• બુધવાર, 30 એપ્રિલ, 2025

અવસાન નોંધ

ભુજ : મારૂ કંસારા સોની નીતિન રામદાસ છત્રાળા (ઉ.વ. 64) તે સ્વ. પ્રભાબેન રામદાસ દેવશી છત્રાળાના પુત્ર, અમિતાબેનના પતિ, પાર્થ (એચ.ડી.એફ.સી. બેંક)ના પિતા, સ્વ. દિનેશભાઇ, સ્વ. ઇન્દુબેન બિપિનભાઇ બુદ્ધભટ્ટી, સ્વ. ચંદ્રિકાબેન ચંદુભાઇ કટ્ટા, સ્વ. મધુસૂદનભાઇ, નીતાબેન રજનીકાંતભાઇ બુદ્ધભટ્ટી, સ્વ. મનોજભાઇના નાના ભાઇ, ગં.સ્વ. હર્ષાબેનના દિયર, ગં.સ્વ. આશાબેન જેઠ, રિધમ, સ્વ. પરેશ, આદિત્ય, ચાર્મીના કાકા, તેજલના કાકાજી, રીમા, મીનલ, જાનકી, મીત, ઓમકાર, બિનલના મામા, ઉર્વીના મામાજી, ઓમના દાદા, સ્વ. રંભાબેન ધનજીભાઇ બુદ્ધભટ્ટી (માંડવી)ના જમાઇ, અનિશા રાજુભાઇ બુદ્ધભટ્ટી, જસ્મિન ગૌતમભાઇ બુદ્ધભટ્ટી, દર્શના રાજીવ શાહના બનેવી, દિવ્ય, જયમીન, તીર્થના ફુવા, પૂર્વાના માસા તા. 18-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-3-2025ના ગુરુવારે સાંજે 5થી 6 સારસ્વત વાડી, આશાપુરા મંદિરની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : ગિરીશ બાબુલાલ (બટુક) ઝવેરી (ઉ.વ. 67) (જૈન મેડિકલ સેન્ટરવાળા) તે સ્વ. મિન્ટુબેનના પતિ, સ્વ. વિદ્યાગોરીબેન બાબુલાલના પુત્ર, નીલ (જૈન મેડિકલ સેન્ટર), ચાર્મીના પિતા, ધારા ખુશાલભાઈ શાહ (માંડવી), ભવ્ય વિપુલ શાહ (અંજાર)ના સસરા, ચંદ્રિકાબેન, સ્વ. લલિતભાઈ, હિનાબેન કમલેશભાઈ શાહ (માંડવી)ના ભાઈ, દીપ, જૂઈ અર્જુન સોલંકી (જામનગર)ના મામા, સ્વ. પુષ્પાબેન કાંતિલાલ ગાંધી (અંજાર)ના જમાઈ, પ્રકાશભાઈ કાંતિલાલ ગાંધી (અંજાર)ના બનેવી તા. 18-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-3-2025ના ગુરુવારે 4.30થી 5.30 જૈન ગુર્જરવાડી (વંડા), ભુજ ખાતે.

ભુજ : મોખા સુમાર સિદ્દીક (ઉ.વ. 78) તે જુમા સિદ્દીક, મ. ઉમર સિદ્દીકના ભાઈ, અબ્બાસ, મામદ (રોટીવાળા હર્ષ દાબેલી ભીડ ગેટ), ઇશા, ઇબ્રાહિમ, ઇસ્માઇલના પિતા, મમણ ઓસમાણ રેમતુલાના સસરા તા. 19-3-2025નાં અવસાન પામ્યા છે. તાજિયત તા. 19, 20 અને 21 બુધ, ગુરુ અને શુક્રવારે નિવાસસ્થાન ભીડ નાકા બહાર, સીતારા ચોક ખાતે.

