• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

સબાલેંકાને સતત બીજા વર્ષે ડબલ્યુટીએ સર્વશ્રેષ્ઠ ખેલાડી એવોર્ડ

ન્યૂયોર્ક, તા. 16 : બેલારૂસની નંબર વન એરિના સબાલેંકા સતત બીજીવાર વર્ષની સર્વશ્રેષ્ઠ ડબ્લ્યૂટીએ ખેલાડી બની છે. સબાલેંકાએ વર્ષ 202પમાં અમેરિકી ઓપનનો ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત અન્ય બે ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચી હતી અને સીઝનનો અંત નંબર વન મહિલા ખેલાડીના રૂપમાં કર્યો છે. મીડિયા પેનલ તરફથી તેને લગભગ 80 ટકા મત મળ્યા હતા. એરિના સબાલેંકા પાછલા 2પ વર્ષમાં સેરેના વિલિયમ્સ અને ઇગા સ્વિયતાતેક પછી સતત બે વર્ષ આ સન્માન હાંસલ કરનારી ખેલાડી બની છે. બેલારૂસની 27 વર્ષીય સબાલેંકાએ 202પમાં મહિલા ટેનિસમાં જીત-હારનો રેકોર્ડ 63 વિ. 12 બનાવ્યો છે.  તેણે એક કરોડ પ0 લાખ ડોલરની ઇનામી રાશિ જીતી ટૂર રેકોર્ડ બનાવ્યો છે. તેણી પૂરું વર્ષ નંબર વન બની રહી છે.  

Panchang

dd