અમદાવાદ, તા. 30 : ગુજરાત ટાઇટન્સે આજે અહીં મજબૂત
આર.સી.બી.ને ચાર વિકેટે હાર આપી હતી. જી.ટી.ના બોલરોની ચુસ્ત બોલિંગ સામે બેંગ્લોર
ટીમ 155 રનમાં ઓલઆઉટ થઇ ગયા બાદ ગુજરાતે
15.5 ઓવરમાં છ વિકેટે લક્ષ્ય પાર
પાડયું હતું. શુભમન ગિલે 18 દડામાં ચાર
સિક્સર સાથે 43 રનની કેપ્ટન્સ ઇનિંગ્સ રમી
હતી. ભુવનેશ્વર કુમાર (28 રનમાં ત્રણ
વિ.) એન્ડ કંપનીએ જી.ટી. માટે લક્ષ્ય આસાન રહેવા દીધું નહોતું. સુદર્શન છ રને આઉટ થયા
બાદ ગિલ અને બટલરે (19 દડામાં 38) ફટકાબાજી કરી હતી. સુંદરે 12, શાહરૂખે 8 રન કર્યા હતા. તેવતિયા 27 રને અણનમ રહ્યો હતો. અગાઉ ગુજરાત
ટાઇટન્સની ઘાતક બોલિંગ અને ચુસ્ત ફિલ્ડીંગ સામે ચેમ્પિયન આરસીબી ટીમ 19.2 ઓવરમાં 1પપ રનના સામાન્ય સ્કોર પર ઓલઆઉટ થઇ હતી.
આરસીબીએ શરૂઆત ઠીકઠાક કરી હતી, પણ પછી
તેની બેટિંગ હરોળ ફસકી પડી હતી અને આખરી 7 વિકેટ 7પ રનના ઉમેરામાં
ગુમાવી દીધી હતી. ટાઇટન્સ તરફથી અરશદ ખાને સર્વાધિક 3 વિકેટ લીધી હતી. જયારે જેસાન હોલ્ડર અને
રાશિદ ખાનને 2-2 વિકેટ મળી હતી. રબાડા અને સિરાજે
1-1 વિકેટ લીધી હતી. ઈનિંગની બીજી
ઓવરમાં કોહલીએ રબાડાના પાંચ દડામાં પ ચોગ્ગા મારી ઝડપી શરૂઆત કરી હતી. પરંતુ રબાડાએ
બાદમાં કોહલીનો 28 રને શિકાર
કર્યો હતો. કોહલીએ 13 દડામાં પ
ચોગ્ગા-1 છગ્ગાથી 28 રન કર્યાં હતા. આ સિવાય પડીક્કલે
24 દડામાં પ ચોગ્ગા-2 છગ્ગાથી 40 રન બનાવ્યા હતા. કપ્તાન પાટીદાર
19 રને આઉટ થયો હતો. આરસીબીના
બાકીના તમામ બેટર ગુજરાતની બોલિંગ સામે ક્રિઝ પર ટકી શકયા ન હતા અને 19.2 ઓવરમાં 1પપ રને વાવટો સંકેલાયો હતો.