• રવિવાર, 26 ઑક્ટોબર, 2025

અવસાન નોંધ

ભુજ : અલિયારીબેન યાદવ (ઉ.વ. 75) તે સ્વ. તુલસીભાઈ યાદવ (ગુજરાત પોલીસ)ના પત્ની, લોકનાથ, કેશનાથ, શેષનાથ, એકનાથ, સંજય (યાદવ ઓફસેટ)ના માતા, અમન, મનીષ, મીત, શિવમ્, રુદ્રના દાદી તા. 18/10/2025ના અવસાન પામ્યા છે.

ભુજ : મૂળ રાપરના પ્રાચી હિતેન્દ્ર હરિલાલ મોરબિયા (ઉ.વ. 22) તે ગં.સ્વ. વિમળાબેન હરિલાલ મોરબિયાના પૌત્રી, ચેતના હિતેન્દ્ર મોરબિયાના પુત્રી, અંકિતા હર્ષદ મોરબિયા અને ચાંદની ચેતન મોરબિયાના ભત્રીજી, યશ્વી હેમાંગ શાહ, ધાર્મી, જૈવી, ધ્વેન, એને, શૌર્યનના બહેન તા. 18-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા કે લૌકિક વ્યવહાર રાખેલ નથી.

મુંદરા : સમા હાજી અબ્દુલ (ઉ.વ. 66) તે હાજી જુસબ (મોખા), મ. અસગર, રમજુના પિતા, હાજી કાસમ હાજી જુસબ (મોખા)ના ભાઇ, ઇમરાનના કાકા, અબુલ સુમરાના સસરા, અખ્તરના દાદા તા. 17-10-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 20-10-2025ના સોમવારે સવારે 10થી 11 મહેશનગર જમાતખાના નૂરાની મસ્જિદની બાજુમાં, શેરી નં. 7, મુંદરા ખાતે.

નખત્રાણા : મૂળ તેરાના  ગં.સ્વ. સરસ્વતીબેન જેષ્ટારામ નાકર (ઉ.વ. 85) તે સ્વ. જેષ્ટારામ ધનજી નાકરના પત્ની, સ્વ. લક્ષ્મીબેન ધનજી પ્રાગજી નાકરના પુત્રવધૂ, સ્વ. વેલજી પ્રાગજી નાકર (તેરાવાળા)ના ભત્રીજા વહુ, ગિરીશભાઈ, પ્રકાશભાઈ, લતાબેન, સ્વ. ઉષાબેન તથા દક્ષાબેનના માતા, રેખાબેન, કલ્પનાબેન, અમૃતલાલ શંકરજી નાગુ (નખત્રાણા), કિશોરભાઈ જેન્તીલાલ માકાણી (માંડવી), પંકજભાઈ તુલસીદાસ પેથાણી (ખામગાવ- મહારાષ્ટ્ર)ના સાસુ, નૈતિક, નીરવ, ધૈર્ય, હેમાંગ, હિતાર્થ તથા સોનાલી (ભુજ)ના દાદી, નિધિબેન, નિરાલીબેન, હીનાબેન, પ્રિયાબેન તથા ભીષ્મભાઈ (ભુજ)ના દાદી સાસુ, વૃંદા (ભટિન્ડા), સ્મિત, આશિષ, રિદ્ધિ (વલસાડ), અભિષેકના નાની, નિલેશભાઈ (ભટિન્ડા), શીતલબેન (મા. શા. કોટડા જડોદર શિક્ષિકા), ભાવિકાબેન તથા ઓમ (વલસાડ)ના નાની સાસુસ્વ. કેશરબેન શંકરલાલ મેગજી મોતા - મૂળ બાગ (ગંગાપરવાળા)ના પુત્રી, ગં.સ્વ. ઝવેરબેન રામજી જેસરેગોર (ભુજપુર), સ્વ. અમૃતભાઈ શંકરલાલ મોતા (ગંગાપર), ગં.સ્વ. ચંદનબેન વસંતલાલ નાકર (મોટી રાયણ), સ્વ. રંજનબેન હિંમતલાલ માકાણી (નાંદેડ)ના બહેનસ્વ. પ્રાગજી મેઘજી મોતા (બિદડા), સ્વ. મંગલદાસ મેઘજી મોતા (નાની ખાખર), સ્વ. પુરીબેન બચુભાઈ સુખાણી (મસ્કા), સ્વ. લક્ષ્મીબેન મીઠુભાઈ જેસરેગોર (ભુજપુર), સ્વ. જમનાબેન મોરારજી પેથાણી (મોટી ખાખર)ના ભત્રીજી, શ્રીષા, વસ્તીન, કનીકા, રીદ્ધાંશ, ધીઓમ, કેઝલીન, દિવીશાના પરદાદી, પરિધી, ધ્વનિત, સ્વરૂપ, શિવાય, દિત્યા, દેવાંશના પરનાની તા. 17-10-2025ના  અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા  તા. 24-10-2025ના શુક્રવારે બપોરે 3.30થી 5 બ્રહ્મસમાજવાડી, વિરાણી રોડ, નખત્રાણા ખાતે. 

