• શુક્રવાર, 01 મે, 2026

માંડવીની સોની બજારમાં બે દુકાનમાંથી 1.20 લાખના દાગીના મહિલાઓએ સેરવ્યા

ભુજ, તા. 30 : બે દિવસ પહેલાં સાંજે માંડવીની સોની બજારમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી અજાણી મહિલાઓએ બે જ્વેલર્સની દુકાનમાં વેપારી અને કામ કરતા માણસોની નજર ચૂકવીને સોનાંના દાગીના કુલ્લ કિં. રૂા.1.20 લાખની ચોરી કરી રફુચક્કર થઈ ગયાનો બનાવ સામે આવ્યો છે. આ ચોરી અંગે માંડવી પોલીસ મથકે ગઈકાલે બિમલ દિનેશચંદ્ર સોનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની સોની બજારમાં શ્રી જ્વેલર્સ નામની ઘરેણાંની દુકાન આવેલી છે. ગત તા.28/4ના સાંજે ચારથી પાંચ વાગ્યાના અરસામાં ગ્રાહક બનીને અજાણી મહિલાઓ આવી હતી. દુકાનમાં  કામ કરતા માણસોની નજર ચૂકવી, હાથચાલાકીથી નાકમાં પહેરવાની સોનાંની રિંગ નંગ-3 આશરે એક ગ્રામ કિં. રૂ.15000 તથા સાહેદ સોની દિનેશકુમાર લક્ષ્મીદાસનીય દુકાનમાંથી નાકમાં પહેરવાની સોનાંની ચૂંકના બે કાર્ડ એમ કુલે 16 ચૂંક અને સોનાંની રિંગ ચાર (બે જોડી), તારવાળી સોનાંની  બુટ્ટી નંગ-2 (એક જોડી) આશરે સાત ગ્રામ કિં. રૂા.1,05,000 એમ કુલ્લે રૂા.1,20,000ના મુદ્દામાલની ચોરી કરી લઈ ગઈ હતી માંડવી પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હોવાની વિગતો પોલીસ મથકેથી મળી છે. 

Panchang

dd