• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલને મોટી રાહત

નવી દિલ્હી, તા. 16 : નેશનલ હેરાલ્ડ મામલામાં દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે મંગળવારે કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગંધીને મોટી રાહત આપી હતી. અદાલતે ઇડીની અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે, આ મામલો કોઇ એફઆર નહીં, પરંતુ એક વ્યક્તિની અંગત ફરિયાદ પર આધારિત છે. કોર્ટના આદેશને આવકારતાં કોંગ્રેસે કહ્યું હતું કે, સત્યની જીત થઇ છે. સત્ય પરેશાન થઇ શકે, પરંતુ પરાજિત ન થઇ શકે. કોંગ્રેસે પોતાનાં સત્તાવાર એકસ હેન્ડલ પરથી પોસ્ટમાં કહ્યું હતું કે, મોદી સરકારની બદનિયત અને ગેરકાયદે કાર્યવાહી બેનકાબ થઇ ગઇ છે. નિરાધાર આરોપ નિમ્નસ્તરની રાજનીતિ છે.રાઉઝ એવેન્યુ કોર્ટના વિશેષ ન્યાયમૂર્તિ વિશાલ ગોગનેએ રાહુલ, સોનિયા  અને અન્ય પાંચ આરોપી વિરુદ્ધ અરજી પર સંજ્ઞાન લેવાનો ઇન્કાર કરી દીધો હતો. કોર્ટે એવું પણ કહ્યું હતું કે, દિલ્હી પોલીસે એફઆઇઆર નોંધી લીધી છે અને ઇડીએ કહ્યું છે કે, મામલાની તપાસ જારી છે એ જોતાં ઇડી ઇચ્છે તો આગળની દલીલો રજૂ કરી શકી છે. દરમ્યાન, એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઇડી)એ જણાવ્યું હતું કે, અમે તપાસ જારી રાખશું. દિલ્હી પોલીસ કાનૂની પ્રક્રિયા પૂરી કરે એટલે બીજીવાર આરોપનામું દાખલ કરીશું. 

Panchang

dd