• શુક્રવાર, 01 મે, 2026

આજથી સુરતમાં વાયબ્રન્ટ રિજનલ સમિટ

સુરત, તા. 30 (અમારા પ્રતિનિધિ તરફથી) : આવતીકાલથી બે દિવસ સુરતમાં પ્રાદેશિક વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાશે, જેમાં દક્ષિણ ગુજરાતના છ જિલ્લા પર ફોકસ કરાયું છે. આ સાથે વૈશ્વિક ભાગીદારી સાથે રોકાણની નવી તકો ઊભી થશે. સમિટ દરમિયાન કાપડઉદ્યોગ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ, ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ, એગ્રો એન્ડ ફૂડ પ્રોસાસિંગ, ઇકો ટૂરિઝમ, સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈ પર પ્રાદેશિક સેમિનાર યોજાશે. બે દિવસ યોજાનાર કોન્ફરન્સની સાથે 1 મેના  સાંજે શહેરમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પણ થશે. ભવ્ય પરેડ વાય જંકશનથી શરૂ થશે અને ડુમસ સી-ફ્રન્ટ સુધી પહોંચશે, જેમાં વિવિધ સરકારી વિભાગોના આકર્ષક ટેબ્લો રજૂ થશે. ત્યારબાદ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ક્યુરેટ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ આ ઉજવણીને વધુ રંગીન બનાવશે. આ વર્ષે પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટ માટે જાપાન, રવાન્ડા, યુક્રેન અને સિંગાપોર ભાગીદાર દેશો તરીકે જોડાયા છે. સાથે જ જેટ્રો, એમચેમ, કોટ્રા અને રશિયન ટ્રેડ પ્રતિનિધિત્વ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભાગીદાર સંગઠનો તરીકે જોડાશે, જે રાજ્યના વૈશ્વિક વેપાર અને રોકાણ માટેના અવસરને વધુ મજબૂત બનાવશે. 

Panchang

dd