ભુજ, તા. 16 : મતદાર યાદી ખાસ સઘન સુધારણા
કાર્યક્રમ 2026 અંતર્ગત કચ્છ જિલ્લાના રોલ
ઓબ્ઝર્વર હર્ષદકુમાર પટેલની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે સરની કામગીરી સંદર્ભે મતદાર
નોંધણી અધિકારીઓ તથા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લાના
છ વિધાનસભા વિસ્તારમાં લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર
કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ભારતના ચૂંટણી પંચ દ્વારા કચ્છ જિલ્લા માટે ઓબ્ઝવર્ડ
હર્ષદ પટેલ નિમણૂંક થતા અંજાર વિધાનસભાના ધાણેટી ગામના મતદાન મથકોની મુલાકાત લીધી હતી.
બુથ લેવલ ઓફિસર દ્વારા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ રોલ ઓબ્ઝર્વરે
જિલ્લામાં હાલમાં ચાલી રહેલી મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની
તમામ વિધાનસભાના મતદાર નોંધણી અધિકારીઓ સાથે તથા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે
કલેકટર કચેરી, કચ્છ ખાતે સમીક્ષા બેઠક
કરી વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે
બાલકૃષ્ણ મોતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રતિનિધિ અંજલિબેન ગોર અને સહેજાનંદ
સમા અને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આનંદ પટેલ તેમજ નાયબ જિલ્લા ચૂંટણી
અધિકારી વી.એચ. બારહટ ઉપસ્થિત રહ્યા હતા.