• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

અવસાન નોંધ

ભુજ : રાજેન્દ્ર જમનાદાસ શાહ (વાયડા) (ઉ.વ. 64) (શ્રી પાન સેન્ટર) તે સ્વ. હીરાબેન જમનાદાસ શાહના પુત્ર, કુમુદબેનના પતિ, નીકિતના પિતા, હિંમતભાઇ, પ્રવીણભાઇ, સ્વ. અનિલભાઇ, હર્ષાબેનના નાના ભાઇ, નીતાબેન, અરૂણાબેનના દિયર, મીનાબેનના જેઠ, કૌશિકભાઇના સાળા, ઉર્વિ, ભૂમિ, સોનાલી, વંશ, હેન્સીના કાકા, નેહા, મિત્તલના મામા તા. 27-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-4-2026ના ગુરુવારે સાંજે 5થી 6 ચાગબાઇ સુંદરજી સેજપાલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ભુજ : મૂળ અમદાવાદના મનીષાબેન સંજયભાઇ પરમાર (લોંચા) (ઉ.વ.29) તે દિત્યાના માતા, ધનીબેન જેન્તીભાઇ બાબુલાલ (માનકૂવા)ના પુત્રી, સ્વ. ગોમાબેન બાબુલાલ અરજણ ચાવડાના પૌત્રી, નિશા, ભાવના, સંધ્યા, કમલેશના મોટા બહેન, સ્વ. રવજી ભોજાભાઇ પરમાર (લોંચા)ના પુત્રવધૂ, કેશરબેન બાબુલાલ રામજી લોંચા (વિથોણ)ના દોહિત્રી, રવજીભાઇ (પોલીસ), ગોવિંદભાઇના ભાણેજી તા. 28-4-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 1-5-2026ના રાત્રે સત્સંગ તથા તા. 2-5-2026ના સવારે 10 વાગ્યે પાણી (ઘડાઢોળ)

ભુજ : હુશેનઅલી હસનઅલી અવાડિયા (ઉ.વ. 64) તે નસીમબેનના પતિ, દાનિશ, શકિલના પિતા, રેશ્માબેન, સેઝમીનબેનના સસરા, કામડિયા રમજાનઅલી અવાડિયા (નાગલપુર), રસીદાબેન (ભુજ), સકરબેન (મુંબઇ)ના ભાઇ, રફીક, રમીઝના મોટાબાપા, રોશનબેન (મુંદરા), મહેબૂબભાઇ, શોકતભાઇ (ભુજ)ના બનેવી, સમશુદ્દીન, સાહિસ્તાના મામા, ઇવાન, આર્યનના દાદા તા. 28-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 1-5-2026ના શુક્રવારે સાંજે 5થી 6 ખોજા જમાતખાના કમ્પાઉન્ડ, વેગડ હોસ્પિટલની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : ચંચળબેન પ્રભુલાલ વોરા (ઉ.વ. 84) તે વોરા પ્રભુલાલ રાયચંદના પત્ની, જ્યોતિબેન, ચેતનાબેન, પ્રકાશભાઇ, વિપુલભાઇ, સતીશભાઇના માતા, ચંદુલાલ ચૂનીલાલ મહેતા, નવીનચંદ્ર જેઠાલાલ મહેતા, ભારતીબેન, હેમલબેન, કૃપાબેનના સાસુ, સ્વ. શેઠ પાર્વતીબેન ભાંખરશીના પુત્રી, સ્વ. ફતેહચંદ વોરા, સ્વ. લાડકુંવરબેન નાગજી મહેતા, સ્વ. પુરીબેન મણિલાલ ગાંધી, શાંતાબેન મગનલાલ મોરબિયા, દિવાળીબેન અમીચંદ પટેલના ભાભી, તારાબેન ફતેચંદ વોરાના જેઠાણી, સ્વ. કપૂરચંદ ભાંખરશી શેઠ, સ્વ. કેશવલાલ શેઠ, સ્વ. માધવજી શેઠ, સ્વ. રતિલાલ શેઠ, સ્વ. કંકુબેન નેમજી દોશીના બહેન, નયનાબેન દિનેશ મહેતા, ગીતા ભાવેશ મોરબિયા, જિજ્ઞાબેન દીપક ખંડોર, નેહા નિર્મલ મહેતા, હર્ષ ફતેહચંદ વોરાના કાકી, નૂતન હર્ષ વોરાના કાકીજી, અક્ષત, મોક્ષ, વેન્સી, દેવ, પ્રેમ, કેની, જિયાંશના દાદી, શૈલી અક્ષત વોરાના દાદીજી, અપેક્ષા, પ્રિયાંક, કેયાના નાની, જેકીન સંઘવી, માનસી મહેતાના નાનીજી તા. 29-4-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર અને પ્રાર્થનાસભા રાખેલ નથી. (દેહદાન કરેલ છે.) સંપર્ક : પ્રકાશભાઇ-99794 74700, વિપુલભાઇ-98793 34164.

