• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

નવોદિત પ્રશાંત -કાર્તિકને 14.20 કરોડના જેકપોટ

અબુધાબી, તા. 16 : ઓસ્ટ્રેલિયાના યુવા ઓલરાઉન્ડર કેમરુન ગ્રીને આઇપીએલ લિલામીમાં ઇતિહાસ રચ્યો છે. તે આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો છે. ગ્રીન પર કોલકાતા નાઇટ રાઇડર્સે આજની હરાજીમાં સૌથી મોટી લગાવીને અધધધ 2પ.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કેમરુન ગ્રીને હમવતન ખેલાડી મિચેલ સ્ટાર્ક (24.7પ કરોડ)ને પાછળ રાખીને નવો વિક્રમ બનાવ્યો છે. ઓકશનમાં બે અનકેપ્ડ ખેલાડી 19 વર્ષીય વિકેટકીપર કાર્તિક શર્મા અને સ્પિન ઓલરાઉન્ડર પ્રશાંત વીરને 30 લાખની બેઝ પ્રાઇસ સામે ચેન્નાઇ સુપર કિંગ્સે 14.20-14.20 કરોડની એક સરખી કિંમતે ખરીદી સૌને ચોંકાવ્યા છે. સમગ્ર લિલામીમાં કુલ્લ 77 ખેલાડી પર 215.45 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. જ્યારે જમ્મુ-કાશ્મીરના ઓલરાઉન્ડર અકીબ નબી ડારને દિલ્હી કેપિટલ્સે 8.40 કરોડમાં ખરીદ્યો છે, તો મંગેશ યાદવ માટે આરસીબીએ પ.20 કરોડ ચૂકવ્યા હતા. ઇંગ્લેન્ડનો ફટકાબાજ લિયામ લિવિંગસ્ટોન પહેલા રાઉન્ડમાં વેચાયો ન હતો, પણ બીજા રાઉન્ડમાં તેને 13 કરોડની લોટરી લાગી હતી. સનરાઇઝ હૈદરાબાદે તેના પર 13 કરોડની બોલી લગાવી ખરીદ કર્યો હતે.  બીજી તરફ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટના કેટલાક સફળ ખેલાડીઓ જેવા કે પૃથ્વી શો અને આકાશ દીપ જેવાના ભાવ પુછાયા ન હતા અને કિવીઝ ખેલાડી રચિન રવીન્દ્ર બીજા રાઉન્ડમાં બે કરોડમાં વેચાયો હતો. આકાશ દીપ પણ બાદમાં 1 કરોડમાં સેલ થયો હતો.  સરફરાઝ ખાન બીજા રાઉન્ડમ 7પ લાખમાં સીએસકે ટીમમાં સામેલ થયો હતો.  શ્રીલંકાનો જુનિયર મલિંગા ગણાતો મથિશ પથિરાના માલામાલ થયો છે. તે 18.00 કરોડમાં કેકેઆર ટીમનો હિસ્સો બન્યો છે. વૈંકટેશ અય્યરે આ વખતે ભારે નુકસાન સહન કર્યું હતું. તેને કેકેઆરે 23.7પ કરોડમાં રિટેન કર્યા બાદ આ વખતે રિલીઝ કરી દીધો હતો. તે હવે હરાજીમાં 7 કરોડ સાથે આરસીબીમાં સામેલ થયો છે. એક સમયનો ટી-20 ઇન્ટરનેશનલનો નંબર વન સ્પિનર રવિ બિશ્નોઇ હવે 7.20 કરોડના કરાર સાથે રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે. - કેમરુન ગ્રીનના ખિસ્સામાં 18 કરોડ જ આવશે : અબુધાબી, તા. 16 : 2પ.2 કરોડની રેકોર્ડબ્રેક કિંમતે વેચાયેલ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરુન ગ્રીનના ખિસ્સામાં તો 18.00 કરોડ રૂપિયા જ જશે. બીસીસીઆઇના નિયમ મુજબ કોઇ પણ વિદેશી ખેલાડીને 18 કરોડથી વધુની રકમ મળશે નહીં. આથી કેમરુન ગ્રીને બાકીના 7.20 કરોડની રકમ બીસીસીઆઇ વેલ્ફેર ફંડમાં જમા કરાવવાની રહેશે. પથિરાના 18 કરોડમાં વેચાયો છે. આથી તેને કરારની પૂરી રકમ મળશે. કાગારું ખેલાડીએ કેમુરુન ગ્રીને અત્યાર સુધીની સૌથી મોટી કિંમતમાં વેંચાઈને આઈપીએલ જગતમાં ઈતિહાસ રચી દીધો છે. ઓલરાઉન્ડર ગ્રીને પોતાની જ ટીમના મિચેલ સ્ટાર્કનો વિક્રમ તોડી નાખ્યો છે. સ્ટાર્કને 2024માં 24.75 કરોડ રૂપિયામાં ખરીદીને કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.  

Panchang

dd