ભુજ : જયંતીલાલ ચંદન (ઉ.વ. 75) તે સ્વ. ઠા. કાનજીભાઇ (દરિયાશેઠ) વેલજી ચંદન (માતાજીના-નેત્રા)ના પુત્ર, હંસાબેનના પતિ, દીપેન (ગણેશ ડીઝલ્સ-માધાપર), સ્વ. ભાવનાબેનના પિતા, હેત અને દિવ્યના દાદા, વૈશાલીના સસરા, અરવિંદભાઇ, રમેશભાઇ (નેત્રા), ગં.સ્વ. જયાબેન રમણીકલાલ ગણાત્રા (મુલુંડ), સ્વ. હસુભાઇ, હંસાબેન હરિરામભાઇ કોઠારી (ભુજ), સુરેશ ચંદન (વડોદરા), કિશોર (મુલુંડ)ના ભાઇ, સ્વ. ઠક્કર દ્વારકાદાસભાઇ (લક્ષ્મીદાસ) નાનજી (ઘડાણી)ના મોટા જમાઇ, ધીરજભાઇ, ગોવિંદભાઇ, દમયંતીબેન (માંડવી), ઉમાબેન કતિરા (ભુજ), માયાબેન (અમદાવાદ), કિરણભાઇ, દિલીપભાઇ (ભુજ), સ્વ. મીનાબેનના બનેવી તા. 19-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-3-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, વી. ડી. હાઇસ્કૂલની બાજુમાં, રૂખાણા હોલ, ભુજ ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુક્ત.

આદિપુર : મૂળ મઢુત્રા (તા. સાંતલપુર)ના ઠા. રંભાબેન છગનલાલ કોટક (ઉ.વ. 93) તે સ્વ. છગનલાલ ડોસાલાલના પત્ની, સ્વ. શિવલાલના માતા, હંસાબેનના સાસુ, જયંતીલાલ, ચંપાબેન, સ્વ. શાંતાબેન, સ્વ. મંછીબેનના ભાભી, હિરેન, હેમાંગી, વૈશાલીના દાદી, ખ્યાતિના દાદીજી, સ્વ. કાળીદાસ તલકશી રતાણી (સાંતલપુર)ના પુત્રી, શાંતાબેન, અમૃતબેન, નર્મદાબેન, વીરૂબેનના બહેન તા. 19-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-3-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, આદિપુર ખાતે.

અંજાર : સામજીભાઇ રામજીભાઇ ગુદરાસણિયા (સોરઠિયા) (ઉ.વ. 66) તે સ્વ. વાલીબેન રામજીભાઇ ગુદરાસણિયાના પુત્ર, મણિબેનના પતિ, સ્વ. સાકરબેન વેલજીભાઇ કાતરિયાના જમાઇ, માવજીભાઇ, સ્વ. દેવજીભાઇ, વિશનજીભાઇ, ગં.સ્વ. જયાબેન, ગં.સ્વ. જીવતીબેન, ગં.સ્વ. જમનાબેન, ગં.સ્વ. વિજયાબેન, લક્ષ્મીબેન, ગં.સ્વ. હેમલતાબેનના ભાઇ, જશુબેન, ગં.સ્વ. કાન્તાબેનના દિયર, ભગવતીબેનના જેઠ, સ્વ. લાલજીભાઇ, સ્વ. નારણભાઇ, સ્વ. નરશીભાઇ, સ્વ. જેરામભાઇ, શાંતિલાલભાઇ, સ્વ. તુલસીભાઇના સાળા, અનિલભાઇ, જિતેશભાઇ, ગં.સ્વ. મીતાબેન, પલ્લવીબેન, અલ્પાબેનના પિતા, પૂજાબેન, પૂજાબેન, સ્વ. ભરતભાઇ કાપડી, કોમલભાઇ હડિયા, નીલેશભાઇ હડિયાના સસરા, ક્રિષ્ના, પાર્થ, હર્ષિવ, હરસિદ્ધિના દાદા તા. 17-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-3-2025ના શુક્રવારે સવારે 10થી 11 યદુવંશી સોરઠિયા સમાજવાડી (કૃષ્ણવાડી), વોરાસરની બાજુમાં, અંજાર ખાતે.

