કેરા (તા. ભુજ), તા. 30 : તાજેતરમાં
થયેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા 17 વર્ષના યુવકને કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભુજ ખાતે સમયસર અને નિષ્ણાત સારવાર દ્વારા નવું
જીવન મળ્યું છે. સફળ સારવાર બાદ દર્દીને હવે સ્વસ્થ સ્થિતિમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
કરવામાં આવ્યો છે. આ યુવકને અકસ્માત બાદ બ્લન્ટ એબ્ડોમિનલ ટ્રોમા (પેટમાં ગંભીર અંદરના
ઘા) લાગ્યા હતા, જે સૌથી જોખમી ઇજાઓમાંની એક માનવામાં આવે છે.
દર્દીને પેટમાં અનેક આંતરિક ઇજાઓ થઈ હતી અને હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ ઘણું લોહી
વહેંચાઈ ગયું હતું. તેની સ્થિતિ અત્યંત ગંભીર હતી અને તાત્કાલિક સારવાર જરૂરી હતી.
હોસ્પિટલના ઈમર્જન્સી વિભાગમાં પહોંચતાં જ ટ્રોમા ટીમે ઝડપથી કામગીરી શરૂ કરી. તાત્કાલિક
તપાસ, સ્ટેબિલાઈઝેશન અને જરૂરી સારવાર આપવામાં આવી હતી. આધુનિક
ડાયગ્નોસ્ટિક સુવિધાઓ દ્વારા પેટની અંદરની ગંભીર ઇજાઓની ઓળખ થઈ, જેને કારણે તાત્કાલિક સર્જરી કરવી અનિવાર્ય બની હતી. આ સમગ્ર સર્જરી ડો. વિવેક
દેત્રોજા (કન્સલ્ટન્ટ જનરલ, ટ્રોમા અને લેપ્રોસ્કોપિક સર્જન)ના
માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવી હતી. સર્જરી દરમિયાન દર્દીના પેટમાં થયેલી
ત્રણ મોટી અને ગંભીર ઇજાઓની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી હતી. સર્જરી બાદ દર્દીને
ક્રિટિકલ કેરમાં રાખીને સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. બ્લડ ટ્રાન્સફ્યુઝન,
ઇન્ફેક્શન કંટ્રોલ અને સતત દેખરેખ દ્વારા દર્દીની સ્થિતિમાં સતત સુધારો
નોંધાયો હતો. હાલ દર્દી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો છે અને સફળ સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી
ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. ડો. દેત્રોજાએ જણાવ્યું હતું કે આવા ગંભીર ટ્રોમા કેસમાં સમયસર
સારવાર અને ઝડપી નિર્ણય દર્દીનાં જીવન માટે અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. સર્જરી કે.
કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની 24ડ્ઢ7 ઈમર્જન્સી
સેવા, આધુનિક સારવાર - સુવિધાઓ અને અનુભવી તબીબી ટીમની
પ્રતિબદ્ધતાને દર્શાવે છે. હોસ્પિટલ સતત કચ્છ વિસ્તારમાં દર્દીઓને ઉત્તમ અને જીવદાતા
સારવાર પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.