• શુક્રવાર, 01 મે, 2026

ક્રૂડતેલના ભાવ ચાર વર્ષની ટોચે

વોશિંગ્ટન, તા. 30 : મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે ક્રૂડતેલની કિંમત 126 ડોલર પ્રતિબેરલ સાથે ચાર વર્ષની ટોચ પર પહોંચી ગઈ હતી. હાલતુરત 123 ડોલર પ્રતિ બેરલ આસપાસ આવી છે. તેલના ભાવમાં ભડકા પર ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલીબાફે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, આગામી પડાવ 140 ડોલરનો છે. ટ્રમ્પને તેમના લોકો બેકાર સલાહ આપે છે તેવું તેમણે જણાવ્યું હતું. અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેંટની મજાક ઉડાવતાં ગાલીબાફે કહ્યું હતું કે, તેમની સલાહથી જ તેલની કિંમતો વધી છે. દરમ્યાન, યુદ્ધ અંગે દોહા ઈન્સ્ટિટયૂટના પ્રોફેસર મોહમ્મદ અલમાસરીએ જણાવ્યું હતું કે, ઈરાન જલ્દી હાર માની શકે નહીં. ઈરાન કમ સે કેમ બે-ત્રણ મહિના સુધી અમેરિકી દબાણ સહન કરી શકે છે અને તેનાથી પણ વધુ સમય ટકી જાય તેમ પણ બની શકે. ટ્રમ્પને લાગે છે કે, દબાણ લાવીને ઈરાનને જલ્દી નમાવી શકાશે પરંતુ આવું વિચારવું સાવ ખોટું છે તેવું તેમણે કહ્યું હતું. અસલી સવાલ એમ નથી કે, ઈરાન કયાં સુધી ટકશે. મૂળ પ્રશ્ન તો એ છે કે અમેરિકા કેટલા સમય સુધી આટલો ખર્ચ કરતું રહેશે. 

Panchang

dd