અંજાર : પ્રેમજીભાઇ લાધાભાઇ કાતરિયા (ઉ.વ. 72) તે સ્વ. જશોદાબેનના પુત્ર, ગીતાબેનના પતિ, વેલીબેન લવજીભાઇ મેસુરાણી, સ્વ. રતિલાલભાઇ, જગદીશભાઈ, લવજીભાઇના ભાઇ, લવજીભાઇ મેસુરાણીના સાળા, ગં.સ્વ. જમનાબેનના દિયર, દક્ષાબેન, વાસંતીબેનના જેઠ, શિલ્પાબેન સુરેશભાઇ માલસત્તર, સ્વ. રિમાબેન ભૂપેન્દ્રભાઈ બાંભણિયા, અમિતભાઇના પિતા, સુરેશભાઇ માલસત્તર, ભૂપેન્દ્રભાઈ બાંભણિયા, પ્રિયાબેનના સસરા, મીનાક્ષીબેન ચેતનભાઇ કાતરિયા, નીલમબેન આશિષભાઇ કાતરિયાના કાકાઇ સસરા તા. 18-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-3-2025ના ગુરુવારે સાંજે 5થી 6 યદુવંશી સોરઠિયા સમાજવાડી (કૃષ્ણવાડી), વોરાસર સોસાયટીની બાજુમાં, અંજાર ખાતે.

અંજાર : કિશોરકુમાર કુંવરજીભાઇ સોલંકી (ઉ.વ.58) તે ઉષાબેનના પતિ, નેહાબેન, કરનભાઇના પિતા, અશોકભાઇના ભાઇ, મિતેશ શાંતિલાલ સોલંકી, ઉમેશ, કનૈયો, કુનાલના કાકા તા. 17-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-3-2025ના સાંજે 4થી 6 નિવાસસ્થાન વિજયનગર, અંજાર ખાતે. 

અંજાર : ગં.સ્વ. હીરામણિબેન (ઉ.વ. 78) તે સ્વ. અમૃતલાલ સુંદરજીના પત્ની, કવિતા રમેશકુમાર (આધોઇ), બીના પ્રભુલાલ, જાગૃતિ જયેશભાઇ, કનૈયાભાઇના માતા, રાધાબેનના સાસુ, સ્વ. લધુભાઇ, સ્વ. રામજીભાઇ, સ્વ. વાલજીભાઇ, સ્વ. લાલજીભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. મુલબાઇ, સ્વ. નર્મદાબેન, સ્વ. શાંતાબેન, ગં.સ્વ. લતાબેનના દેરાણી, સ્વ. ભચીબેન, સ્વ. વેલાબેન, સ્વ. રાધાબેનના ભાભી, જગદીશભાઇ, રાજુભાઇ, કિરણભાઇ, હરીશભાઇ, વિઠ્ઠલદાસના કાકી, સ્વ. શાંતાબેન પોપટલાલ રામજી આથાના પુત્રી, સ્વ. ગોરધનભાઇ, નવીનભાઇ, સ્વ. દિનેશભાઇ, વસંતભાઇ, બિપીનભાઇ, દીપકભાઇ, સ્વ. તારાબેન, પ્રવીણાબેનના બહેન, દેવના દાદી, પિન્ટુ, જિગર, કપિલ, આયુષી, મિહિર, ઉર્વશી, પાર્થના નાની તા. 18-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-3-2025ના ગુરુવારે સાંજે 5થી 6 રઘુનાથજી મંદિર, સવાસર નાકા ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