નખત્રાણા : પ.ક.મ.ક.સ.સુ. દરજી મૂળ દેવપર (ગઢ)ના નર્મદાબેન જેઠાલાલ મોઢ (ઉ.વ. 66) તે જેઠાલાલ કલ્યાણજીના પત્ની, સ્વ. લક્ષ્મીબેન કલ્યાણજીના પુત્રવધૂ, પરેશ, જયેશ (માનકૂવા), માલતીબેન, પ્રફુલ્લ, હરેશ (ચામુંડા કેટરર્સ)ના માતા, હીનાબેન, કોમલબેન, હિતેશ (વિથોણ), અંગનાબેનના સાસુ, પ્રિત, કેવલ, જેમિન, રિદ્ધિ, લક્ષા, સિદ્ધિ, રૂદવીના દાદી, જય, વેદના નાની, સ્વ. દામજીભાઈ, સ્વ. નર્મદાબેન રવિલાલ (માંડવી)ના નાના ભાઈના પત્ની, સ્વ. ગોદાવરીબેન દેવજીભાઈ ડાભી (નલિયા)ના પુત્રી, પરસોત્તમભાઈ, ભરતભાઈ, સ્વ. વિજયાબેન, સ્વ. મહાલક્ષ્મીબેન, અમૃતબેનના બહેન, પ્રવીણાબેન, મનીષાબેનના નણંદ, સ્વ. રવજી ધનજી ડાભીના નાના ભાઈના પુત્રી, મોરારજી, ભાણજી, ચત્રભુજ, ગં.સ્વ. દમયંતીબેન, સ્વ. દેવીબેન, ગં.સ્વ. અનસૂયાબેન, રાધાબેન, રમીલાબેનના કાકાઇ બહેન તા. 16-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-10-2025ના ગુરુવારે બપોરે 3.30થી 4.30  સત્યનારાયણ પાટીદાર સમાજવાડી, મધ્યમ વિભાગ, મેઈન બજાર, નખત્રાણા મધ્યે. 

માધાપર (તા. ભુજ) : મોગલ હાજરાબાઇ જાનમામદ (ઉ.વ. 70) તે મ. જાનમામદના પત્ની, ફકીરમામદના માતા, અસલમના દાદી, હાસમ, મ. ઓસમાણ, મ. કારાના બહેન, મોગલ મામદ, ભટ્ટી આધમ, પઠાણ અકબરના સાસુ, સાજીદ, સગીર, અયાન, તાહીરના નાની, મોગલ ભચુ, મોગલ સુલેમાન, મોગલ ગની, પઠાણ સુલ્તાનના માસી, રમજુ, અનવર, મ. સુલેમાન, અબ્દુલ, કાસમ, રમજુ કારાના ફઇ તા. 18-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-10-2025ના મંગળવારે સવારે 10થી 11 માધાપર મુસ્લિમ જમાતખાના ખાતે. 

કેરા (તા. ભુજ) : મૂળ ભુજપુર દિનેશ રમેશ પાતારિયા (ઉ.વ. 18) તે સ્વ. વનિતા, રમેશ વાલજીના પુત્ર, વાલજી કચરાના પૌત્ર, પ્રેમજી, હરેશ, વાલુબેન, રાણુબેનના ભત્રીજા, અંજલિ, નેહાલના ભાઈ, સ્વ. ધનજી કાનજી ધેડા (માધાપર)ના દોહિત્ર તા.17-10-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા તા.19-10-2025ના રવિવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન કેરા ખાતે. 

મઉં મોટી (તા. માંડવી) : સોમાભાઇ કલાભાઇ રબારી (ભીમ) (ઉ.વ. 52) તે કલાભાઈ સામત ભીમના પુત્ર, હંસુબેનના પતિમેઘાભાઈ વંકા (દબાણ)ના જમાઈ, હીરાભાઈ, રામીબેન, ભાઉબેનના ભાઈ, હમીર, દિલીપ, હરેશના પિતા તા. 18-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ખાતે.

તલવાણા (તા. માંડવી) : બાવલાભાઇ દેવાભાઇ નોરિયા (ઉ.વ. 70) તે સ્વ. ગોરબાઈ દેવા પાલા નોરિયાના પુત્ર, સ્વ. ભોજા દેવા, સ્વ. દેશર દેવા, સ્વ. વિશનજી દેવા, લાખા દેવાના ભાઈ, જેન્તી, લક્ષ્મીબેન (પીપરી), કાંતાબેન, મંજુલાબેન (નાના આસંબિયા), કેશરબેન (રામાણિયા), રતનબેન (નાગલપુર)ના પિતા, નાનજી (પીપરી), રામજી, વેરશી (નાના આસંબિયા), પરબતભાઇ (રામાણિયા), અશોક (નાગલપુર)ના સસરા, અશોક, વિશનજી, હરેશ, મનોજ, રાજેશ, હીરજી, સ્વ. વસંતના મોટાબાપુ, પીયૂષ, રિયા અને દક્ષના દાદા તા. 18-10-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 18-10-2025 અને તા. 19-10-2025ના સવારે  નિવાસસ્થાન મહેશ્વરી દખણાદો ફળિયો, તલવાણા ખાતે.  સાદડી એ જ સ્થળે.