ભુજ : રાઠોડ નુરબાઇ દાઉદ (ઉ.વ. 34) તે આમદ હાલેપોત્રાના પુત્રી, ઉમર, રમજુ, મ. હમીદના ભત્રીજી, સિકંદર, શબ્બીરના બહેન તા. 29-4-2026ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 1-5-2026 સુધી સવારે 10થી 1 અને સાંજે 4થી 7 નિવાસસ્થાન લશ્કરી માતામ, કેમ્પ એરિયા, ભુજ ખાતે.

અંજાર : મૂળ સિનુગ્રાના ક.ગુ.ક્ષ. (મિત્રી) ગ.સ્વ. લક્ષ્મીબેન (ઉ.વ. 65) તે સ્વ. પ્રફુલભાઈ અરજણભાઈ વાઢેર (સિનુગ્રા)ના પત્ની, સ્વ. શાંતાબેન તથા સ્વ. પરસોત્તમભાઈ પ્રેમજીભાઈ રાઠોડના પુત્રી, નરેન્દ્રભાઈના માતા, પ્રેમલતાબેનના સાસુ, અવનીના દાદી, સ્વ. ઇન્દિરાબેન (નાગલપર), ગીતાબેન હિંમતલાલ વાઢેર (સિનોગ્રા), સ્વ. મનીષાબેન, કમલેશભાઈ પ્રાગજીભાઈ પરમાર (ગળપાદર), ગ.સ્વ. દક્ષાબેન ચૌહાણ (અંજાર), સ્વ. કિશોર રાઠોડના બહેન તા. 28-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-4-2026ના ગુરુવારે સાંજે 5.30થી 6.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજ ભવન, અંજાર ખાતે ભાઈઓ-બહેનોની સાથે.

મુંદરા : મેઘજીભાઈ ખમુભાઈ સોધમ (ઉ.વ. 58) તે લીલબાઈ ખમુભાઈના પુત્ર, નયનાબેનના પતિ, ગોપાલભાઈ, મણશીભાઈ, ખીમઈબેન જીવરાજભાઈ ધેડાના ભાઈ, રાધિકા, સુનિતા, કરનના પિતા, બાલાભાઈ માયાભાઈ સોધમ, પરબતભાઇ માયાભાઈના ભત્રીજા, શંકર, રમેશ, રાજેશ, ભરતના કાકાઈ ભાઈ, રામજીભાઈ માયાભાઈ રોશિયાના જમાઈ, મુરજીભાઈ સામંતભાઈ સૂઢાના વેવાઈ, પંકજભાઈ, રમેશભાઈ, લક્ષ્મીચંદ રોશિયાના બનેવી, જગદીશભાઈ બારા, નારાયણભાઈ ભરાડિયા, મનીષ ધેડા, લાલજીભાઈ, શાંતિભાઈ, મીરાંબેન કરનભાઈ સોધમના સસરા, અશોક, સુનીલ, નીલેશ, પારસ, વિકી, મનીષ, હિરેન, મનીષા, નીમા, દર્શના કાકા, નિધિ, ધવલ, જીનિશા, રિતીશા, મિતાંશના  દાદા, હેનશી, રુદ્ર, દિવ્યાંશ, આર્યન, ક્રિશિલ, ઉન્નતિ (મમાલી)ના નાના, દિનેશ, મનીષ, નરેશના મામા તા. 29-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા 30-4-2026ના સવારે 8થી સાજે 6 નિવાસસ્થાને મહેશનગર, શેરી નં. 2, મુંદરા ખાતે.