મુંદરા : કંદોઇ મુક્તાબેન (ઉ.વ. 60) તે ધનજી વાલજીના પત્ની, રમેશ (બેંગ્લોર), દીપક, નવીન, હરેશ, ભારતી (બિદડા), શોભનાના માતા, મંજુબેન, રસિકભાઇ, ધર્મેન્દ્રના સાસુ, ભગવાનજી વાલજીના ભાભી, શશીભાઇ, સ્વ. પ્રતાપ, સ્વ. જયેશના કાકી, છગનલાલ કરશન (અંજાર)ના પુત્રી, ધવલ, મયૂર, ધર્મેન્દ્ર, રીનાના દાદી, નીતાબેન (ભુજપુર), કુસુમબેન ગાલા (બિદડા), મિત્તલબેન (વલસાડ), માયાબેન (ગાંધીધામ), રિદ્ધિ મહેતાના નાની તા. 19-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-3-2025ના શુક્રવારે સાંજે 5થી 6 પાટીદાર સમાજવાડી, ઘનશ્યામ પાર્ક-2, મુંદરા ખાતે.

રાપર : કમલેશભાઈ ધનજીભાઈ લોવારિયા (મકવાણા-સુથાર) (ઉ.વ. 44) તે ડાઈબેન ધનજીભાઈ ખીમજીભાઈ સુથારના પુત્ર, કમલાબેનના પતિ, અર્જુન, નીલમ, મહિમાના પિતા, ચંદુલાલ, રમણીકલાલ, ભરતભાઈના ભાઈ, વિવેક, યશના કાકા, શ્રી, હરિ, નંદ, ક્રિષ્નના મોટાબાપા, રેવાબેન ટપુભાઈ નાથાભાઈ સુથાર (ખાંડેક)ના જમાઈ, હસમુખ, રમેશ, ભરતના બનેવી, ઠાકરશીભાઈ, પ્રભુભાઈ, ભાણજીભાઈ, કાંતિભાઈના ભત્રીજા, ભીખાભાઈ પાંચાભાઈ રાઠોડ (પલાંસવા)ના ભાણેજ, મણિબેન, દેવુબેન, રતનબેનના ભત્રીજા તા. 14-3-2025ના અવસાન પામ્યા છે. મોરિયા તથા લોકાઈ (લૌકિકક્રિયા) તા. 24-3-2025ના સોમવારે લુહાર-સુથાર સમાજવાડી, ગેલીવાડી, શેરી નં. 1, રાપર ખાતે.

કોટડા (ચકાર) આથમણાવાસ (તા. ભુજ) : મનસુખભાઇ કરશન માકાણી (ઉ.વ. 47) તે સ્વ. મરઘાબેન કરશનભાઇ વિશ્રામના પુત્ર, કલ્પનાબેનના પતિ, નરસિંહભાઇ, ચંપાબેન (પાંતિયા), ગવરીબેન (કોટડા-ઉ.)ના નાના ભાઇ, સરસ્વતીબેન નરસિંહભાઇ માકાણીના દિયર, વૃત્તિ, પૂજા, ઓમના પિતા, શિવજી રામજી રામાણીના જમાઈ, લિનેશ શિવજીના બનેવી, સ્વ. માધવજી ભીમજીના દોહિત્ર, સ્વ. શિવદાસભાઇ, સ્વ. રામજીભાઇ, સ્વ. પ્રેમજીભાઇ, વિઠ્ઠલદાસ માધવજી (થરાવડા)ના ભાણેજ તા. 19-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન કોટડા (આ.) ખાતે.

