• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

વી.ડી.-સ્વામિનારાયણ ભુજની વિજયયાત્રા આગળ વધી

ભુજ, તા. 16 : કચ્છના ક્રિકેટપ્રેમીઓમાં આકર્ષણ જગાવતી કચ્છમિત્ર એન્કર કપની સ્પીડી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ભુજની વી.ડી. હાઈસ્કૂલ અને સ્વામિનારાયણ સ્કૂલનો વિજય થયો હતો. સ્વામિનારાયણના જીત ગોસ્વામીએ 102 રનની ઝમકદાર ઈનિંગ રમી હતી. આ સ્પર્ધાની વર્તમાન સિઝનની આ ત્રીજી સદી નોંધાઈ હતી.  શેઠ વી.ડી. હાઈસ્કૂલ અને દિવ્ય બ્રહ્મલોકની મેચમાં વી.ડી.એ ટોસ જીતી પહેલાં બોલિંગ પસંદ કરી હતી. દિવ્ય બ્રહ્મલોકની ટીમ19.1 ઓવરમાં 10પ રન બનાવી શકી હતી. ટીમ તરફથી વ્યોમ પટેલે 30, પ્રદ્યુમને 13 રન બનાવ્યા હતા. વી.ડી. તરફથી જેનિલ સોલંકીએ ત્રણ, વાઘેલા રુદ્રએ ત્રણ અને ઉમંગે એક વિકેટ ઝડપી હતી. વી.ડી.એ 11.1 ઓવરમાં ચાર વિકેટે 106 રન બનાવી છ વિકેટે જીત મેળવી હતી. વી.ડી. તરફથી કુશલ જંગમે 24, વાઘેલા રુદ્રએ 21 અને જેનિલ સોલંકીએ 20 રન બનાવ્યા હતા. દિવ્ય બ્રહ્મલોક તરફથી વીર દીપે બે, તો સુમિત રાબડિયા અને જય પોકારે એક વિકેટ ઝડપી હતી. સોલંકી જેનિલને મેન ઓફ ધી મેચ, તો વીર દીપને સેકન્ડ મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.  બીજી મેચમાં સ્વામિનારાયણ ભુજની ટીમે 140 રને વિજય મેળવ્યો હતો. ટોસ જીતી પહેલે બેટિંગ કરતા સ્વામિનારાયણની ટીમે 20 ઓવરમાં છ વિકેટે 177 રન બનાવ્યા હતા. જીત ગોસ્વામીએ 14 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી પ4 બોલમાં 102 રનની શાનદાર ઈનિંગ રમી હતી. સેન્ટ એન્ડ્રુસ તરફથી કાવ્ય મહેતા બે, પ્રિયેન શાહ અને જૈવીને એક-એક વિકેટ ઝડપી હતી. 178 રનનાં લક્ષ્યને પાર કરવા ઉતરેલી ટીમ 37 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સ્વામિનારાયણ તરફથી ઓમ રબારીએ ત્રણ, ઝાલા સાહિલે બે અને શ્રેયે એક વિકેટ ઝડપી હતી. જીત ગોસ્વામીને મેન ઓફ ધી મેચ, તો કાવ્ય મહેતાને સેકન્ડ મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. નિકુંજ પિંડોરિયા અને વિનિત વેકરિયા અમ્પાયર અને ઘનશ્યામ વેકરિયા સ્કોરર રહ્યા હતા. 

Panchang

dd