નખત્રાણા : કોલી ઈસ્માઈલભાઈ જુમાભાઈ મોર્યા (ઉ.વ. 53) તે અમીનાબેનના પતિ, જયંતીભાઈના ભાઈ, આરતભાઈ મુસાભાઈ (ગણેશનગર)ના ભત્રીજા, આશિષભાઈ, મુકેશભાઈ, તારાબેનના મોટાબાપા તા. 29-4-2026ના અવસાન પામ્યા છે. તા. 4-5-2026ના જાગરણ તથા સત્સંગ અને તા. 5-5-2026ના સવારે 9 વાગ્યે પાણી નિવાસસ્થાન કોટડા (રોહા) ખાતે.

નખત્રાણા : મૂળ ધારેશી (તા. લખપત)ના સવિતાબેન શંકરલાલ માવાણી (ઉ.વ. 71) તે નરેશભાઈ તથા દક્ષાબેન હિંમતલાલ પોકાર (આણંદ)ના માતા, ચિરાગના દાદી તા. 28-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 30-4-2026ના ગુરુવારે સવારે 9થી 10 ધારેશી સમાજવાડી, લખપત ખાતે.

દહીંસરા (તા. ભુજ) : મૂળ ધાણેટીના હીનાબા જુવાનાસિંહ જાડેજા તે સ્વ. જુવાનાસિંહના પુત્રી, સ્વ. દિલુભા, રણજિતાસિંહના ભત્રીજી, મહિપતાસિંહ, અનિરુદ્ધાસિંહ, ભવદીપાસિંહના કાકાના દીકરી, જયદીપાસિંહના બહેન, સત્યજિતાસિંહ, જયવીરાસિંહ, યુવરાજાસિંહના ફઈબા તા. 28-4-2026ના અવસાન પામ્યા છે. પિયર પક્ષનું (ભાઇઓ-બહેનોનું) બેસણું તા. 2-5-2026ના શનિવારે  સાંજે 5થી 6 ભૂતેશ્વર મહાદેવ મંદિર, બસ સ્ટેશનની બાજુમાં, દહીંસરા (તા. ભુજ) ખાતે.

કોટડા ચકાર (તા. ભુજ) : લોઢિયા ઈબ્રાહિમ (ઉ.વ. 60) તે સુમાર ઉમરના પુત્ર, અબુબખર (માસ્તર), ઉમર (બાપાલાલ), અનવર, આયસુબાઇ, ઈબ્રાહિમ સુલેમાન, રશીદ મહમદ, સિધિક અદ્રેમાનના ભાઈ, મ. સિધિક તૈયબ (કોડાય)ના જમાઈ, હાસમ સિધિકના બનેવી, ખલીફા જમાલભાઈ અલીભાઈ (ભુજ)ના સાળા, સલીમ જમાલભાઈના સસરા, મહેતાબના પિતા, અલીમોહમ્મદ નૂરમોહમ્મદ (ચંદિયા)ના દોહિત્ર તા. 29-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-5-2026ના શુક્રવારે સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન ગોકુલધામની બાજુમાં, કોટડા ચકાર ખાતે.

માનકૂવા (તા. ભુજ) : હંસરાજ રતનશી લિંબાણી (ઉ.વ. 82) તે જવેરબેનના પતિ, મોહનભાઇ, કમળાબેન, હેમલતાબેન, મુક્તાબેન, જયશ્રીબેનના પિતા, ભગવતીબેન, અંબાલાલ પોકાર (જિયાપર), સ્વ. વિનોદભાઇ ખેતાણી (કોટડા જ.), ઇશ્વરભાઇ ભોજાણી (કોટડા-ચ.), નવીનભાઇ સાંખલા (દિલ્હી)ના સસરા, કૃપાલ અને ખુશ્બૂના દાદા, સ્વ. હરજીભાઇ જીવરાજ પોકાર (ભવાનીપુરા-બાલાસિનોર)ના જમાઇ, પરાગ ભાવાણી (કપડવંજ), મયૂરીના દાદાસસરા, કાન્તાબેન પોકાર (નાસિક), છગનભાઇ (રત્નાગિરિ)ના ભાઇ, કિશોરભાઇના મોટાબાપુ, રતનબેનના જેઠ, તીર્થા, હર્ષવીના પરદાદા તા. 29-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-5-2026ના શનિવારે સવારે 8.30થી 10.30 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, બીજા માળે, જૂનાવાસ, માનકૂવા ખાતે. (દેહદાન કરેલ છે.)