મિરજાપર (તા. ભુજ) : વિશ્રામ દેવરાજ પિંડોરિયા (ઉ.વ. 102) તે શિવજીભાઈ, સ્વ. લાલબાઈ કરસન કેરાઈ, સામબાઈ રવજી વરસાણી, રાધાબેન સામજી હીરાણી, જશુબેન નારણ વરસાણી, શાંતાબેન પ્રેમજી વરસાણી, કાંતાબેન શિવજી હાલાઈના પિતા, વિનોદ, કિશોરના દાદા  તા. 18-3-2025ના અવસાન છે. પ્રાર્થનાસભા (બેસણું) તા. 20-3-2025ના ગુરુવારે સવારે 7.30થી 8.30 ભાઈઓનું સ્વામિનારાયણ મંદિર (ભાઈઓનું મંદિર), બહેનોનું બહેનોના મંદિર, મિરજાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ અમદાવાદના કુંવરબેન (ઉ.વ. 93) તે સ્વ. જેઠાભાઇ દેવજીભાઇ પડાયા (ચારણ)ના પત્ની, સ્વ. જેન્તી, લાલાભાઇ, મેનાબેન રાણાભાઇ ખીમસુર (ઠક્કરબાપા નગર), હંસાબેન મેઘજી ખીમસુર (ઠક્કરબાપા નગર)ના માતા, મેઘજી નારણ, સ્વ. બાબુ નારણના કાકી, અશ્વિન, કિશન, પાર્થ, રવિ, વિજયના દાદી, સ્વ. દેવજી મલા મકવાણા (મંગવાણા)ના પુત્રી, મનીષા કિરણ સેતણિયા (ગંગોણ)ના નાની તા. 18-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 21-3-2025ના શુક્રવારે આગરી, તા. 22-3-2025ના શનિવારે પાણી નિવાસસ્થાન ગ્રીન સિટી, નવાવાસ ખાતે.

લોડાઇ (તા. ભુજ) : બાવા હુસેન હાસમ (ઉ.વ. 61) તે હાસમ અને સદામના પિતા, મ. જુસબ, રહેમતુલ્લાહ, નૂરમામદના ભાઈ, કાદર ઓસ્માણ (ચાંદ્રાણી), ઈબ્રાહિમ (ચિરઈ)ના સસરા, કાદર ઇસ્માઇલ સમા, અભુ ઇસ્માઇલ સમા, રમજુ ઇસ્માઇલ સમા (ભુજ)ના બનેવી તા. 17-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-3-2025ના ગુરુવારે નિવાસસ્થાને લોડાઇ ખાતે.

ખોખરા (તા. અંજાર) : રબારી કાનાભાઈ રામાભાઇ (ઉ.વ. 85) તે દેવરાજભાઈ, સધાભાઈ, સામતભાઈના પિતા, બાબુભાઈ પચાણભાઇના કાકા, ગોપાલ, રણછોડ, દિલીપ, માધવ, મિતેષ, કિશનના દાદા તા. 15-3-2025ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ તા. 26-3-2025ના બુધવારે નિવાસસ્થાને.

રતનાલ (તા. અંજાર) : ધનજીભાઈ કરશનભાઈ મરંડ (ઉ.વ. 69) તે ભચીબેનના પતિ, નારણભાઈ કરસન મરંડ, કંકુબેનના ભાઈ, ભરત, મહાદેવ, સાકરબેન, જશુબેનના પિતા, લવ, આસ્થાના દાદા તા. 19-3-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન રતનાલ ખાતે.

લુણી (તા. મુંદરા) : જાડેજા રવુભા અલ્યાજી (ઉ.વ. 65) તે જાડેજા હિતેશાસિંહના પિતા, જાડેજા અજિતાસિંહ મંગલાસિંહ, જાડેજા દિલીપાસિંહ મંગલાસિંહ, જાડેજા કનકાસિંહ મંગલાસિંહના મોટાબાપુ, સોઢા જેતુભા સોનજી, સોઢા ચંદ્રાસિંહ જીલુભા, સોઢા પ્રવીણાસિંહ ગેમરાસિંહ, ઝાલા લાલુભા ભુરુભાના સસરા તા. 18-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 20-3-2025ના ગુરુવારે સવારે 11થી 4 રામદેવપીર મંદિર હોલ ખાતે.

ભોરારા (તા. મુંદરા) : રતનશી અરજણ પાતારિયા (ઉ.વ. 43) તે સ્વ. પરમાબેન ગાભાભાઇ પાતારિયાના પૌત્ર, કેશરબેન અરજણભાઇ પાતારિયાના પુત્ર, પીયૂષના મોટા ભાઇ, દેવલબેનના પતિ, ચેતન, મૈત્રી, તનિશાના પિતા, સ્વ. લાલજીભાઇ, ભાણજીભાઇ, ખીમજીભાઇ, રામજીભાઇ, લખમશીભાઇના ભત્રીજા તા. 18-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે.

