• શુક્રવાર, 01 મે, 2026

જાહેર આરોગ્ય માટે ફોર્ટીફાઈડ મીઠાં અંગે જાગૃતિ અનિવાર્ય

ગાંધીધામ, તા. 30 : વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી ભારતીય મીઠાં ઉત્પાદક સંગઠન અને  ન્યૂટ્રીશન ઈન્ટરનેશનલના ઉપક્રમે ખોરાકમાં વપરાતાં ખાદ્યનમક , ડબલ ફોર્ટીફાઈડ  મીઠાંનાં મહત્ત્વ  અને તે અંગે જાગૃતિ કેળવવા સેમિનારનું આયોજન કરાયું હતું.   બંને સંસ્થા દ્વારા સંકલન સાંધી  નમકની ગુણવત્તાઓનો અભ્યાસ કરી જન આરોગ્યને પોષણક્ષમ બનાવવાના પ્રયાસ કરાય છે.  ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે, ગુજરાત સમગ્ર દેશનું 75 ટકા મીઠું પકવે છે, તેમાં મહત્તમ હિસ્સો કચ્છમાંથી ઉત્પાદિત થઈ દેશ અને વિશ્વમાં જાય છે.  જાહેર આરોગ્યને નુકસાન ન થાય, તે માટે  અભ્યાસ કર્યા બાદ ન્યૂટ્રેશન ઈન્ટરનેશનલની ભલામણના અનુસંધાને  ડબલ ફોર્ટીફાઈડ નમકના વપરાશ માટે  રાષ્ટ્રીય સ્તરે અભિયાન ચલાવવું જોઈએ. આ કાર્ય જનજાગૃતિથી થઈ શકે તે માટે નમક ઉત્પાદકો અને સરકારી ધોરણે સામાજિક જાગૃતિ  લાવવા પ્રયાસ કરવાની હાકલ તેમણે  કરી હતી. ઈસ્માના પ્રમુખ ભરત  રાવલે  કહ્યું હતું કે, ડીએફએસ નમકનો વપરાશ  એ વ્યાવસાયિક વિષય નથીપરંતુ જાહેર સ્વાસ્થયનો એક સામાજિક વિષય છે. કારણ કે હાલની જીવનશૈલીમાં  આયોડીન અને આયર્નની ઉણપના  કારણે   હાઈ બી.પી, હાર્ટ એટેકડાયાબિટિસ  સ્ટ્રોક જેવા  રોગનું જોખમ વધતું જાય છે.  દસમાંથી પાંચ લોકોને આયર્નની ઉણપ જણાતી હોવાનું  તેમણે ઉમેર્યું હતું. અગાઉ આયોડીનયુક્ત નમક માટે ઝુંબેશ ચલાવાતી હતી તેવી ઝુંબેશ જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ડબલ ફોર્ટીફાઈડ નમક માટે ચલાવવાની જરૂરિયાત હોવાનું તેમણે ભારપૂર્વક કહ્યું હતું. સોશિયલ મીડિયાના સહારે પણ આ અંગે જાગૃતિ ફેલાવવી જોઈએ તેવું કહી  ઈસ્મા, ન્યૂટ્રીશન ઈન્ટરનેશનલ  અને અન્ય ઉત્પાદક સંગઠનો  સંયુક્ત વર્કિંગ ગ્રુપ બનાવી  સરકાર સમક્ષ રજૂઆત કરશે તેવું ઉમેર્યું હતું. ન્યૂટ્રેશન ઈન્ટરનેશનલના ક્ષેત્રિય પ્રોગ્રામ ઓફિસર  રંજકુમાર ઝાએ ડબલ ફોર્ટીફાઈડ  નમકના મહત્ત્વ અંગે પ્રકાશ પાડી તેનાં ઉત્પાદનથી લઈને વપરશાન સુધીની રૂપરેખા દર્શાવી હતી.  ડબલ ફોર્ટીફાઈડ નમક માનવજાતને તેમના આહાર દ્વારા ઓછી, પરંતુ મહત્ત્વપૂર્ણ માત્રામાં આયોડીન અને આયર્નની પૂર્તિ કરે છે. ભારતમાં દર વર્ષે લાખો સગર્ભા સ્ત્રીઓ અને નવજાત શિશુઓ આયોડીનની ઉણપના કારણે જોખમમાં હોય છે. ડબલ ફોર્ટિફાઈડ નમકના વ્યાપક વપરાશ માટે સરકાર તેને જાહેર વિતરણ પ્રણાલી પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ થકી વિતરીત કરી શકે છે તેવું તેમણે કહ્યું હતું. ચેમ્બરના માનદમંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, ગાંધીધામ ચેમ્બર- ન્યૂટ્રીશન ઈન્ટરનેશનલ, ઈસ્મા અને નમક ઉત્પાદકો સાથે મળીને ડબલ ફોર્ટિફાઇડ નમકના વપરાશના મહત્ત્વને એક ઝુંબેશ સ્વરૂપે લેવા અને સહયોગ પાઠવવા સરકાર સમક્ષ રજૂઆત કરશે. નમક ઉદ્યોગકારો  બચુભાઈ આહીર, પારસમલ નાહટા, રાકેશ જૈન, અંકુર કેમ ફૂડના આદિત્ય પારખે ચર્ચામાં ભાગ લીધો હતો.  

Panchang

dd