• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

શિકારપુરની પવનચક્કીમાંથી વાયરની ચોરી કરનારા શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 16 :  ભચાઉ તાલુકાના જંગીથી છાડવારા જતા રોડ પર પિક-અપ બોલેરોમાંથી પોલીસે રૂા. 14,70,000ના ચોરાઉ વાયર સાથે શખ્સને પકડી પાડયો હતો, જ્યારે અન્ય છ શખ્સ નાસી જવામાં સફળ રહ્યાં હતાં. ભચાઉનો સુરેશ મોતી કોળી તથા જંગીનો રોહિત મગન મચ્છોયા (મહારાજ) નામના શખ્સે શિકારપુરમાં પવનચક્કીમાંથી વાયર ચોરી કરી જંગીથી છાડવારા તરફ જતાં હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે વચ્ચે વોચ ગોઠવી હતી. દરમ્યાન પિક-અપ બોલેરો નંબર જીજે-12-બીવાય-7440વાળી આવતા પોલીસે તેને રોકાવી હતી. પોલીસને જોઇને રોહિત મહારાજ, ભરત સુજા ભીલ, સવો રમેશ ઠાકોર, જગમાલ બાબુ કોલી, વિનોદ ભીલ તથા રાજેશ લખમણ કોલી નામના શખ્સો નાસી છૂટયા હતા, જ્યારે સુરેશ મોતી કોલીને પોલીસે પકડી પાડયો હતો. આ વાહનમાંથી મળી આવેલા વાયરના આધાર પુરાવા મગાતાં પકડાયેલો શખ્સ આપી શક્યો ન હતો અને તા. 13-12ના રાત્રે રોહિત મહારાજ, ભરત ભીલ, સવો ઠાકોર, જગમાલ કોલી, વિનોદ ભીલ, રાજેશ કોલી, ગોવિંદ કોલી, ચિરાગ ખેંગાર કોલી, શિકારપુરની સીમમાં જઇ પવનચક્કી નંબર પાંચમાંથી વાયરની ચોરી કરી હતી અને મીઠાના કારખાનામાં આવેલી ઓરડીમાં સંતાડી બાદ સામખિયાળીના પીયૂષ ખીમજી મહેશ્વરીના ભંગારના વાડામાં વેચવા જઇ રહ્યા હોવાની કેફિયત તેણે આપી હતી. પકડાયેલા આ શખ્સ પાસેથી રૂા. 14,70,000ના 2100 કિલો વાયર, એક કટર જપ્ત કરવામાં આવ્યું હતું. આ શખ્સોએ અન્ય કોઇ બનાવને અંજામ આપ્યો છે. કે કેમ ? તથા અન્ય કોઇ સંડોવાયેલ છે કે કેમ ? તે સહિતના પ્રશ્નો માટે એલ.સી.બી.એ આ શખ્સને સ્થાનિક સામખિયાળી પોલીસને સોંપી દીધો હતો. 

Panchang

dd