રામાણિયા (તા. મુંદરા) : ચાવડા પ્રવીણસિંહ હરિસંગ (ઉ.વ. 47) તે સ્વ. હરિસંગ કારુભાના પુત્ર, દિગ્વિજયસિંહ, કનકસિંહ, મહેન્દ્રસિંહ, હરેશસિંહ, પ્રેમસંગ, રઘુવીરસિંહ, જાડેજા શિવભદ્રસિંહ, વિજયસિંહના મોટા ભાઇ, બટુકસિંહ દીપસંગજી, રાજેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહના ભત્રીજા, જયવીરસિંહના મોટાબાપુ તા. 19-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 24-3-2025 સોમવાર સુધી અતિથિગૃહ ખાતે. ઉત્તરક્રિયા તા. 30-3-2025ના શુક્રવારે નિવાસસ્થાને.

ગઢશીશા (તા. માંડવી) : રાજગોર અમૃતબેન (ઉ.વ.53) તે હિમતલાલ રેવાશંકર રાજગોર (એગ્રોવાળા મારાજ)ના પત્ની, ગં.સ્વ. શાંતાબેન રેવાશંકરના પુત્રવધૂ, મિતુલ, પ્રતીક, જિગરના માતા, ક્રિષ્ના, ભાવિકા, જ્યોત્સનાના સાસુ, કલ્પી, હર્ષિવ, ધનવી, સુયશના દાદી, સુરેશ, રમેશ, શશીકાંત, રમીલાબેન પ્રવીણભાઇ આશારિયા (ભુજ)ના ભાભી, પૂનમબેનના જેઠાણી, સ્વ. ધનબાઇ મણિશંકર નાકર (માનકૂવા હાલે ભુજ)ના પુત્રી, કમળાબેન ખુશાલભાઇ આશારિયા (ગઢશીશા), સ્વ. નર્મદાબેન કાંતિલાલ માકાણી (સાંયરા કોઠારા), સ્વ. ધનસુખલાલ, ખરાશંકર (માનકૂવા), કસ્તુરબેન હરિરામ પેથાણી (ખાખર)ના બહેન, તારાબેન, હર્ષાબેનના નણંદ, હેતલબેન પ્રિયેનકુમાર બાવા (ભુજ), હર્ષદભાઇ (ભુજ)ના મામી, ભાવેશ, ચેતના, હેતલ, પૂર્વી, ક્રિના, ચાર્મીના ફઇ, સ્વ. ભાણજી ગોવિંદજી, સ્વ. ઉમિયાશંકર ગોવિંદજી (ઉખેડા)ના ભત્રીજી તા. 19-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 21-3-2025ના શુક્રવારે  3થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી ગઢશીશા ખાતે. 

નાના આસંબિયા (તા. માંડવી) : હાલે સુખપર (રોહા) રસીલાબા અરવિંદભા રાઠોડ (ઉ.વ. 55) તે સ્વ. લક્ષ્મીબા લઘુજી ભાટ્ટીના પુત્રી, કલ્યાણજીભા, અરજણભા, દેવજીભા, ચંદુભા, લીલાવંતીબેનના બહેન તા. 17-3-2025ના અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષ તરફથી પ્રાર્થનાસભા તા. 21-3-2025ના સાંજે 4થી 5 જૈન દેરાસર પાછળ, નથુશા હોલ, નાના આસંબિયા ખાતે.

