાનામાં.

મદનપુરા-કોડાય (તા. માંડવી) : ગંગાબેન ભવાનજી રામજિયાણી (ઉ.વ. 86) તે સ્વ. ભવાનજી રામજીના પત્ની, રાજેશ, અશ્વિન, રમેશના માતા, લીલાબેન, કૌશલ્યાબેનના સાસુ, નીલ, નેવિલ, જીત, દક્ષના દાદી, કિંજલ, મૈત્રીના દાદીસાસુ, મંત્રના પરદાદી, ભાવનાબેન નવીન સેંઘાણી (નવાવાસ), કલ્પનાબેન મણિલાલ રંગાણી (ગઢશીશા), હર્ષાબેન ઈશ્વર ધોળુ (થાણા મુંબઈ), નર્મદાબેન શાંતિલાલ (બિદડા), પ્રતીક્ષાબેન પ્રશાંત ધોળુ (ભુજ)ના માતા, કાનાબેન, રતનબેનના ભાભી, સ્વ. જાનબાઈ અરજણ રંગાણી (ગઢશીશા)ના પુત્રી, રામજી વસતા, નાનજી વસતા, લખમશી વસતા, ધનજી વસતાના પુત્રવધૂ, શામજી રામજી, ભાણજી નાનજીના નાના ભાઈના પત્ની, શાંતિલાલ, રમણીક, હરેશના કાકી, સ્વ. વેલજી નાનજી કલ્યાણજી, રવિલાલ ભગવાનજી, સ્વ. છગનભાઈ, નવીનભાઇના ભાભી  તા. 30-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-5-2026ના સવારે 8.30થી 11.30, બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ સમાજવાડી, મદનપુરા ખાતે.

સાંયરા-યક્ષ (તા. નખત્રાણા) : હાલે સુંઢિયા (ગુજરાત) રામજીભાઈ વિશ્રામભાઈ પોકાર (ઉ.વ. 75) તે કુંવરબેનના પતિ, સુરેશભાઈ, ભારતીબેન (મોરબી), મનસુખભાઈ, જયશ્રીબેન (ધ્રાંગધ્રા)ના પિતા, જેઠાભાઈ, રવજીભાઈ, સામજીભાઈ, રમેશભાઈ (વાપી), તુલશીભાઈના ભાઈ, સ્વ. મેઘજી દેવશી નાકરાણી (વિથોણ)ના જમાઈ તા. 28-4-2026ના  અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 2-5-2026ના શનિવારે સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, બસ સ્ટેશન પાસે, સાંયરા (યક્ષ) ખાતે.

રવાપર (તા. નખત્રાણા) : સીતાબેન મહીદાન ગઢવી (ઉ.વ. 75) તે સ્વ. મહીદાન કરણીદાનના પત્ની, હરિદાન મેઘરાજ ગઢવી (ઉખેડા)ના પુત્રી, સ્વ. પ્રભુદાન, દેવીદાનના ભાભી, સ્વ. રમેશદાન, નવીનદાન (નીલકંઠ ભોજનાલય), મીતા લખદીરદાન, ધર્મિષ્ટા રાજેશદાનના માતા, રમણીકદાન, ભરતદાન, પ્રવીણદાન, કીર્તિદાનના મોટાબા, પ્રશાંત, રિદ્ધિ, નિશુ, રાજ, આયુષ, અદિતી, સિદ્ધાર્થ, રોહિતના દાદી, શંકરદાન, શિવદાન, ગંગાબેનના બહેન તા. 30-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 1-5થી તા. 4-5-2026 સુધી નિવાસસ્થાન રવાપર ખાતે.

નરાનગર (તા. અબડાસા) : સોઢા ચનુભા હઠેસિંહ (ઉ.વ. 76) (માજી ઉપસરપંચ, નરાનગર-કૂવાપદ્ધર જૂથ ગ્રા.પં.) તે સોઢા ભુરુભા, સોઢા શિવુભા, સોઢા શંકરસિંહના પિતા, સાગુભા હઠેસિંહના મોટા ભાઇ, રાજુભા રૂપસિંહ, પ્રવીણસિંહ રૂપસિંહ, રણજિતસિંહ રૂપસિંહ, રવિરાજસિંહ રૂપસિંહ, સુરુભા મેઘુભા, હિંમતસિંહ મેઘુભા, હરિસિંહ મેઘુભા, જુવાનસિંહ સાગુભા, કિશોરસિંહ સાગુભાના મોટાબાપુ, કુંભાજી ઝુડાજી, પ્રેમસિંહ ચેનસિંહ, દશરથસિંહ ભેરૂભા, હીરજી રાણાજીના કાકાઇ ભાઇ, વિરમજી ભારૂભા, ગોરધનજી ભારૂભા, વરધાજી તગજીના કાકા, સહદેવસિંહ નીબજી, રવિરાજસિંહ શિવુભા, શૈલેન્દ્રસિંહ શિવુભા, વિજયસિંહ ભુરુભા, નરપતસિંહ શંકરસિંહના દાદા તા. 28-4-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 9-5-2026ના નિવાસસ્થાન નરાનગર-અબડાસા ખાતે.

રાજકોટ : મૂળ ગોંડલના જ્યોતિબેન પારેખ (ઉ.વ. 82) તે સ્વ. મધુભાઇના પત્ની, રીટાબેન પંકજભાઇ સંઘવી, બીનાબેન નીતિનભાઇ પઢિયાર, દીપકભાઇ પારેખ (ભાજપ મહામંત્રી વોર્ડ નં. 7)ના માતા તા. 30-4-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું/પ્રાર્થનાસભા તા. 2-5-2026ના સવારે 10 વાગ્યે જૈનચાલ ઉપાશ્રય ખાતે. (ચક્ષુદાન કર્યું છે.)

રાજકોટ : વિજયાબેન રતિલાલ રાજા (ઉ.વ. 84) તે સ્વ. રતિલાલ ભીમજીભાઇ રાજાના પત્ની, કિરણભાઇ, યોગેશભાઇ, નિરૂબેન, ભારતીબેન, ગીતાબેનના માતા, તેજસ, પ્રશાંત, મોનાલીસાના દાદી તા. 29-4-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 1-5-2026ના શુક્રવારે સાંજે 5થી 6 પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ ખાતે.

કુવાડવા (રાજકોટ) : યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ ભગવતીપ્રસાદ છોટાલાલ દવે (દવેબાપુ, ગાયત્રી મંદિર, કુવાડવા) તે સ્વ. ભૂપેન્દ્રભાઈ, દિલીપભાઈના ભાઈ, હરેશભાઇ (મોરબી)ના કાકા અવસાન પામ્યા છે. બેસણું તા. 1-5-2026ના શુક્રવારે સાંજે 5થી 7 ગાયત્રી મંદિર, અમદાવાદ હાઇવે, ક્રિષ્ના વોટર પાર્કની પાસે, કુવાડવા ખાતે. 

Panchang

dd