ગુંદિયાળી (તા. માંડવી) : જાડેજા પથુભા નથુભા (તિલાટ) (ઉ.વ. 80) તે હરિસંગ, સહદેવસિંહ, કિરીટસિંહના પિતા, જાડેજા રવુભા, દશરથસિંહ, વિક્રમસિંહ, રાજુભાના કાકાઇ ભાઇ, વિરમદેવસિંહ, જગદીશસિંહ, જયવીરસિંહ, આર્યદીપસિંહ, માન્યરાજ, સૂર્યરાજસિંહ, નિત્યરાજસિંહના દાદા, અનિરુદ્ધસિંહ, નરેન્દ્રસિંહ, દિવ્યરાજસિંહ, સિદ્ધરાજસિંહ, સુખદેવસિંહના મોટા બાપુ તા. 18-10-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 29-10-2025ના બુધવારે તેમના નિવાસસ્થાને અને સાદડી રાજપૂત ક્ષત્રિય સમાજવાડીમાં, ગુંદિયાળી ખાતે.

મસ્કા (તા. માંડવી) : ભારતીબેન (ભચીબેન) ગોર (ઉ.વ. 94) તે સ્વ. દયાશંકર (શંભુભાઇ) માવજી મોતા (જનતા ટાઈપરાઈટિંગ - ટયુશન ક્લાસવાળા)ના પત્ની, સ્વ. લક્ષ્મીબેન માવજી લક્ષ્મીદાસ મોતાના પુત્રવધૂસ્વ. લક્ષ્મીબેન મીઠુભાઇ સુંદરજી નાગુ (બિદડા)ના પુત્રી, દીપકના માતા, રેખાબેનના સાસુ, સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. ચત્રભુજ, સ્વ. અમૃતબેન જેઠાલાલ માકાણી (મસ્કા), ગં.સ્વ. ચંચળબેન બાબુલાલ વ્યાસ (ગુંદિયાળી-શેખાઇબાગ)ના ભાભી, ગં.સ્વ. ઝવેરબેન, ગં.સ્વ. વિમળાબેનના જેઠાણી, સ્વ. ધનગૌરીબેન, હર્ષદાબેન (બંને ફરાદી), કીર્તિભાઇ, પ્રકાશભાઇ, ભરતભાઇ, કેતનભાઇના કાકી, ગિરીશભાઇ, વેલજીભાઇ, જ્યોતિબેન, મધુબેન, ફાલ્ગુનીબેન, પ્રીતિબેનના કાકીસાસુ, ડો. ઉષ્મા રાહુલભાઇ પરમાર (રાજકોટ)ના દાદી, સ્વ. ઉમિયાશંકર, ગં.સ્વ. ઝવેરબેન રવિલાલ નાથાણી (મસ્કા)ના બહેન, સ્વ. ભગવાનજી હરિરામ વ્યાસના ભાણેજી, પ્રવીણભાઇ, દિનેશભાઇ, યોગેશભાઇ, રાજેશભાઇ, ભાવેશભાઇ, નિર્મળાબેન (ગોધરા-ડોમ્બીવલી), ગં.સ્વ. પ્રફુલ્લાબેન (મસ્કા-ડોમ્બીવલી), રેખાબેન (મસ્કા-ડોમ્બીવલી)ના ફઇ, અરુણાબેન, પ્રવીણાબેન, આરતીબેન, દીનાબેન, નિમિષાબેન, અરવિંદભાઇ, સ્વ. જિતેન્દ્ર, પ્રવીણભાઇના ફઇ સાસુ તા. 17-10-2025ના અવસાન પામ્યા છે. સાસરા પક્ષ તેમજ માવિત્ર પક્ષની સંયુક્ત પ્રાર્થનાસભા તા. 19-10-2025ના રવિવારે સાંજે 3.30થી 5 રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે.

વિથોણ (તા. નખત્રાણા) : વાલબેન દાનાભાઇ ભગત (ઉ.વ. 84) તે સ્વ. દાનાભાઇ દેવજી ભગતના પત્ની, તુલસીભાઇ, શાંતિભાઇ (બેંગ્લોર)ના માતા, બાબુભાઇ (ગીર ગઢડા), સ્વ. વેલાબેન અને ભગવતીબેનના કાકી તા. 18-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 19-10-2025ના 

રવિવારે સવારે 8.30થી 11 લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં સમાજવાડી ખાતે.  

વાંકુ (તા. અબડાસા) : જાડેજા આશકોરબા (ઉ.વ. 60) તે જાડેજા હરિસિંહ ખાનજીના પત્ની, બટુકસિંહ ખાનજીના પુત્રવધૂ, રામસંગજી ખેતુભા, પૃથ્વીરાજસિંહ ભીખુભા, ભરતસિંહ ગગુભા, ચંદ્રસિંહ કેશરજી, ભરતસિંહ બટુકસિંહના કાકી, ક્રિપાલસિંહ, ભૂપતસિંહના માતા તા. 17-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને, ઉત્તરક્રિયા તા. 27-10-2025ના.  

Panchang

dd