દુજાપર (તા. માંડવી) : મંગલભારથી કારૂભારથી ગોસ્વામી (ઉ.વ. 80) (પંચગંગાજીના મહંત) તે ગં.સ્વ. ભચીબેનના પતિ, સ્વ. નારાણભારથી, બબીબેન બાબુગર (જિયાપર)ના નાના ભાઇ, મનીષાબેન, દિલીપભારથી, નીતિનભારથીના પિતા, તુલસીગર કુંવરગર (લાખિયારવીરા), પૂનબેન દિલીપભારથી, માનસીબેન નીતિનભારથીના સસરા, દીપાલીબેન હિરેનગર (ધાણેટી), કશ્યપગરના નાના, ખુશીબેન, ચેતનભારથી, પરિધિ, નિખિલના દાદા, ગંગાબેન, જ્યોતિબેન, રતનબેન, નવીનગર, દીપકગરના મામા, સ્વ. પાર્વતીબેન રતનપુરી (મોટી ભાડઇ)ના જમાઇ, સ્વ. નિરુબેન વલ્લભગર (માધાપર), રમેશપુરી રમણીકપુરી (મોટી ભાડઇ)ના બનેવી, સ્વ. બાલભારથી મીઠુભારથી, સ્વ. ભીમભારથી વલ્લભભારથી, સ્વ. શંકરભારથી ગગુભારથી (દેવપર), કલ્યાણભારથી દેવભારથી (કોટડા), સ્વ. શ્યામભારથી, રામભારથી, વલ્લભભારથી, સ્વ. હેમતભારથી વલ્લભભારથી (વડવા કાંયા), ગોવિંદભારથી મીઠુભારથી (વડવા), હરિભારથી વલ્લભભારથી (માધાપર), કાનભારથી ગગુભારથી (દનણા)ના કાકાઇ ભાઇ, હરિભારથી કલ્યાણભારથી, જયંતીભારથી કલ્યાણભારથી (રાજપર), કરશનભારથી, ગોપાલભારથી, ગુલાબભારથી, નવીનભારથી, ભરતભારથી, ભગીરથભારથીના કાકાઇ કાકા તા. 29-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-5-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 પંચગંગાજી, ગઢશીશા ખાતે. શંખઢોળ ઉત્તરક્રિયા તા. 11-5-2026ના સોમવારે નિવાસસ્થાન દુજાપર ખાતે.

બિદડા (તા. માંડવી) : હાલે મુંબઈ હમીદાબાઈ રફીક કુંભાર (જનર) (ઉ.વ. 41) તે હાજી અબ્દુરહેમાન આમદના પુત્રવધૂ, હાજી અબ્દુલ્લા ઈસ્માઈલ (ભુજ, અખાડાવાડા)ના પુત્રી, રફીક અદ્રેમાનના પત્ની, ઓસામણ ગની, અલીમામદ, ઈબ્રાહિમ, સાલેમામદ, અબ્દુલ ગફુર, નઝીરના ભાભી, ઈશા અને ગની (ભુજ)ના બહેન, હમ્માદ અને બશીરાના માતા તા. 29-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-5-2026ના શુક્રવારે સવારે 10થી 11 નિવાસસ્થાન પછોટી વાડી, બિદડા ખાતે.

વેડહાર-નિરોણા (તા. નખત્રાણા) : સોઢા તાજકોરબા મેઘરાજજી (ઉ.વ. 55) તે મેઘરાજજી મુલાજીના પત્ની, કિશોરસિંહ, દિલાવરસિંહ, સ્વ. રામદેવસિંહના માતા, દેવાજી, ભમરાજી, મહિપતસિંહ, રાજુભા, નવલસિંહ, સરૂપસિંહના ભાભી, વીરેન્દ્રસિંહના દાદી, સ્વ. જાડેજા લાલજી વેલાજી (ગુનેરી)ના પુત્રી તા. 29-4-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 4-5-206ના સોમવારે રાત્રે આગરી, તા. 5-5-2026ના મંગળવારે સવારે પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાન વેડહાર-નિરોણા ખાતે.

