• શુક્રવાર, 01 મે, 2026

ઓહ ગરમી... લોકોએ પીતો ગુમાવ્યો

ભુજ, તા. 30 : છેલ્લા થોડા દિવસોથી સૂરજદેવ કોપાયમાન બનતા ગરમીનો પારો ઊંચકાયો છે. આ વચ્ચે જાણે લોકોના મગજનોય પારો ઊંચકાયો હોય તેમ સાવ નજીવી બાબતના ચાર ઝઘડા અને મારા-મારીના બનાવ સામે આવ્યા છે. લગ્ન પ્રસંગમાં છાશ ન આપવા તથા અન્ય બનાવમાં જમવાની ડીશ બાબત તેમજ રૂા. 20ની ફાટેલી નોટ બદલાવા તથા અ્રન્ય બનાવમાં મામાનો પક્ષ લીધાના મનદુ:ખ જેવી જેવી બાબતે ગરમી ચડી હોય તેમ  હાથાપાઈના બનાવોની ફરિયાદો નોંધાઈ છે. ભુજના એ - ડીવીઝન પોલીસ મથકે આતીફ ઈશાક સમાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 27/4ના બપોરે સાડા ત્રણ વાગ્યે ભુજના મેમણ જમાત ખાનામાં લગ્ન પ્રસંગમાં ફરિયાદીએ આરોપી સાહિલ સમાના દીકરાને છાશ આપવાની ના પાડતા તેના મનદુ:ખદમાં આરોપી સાહિલે તેમજ ફૈઝલ અભુ સમા (બંદુકિયા) અને જુસબ ગરાસિયા તથા અન્ય ત્રણ અજાણ્યો ઈસમોએ ફરિયાદીને ગાળો આપી, હાથ લાતોથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી છાનબીન આદરી છે. બીજીતરફ મુંદરાના મોટા કાંડાગરાની પી.એસ.સી. કોલોની બિલ્ડીંગ મેસ પાસે ગત તા. 26/4ના રાતે 10.30 વાગ્યે બનેલા બનાવ અંગે વિરપાલ બોમ પ્રકાશ કશ્યપે નોંધાવેલી ફરિયાદ મુજબ તે બિલ્ડીંગની નીચે આવેલી પેસમાંથી જમવાનું લઈને પોતાના રૂમમાં જતો ત્યારે મારા રૂમની બાજુમાં રહેતો અને સાથે કામ કરતો સદામ લાલ મહમદે કહ્યું કે, આ જમવાની ડીશ મને આપ, જેથી ફરિયાદીએ કહ્યું કે મેસમાં બીજી ડીશ હશે લઈ લે, આથી આરોપીએ ગુસ્સે થઈ ગાળો આપી ઝઘડો કરી લાકડાના ધોકાથી માથામાં માર મારતા લોહી નીકળતા રાડારાડી કરી હતી. આથી અન્યોએ વચ્ચે પડી બચાવ્યો હતો. અન્ય એક બનાવ તા. 25/4ના સવારે 7.15 વાગ્યે મુંદરાના નાના કપાયાના એ.પી.એમ.સી. માર્કેટના ગેટ પાસે બનેલા બનાવ અંગે કિરીટસિંહ નારાણજી જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી સલીમખાન (મુંદરા) એ પરત આપવાના થતા રૂા.20ની નોટ થોડી તૂટેલી હતી. આથી તેણે તા. 27/4ના બપોરે મુંદરાના હસનપીર બજારના ચોકમાં બન્યો હતો. જેમાં ફરિયાદી જુબેર અહેમલ જતે નોંધાવેલી ફરિયાદ મુજબ થોડા દિવસ પહેલાં તેના મામાનો ઝઘડો આ કામના આરોપીઓ સાથે થયો હતો. જેમાં ફરિયાદીએ પોતાના મામાનો પક્ષ લેતા તેના મનદુ:ખમાં આરોપી રિયાજ કુંભાર તથા આરીફ ઉર્ફે બવુડો હુસેન કુંભાર (બંને મુંદરા)એ લોખંડના પાઈપ અને લાકડાના ધોકાથી માર મારી અસ્થિભંગની ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ત્રણે ફરિયાદ મુંદરા પોલીસે વિવિધ કલમો તળે નોંધી તપાસ હાથ ધરી હતી. આમ કાળઝાળ ગરમી વચ્ચે લોકોનોય પારો ઊંચકાયો હોય તેમ આવી નજીવી બાબતે ઝઘડા થયાનું સામે આવ્યું છે.  

Panchang

dd