લુડવા (તા. માંડવી) : હાલે ઘાટકોપર-મુંબઇ મણિલાલ કાનજી ધોળુ (ઉ.વ. 73) તે ગંગાબેનના પતિ, સ્વ. રાજબાઇ કાનજી વીરજી ધોળુના પુત્ર, વૈશાલીબેન, ઉર્વશીબેન અને રોહિતના પિતા, સિદ્ધાંતના દાદા, રાજેશભાઇ, નીલેશભાઇ, ભામિનીના સસરા, અરજણભાઇ, રામજીભાઇ, નરશીભાઇ, સ્વ. લખમશીભાઇ, વલ્લભજીભાઇ, મોંઘીબેન, ગંગાબેનના ભાઇ, જીવરાજ કરશન સેંઘાણી (મોમાયમોરા)ના જમાઇ તા. 15-3-2025ના ઘાટકોપર ખાતે અવસાન પામ્યા છે. બેસણું-પ્રાર્થનાસભા તા. 21-3-2025ના બપોરે 3થી 5.30 ઉમિયા માતાજી મંદિર, અંબિકાધામની બાજુમાં, લુડવા ખાતે.

મોટા સલાયા (તા. માંડવી) : ચવાણ ખતુબાઇ ઓસમાણ (ઉ.વ. 85) તે મ. આમદના પત્ની તા. 16-3-2025ના અવસાન પામ્યા છે.

કોટડા-થરાવડા (તા. નખત્રાણા) : આયર તેજાભાઇ હાજાભાઇ (ઉ.વ. 70) તે નારણભાઇ, રામાભાઇ, દાનાભાઇ, મેઘીબેનના ભાઇ, હીરુબેન, રાજીબેન, મંજુબેન, હીરાભાઇ, ઉમરશીભાઇના પિતા, પબાભાઇ (થરાવડા), જીનાભાઇ (નથ્થરકુઇ), માલાભાઇ (અરલ)ના સસરા તા. 19-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન આહીરવાસ, કોટડા (થરાવડા) ખાતે.

નરેડી (તા. અબડાસા) : બુચિયા કાનજીભાઇ નથુ (ઉ.વ. 63) તે ડેમાબાઇ નથુભાઇ બુચિયાના પુત્ર, લીલાબાઇના પતિ, સ્વ. બુધા નથુ, વિરજી નથુ, રવજી નથુ બુચિયા, સ્વ. રાણબાઇ ડાયાલાલ (કનકપર), સ્વ. રાજબાઇ મનજી (ગઢવાડા), લીલાબાઇ સુમાર (ગઢવાડા), લક્ષ્મીબાઇ કેશા (વરાડિયા)ના ભાઇ, છગન, ભીમજી, ચંદુલાલ, ગીતાબેન રમેશ (કોટડા-જ.), અનિતાબેન વિનોદ (જામથડા)ના પિતા, સ્વ. જેપાર કરમશી માલશીના જમાઇ, સ્વ. લખમશી કરમશી, છગન કરમશી, મીઠુ કરમશી જેપાર (વરમસેડા)ના બનેવી અવસાન પામ્યા છે. તા. 29-3-2025ના સાંજે આગરી અને ઘડાઢોળ (પાણી) તા. 30-3-2025ના નિવાસસ્થાન નરેડી ખાતે.

મોટી બેર (તા. અબડાસા) : ઠક્કર શાંતિલાલ ગણાત્રા (ઉ.વ. 70) તે ચત્રભુજ ગાવિંદજી ગણાત્રાના પુત્ર, સાવિત્રીબેનના પતિ, જેઠમલભાઈ ભોજરાજ સેજપાલ (નલિયા)ના જમાઈ, મુલજીભાઈ, જયંતીભાઈ, જયશ્રીબેન દિનેશ (મુલુંડ), દામજી અને તરુણના બનેવી, સ્વ. સુંદરજી, સ્વ. કેશવજી, સ્વ. પાર્વતીબેન મેઘજી (મોટી બેર), ગં.સ્વ. જશોદાબેન વિઠ્ઠલદાસ સ્વાર (કોઠારા), ગં.સ્વ. સાવિત્રીબેન શિવજી નરમ (પીપરી)ના ભાઈ, શૈલેષ, દર્શના, અમિત, જાગૃતિ, જયેશના પિતા, આશાબેનના સસરા, એ. પરસોત્તમ, નીતિન, બુદ્ધિલાલ, ધરમશી, પ્રકાશ, શોભના સતીશભાઈ (નાસિક), ધર્મિષ્ઠા કલ્પેશભાઈ (કલ્યાણ), વર્ષા ચેતનભાઇ (નલિયા) સરોજ, વિમળાબેન (નાસિક), જમનાદાસ (ભુજ), કસ્તુરીબેન (ખારઈ)ના કાકા, કાવ્યા, ભૂમિના દાદા, શોર્ય, નેન્સી અને વીરના નાના તા. 19-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-3-2025ના શુક્રવારે સાંજે 4થી 5 નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી, નલિયા ખાતે.