ખાનાય-સોઢા કેમ્પ (તા. અબડાસા) : સોઢા હઠુસિંહ જુવાનસિંહ (ઉવ. 90) તે ગણપતસિંહ, હીધુસિંહના પિતા, સરૂપસિંહ, ભાખરસિંહ, ઊડેસિંહ, સેરસિંહના ભાઈ, ગુમાનસિંહ દોલુભા, ગેમરસિંહ જેઠમાલસિંહ, લાલસિંહના કાકાઈ ભાઈ, પેમસિંહ, જેઠુભા, ગગુસિંહ, મોહનસિંહ, જગતસિંહધર્મેન્દ્રાસિંહના મોટાબાપુ, ભાટી ભીખસિંહ દુધુડા, નરાવત ગોપાલસિંહ ભાઉડાના સસરા તા. 24-4-2026ના અવસાન પામ્યા છે. દશાવો તા. 3-5-2026ના, ક્રિયાવિધિ તા. 4-5-2026ના સોમવારે સોઢા કેમ્પ, ખાનાય ખાતે.

તેરા (તા. અબડાસા) : મૂળ સાભરાઇના કિશોર (ઉ.વ. 55) તે સ્વ. ઠા. દેવજી વલભજીના પુત્ર, રમણીકભાઈ જેરામભાઈ, હેમલતાબેન દામોદરભાઈ ચાગસોતા (કોઠારા), કલ્પનાબેન અશ્વિનભાઈ અનમ (નારાયણ સરોવર)ના નાના ભાઈ, સ્વ.  મંગલદાસ વલભજી, સ્વ. મૂલજી વલભજીના ભત્રીજા, સાગર, પુનિતના કાકા, કાજલબેન જિતેશભાઈ ધીરવાણી (બિટ્ટા), મોનિકાબેન ચિરાગભાઈ જોબનપુત્રા (ભુજ), કૌશિક અશ્વિનભાઈ અનમ (નારાયણ સરોવર)ના મામા, હિનાબેનના મામા સસરા, અંકિતબેનના કાકા સસરા, સ્વ. ઠા. સુરજી રવજી રાયચના (મોટા ભાડિયા)ના દોહિત્ર, સ્વ. ઠા. વીરજી સુરજી (કોઠારા), સ્વ. ઠા. શાંતિલાલ સુરજી (ભુજ)ના ભાણેજ તા. 29-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-5-2026ના સાંજે 4થી 5 દરિયાસ્થાન મંદિર, તેરા ખાતે.

કુકડાઉ (તા. અબડાસા) : હાલે માધાપર (તા. ભુજ) પ્રતાપાસિંહ પાંચુભા જાડેજા (ઉ.વ. 33) તે પાંચુભા ગાભુભા જાડેજાના પુત્ર, વનરાજાસિંહના મોટા ભાઈ, કારુભા, વિક્રમાસિંહ, હિતુભાના ભત્રીજા, રામદેવાસિંહ, વિરમદેવાસિંહના કાકાઈ ભાઈ તા. 28-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન કુકડાઉ ખાતે.

ફુલરા (તા. લખપત) : પરમાબાઈ સુજાભાઈ પાયર (ઉ.વ. 90) તે સુજાભાઈ કેશાભાઈ પાયરના પત્ની, સ્વ. દાના ભોજા બલિયા (ફુલરા)ના પુત્રી, ખજુરિયા દાના, ભીમજી દાના, લધુ દાનાના બહેન, અરજણભાઈ, બાલુભાઈ, કાનબાઈ રામજી જેપાર (નેત્રા), સ્વ. ખિયલબાઈ મૂરજી સીજુ (વાલ્કા નાના), હીરજીભાઈ, ભાણબાઈ મૂલજી બલિયા (વાલ્કા નાના), ખીમજીભાઈના માતા, જેઠાલાલ, નરેશ, રમેશ, બાબુલાલ, ધનજી, કાન્તિ, વિરમ, મનીષ, રાજેશના દાદી તા. 28-4-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 8-5-2026ના શુક્રવારે બારસ અને તા. 9-5-2026ના શનિવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન ફુલરા (તા. લખપત) ખાતે. 

Panchang

dd