વમોટી મોટી (તા. અબડાસા) : ગુંસાઇ ઉમેદગિરિ મીઠુગિરિ (ઉ.વ. 85) તે સ્વ. ગુંસાઇ મીઠુગિરિ ભીમગિરિના મોટા પુત્ર, સ્વ. નારણગિરિ, સ્વ. મુલગિરિ, કુંવરગિરિ, આનંદગિરિ, ગંગાબેન નવીનગિરિ (રામપર-વેકરા), જયાબેન જેરામગિરિ (માંડવી), દમયંતીબેન શંકરગિરિ (બાંડિયા)ના મોટા ભાઇ, સ્વ. શિવગિરિ લક્ષ્મણગિરિના કાકાઇ ભાઇ, માધવગિરિ, લીલાવંતીબેન દામપુરી (સુખપર-નલિયા)ના પિતા, નીલેશગિરિ, વિશાલગિરિ, દિવ્યાબેન મયૂરગિરિ (આદિપુર)ના દાદા, મહેશગિરિ, કરશનગિરિ, દિનેશગિરિ, નવીનગિરિ, પ્રેમગિરિ, ભાવેશગિરિ, હિતેષગિરિ, કિશોરગિરિ, વિનોદગિરિ, મુકેશગિરિ, નરેશગિરિ, સ્વ. વિજયગિરિના મોટાબાપા તા. 19-3-2025ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ વિધિ તા. 30-3-2025ના વમોટી મોટી ખાતે. પ્રાર્થનાસભા તા. 21-3- 2025ના સાંજે 4થી 5 નખત્રાણા સોની સમાજવાડી, વિરાણી રોડ ખાતે.

રાજકોટ : મૂળ અમરેલીના ગુ.ક્ષ. કડિયા મુક્તાબેન તે સ્વ. ધનજીભાઇ મોહનભાઇ રાઠોડના પત્ની તા. 18-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 20-3-2025ના ગુરુવારે સાંજે 5થી 7 મિલન હોલ, નેહરુનગર, 80 ફૂટ રોડ, રાજકોટ ખાતે.

રાજકોટ : પ્રફુલ્લભાઇ જેઠાલાલભાઇ ઉનડકટ (ઉ.વ. 69) (તિરુપતિ ડેરીવાળા) તે સ્વ. જેઠાલાલ ગિરધરભાઇ ઉનડકટ (ખોરસા)ના પુત્ર, હિમાંશુભાઇ (રિંકુભાઇ) અને અંકિતાબેન નીલેશકુમાર કોટક (રાજકોટ)ના પિતા, દિશાબેન તથા નીલેશકુમારના સસરા, સ્વ. રમેશભાઇ, જયસુખભાઇ, સતીષભાઇ, વિનુભા, ચંદ્રિકાબેન ભાનુલાલ માનસેતા, નયનાબેન વિનોદરાય પૂજારાના ભાઇ, સ્વ. અમૃતલાલ ધનજીભાઇ પોપટ (મોરબી)ના જમાઇ, પ્રફુલ્લભાઇ અમૃતલાલ પોપટ (મોરબી)ના બનેવી તા. 17-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બેસણું) તથા પિયર પક્ષની સાદડી તા. 20-3-2025ના ગુરુવારે સાંજે 5થી 6 પંચનાથ મહાદેવ મંદિર, પંચનાથ પ્લોટ, લીમડા ચોક પાસે, રાજકોટ ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd