ભુજ : મારૂ કંસારા
સોની ઇન્દુલાલ હરિરામ સોલંકી (એડવોકેટ-જ્ઞાતિ માજી પ્રમુખ) (ઉ.વ. 78) તે લતાબેન સોલંકી
(માજી નગરપતિ-પ્રમુખ ભુજ નગરપાલિકા)ના પતિ, નીપમબેન સંજોય બરૂચના પિતા, સ્વ. ડાઇબેન
હરિલાલ બિજલાણી તથા સ્વ. બાબુલાલ હરિરામ સોલંકીના નાના ભાઇ, કમળાબેન પ્રવીણચંદ્ર બુદ્ધભટ્ટી,
વૃજલાલ, ઉર્મિલાબેન હરીશચંદ્ર બુદ્ધભટ્ટી, રાજેન્દ્ર, સ્વ. રસિકલાલના કાકા, સ્વ. નાનાલાલ
શિવજી બુદ્ધભટ્ટી (રાયપુર)ના જમાઇ, હિમોનીશના નાના તા. 27-12-2024ના અવસાન પામ્યા છે.
બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-12-2024ના સોમવારે સાંજે 4થી 5 છછ ફળિયા લોહાણા મહાજનવાડી
ખાતે.
ભુજ : મારૂ કંસારા
પ્રાણજીવન (ઉ.વ. 83) તે સ્વ. ઓધવજી રતનશી બારમેડાના પુત્ર, સ્વ. ચંપાબેનના પતિ, મહેન્દ્ર
(પ્રાણ મેટલ્સ), સત્યમ (મહેન્દ્ર ટ્રાડિંગ), મીતા, સંગીતાના પિતા, હેતલ, માનસી, સ્વ.
જગદીશભાઈ, બિહારીભાઈના સસરા, ઘનશ્યામ, ચંદ્રકાંત, ધીરજ, ધર્મેન્દ્ર, દમયંતીબેન, ઇન્દુબેન,
રંજનબેનના મોટા ભાઈ, સ્વ. લખમશી દેવશી સોની (મનફરા)ના જમાઈ, સ્વ. પરષોત્તમભાઈ, સ્વ.
કેશવલાલભાઈ, સ્વ. રામદાસભાઈ, હરિલાલભાઈના બનેવી, ધન્ય, આરવ, દર્શિલ, વિહાના દાદા, ધૂન,
પરમના નાના તા. 29-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-12-2024ના સોમવારે
સાંજે 4થી 5 વીબીસી વાડી, આરટીઓ સર્કલ, ભુજ ખાતે.
ભુજ : પ્રકાશ
મગનલાલ (સલાટ) (પપ્પુ) (ઉ.વ. 57) તે પ્રભાબેન મગનલાલના પુત્ર, ચમનલાલ તથા જગદીશભાઇના
નાના ભાઇ તા. 28-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-12-2024ના સાંજે
4.30થી 5.30 દાંડીવાળા હનુમાનજી મંદિરની બાજુમાં, સલાટ સમાજવાડી, ભુજ ખાતે.
ભુજ : નોડે હુરબાઇ
આમદ (ઉ.વ. 105) તે મ. નોડે આમદ ઇસ્માઇલના પત્ની, મ. નોડે કાસમ, અબ્દુલ ગની, ઇબ્રાહિમ,
હુશૈન, અનવરના માતા, મલેક મુસ્તાક હબીબના સાસુ તા. 29-12-2024ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 31-12-2024ના મંગળવારે સવારે 10થી 11 ઇશાક મસ્જિદ, ચાકી ફળિયા, કેમ્પ એરિયા, ભુજ
ખાતે.
ગાંધીધામ : મૂળ
મઢુત્રા (બ.કાં.)ના ઠા. પ્રેમજીભાઇ ભૂરાલાલભાઇ રૈયા (ઉ.વ. 80) તે સ્વ. ભૂરાલાલ કલ્યાણજી
રૈયાના પુત્ર, સ્વ. ઉમિયાબેન, લીલાવંતીબેનના પતિ, સ્વ. તુલસીદાસભાઇ ભાણજીભાઇ મિરાણી,
લાલજી માવજી જોબનપુત્રાના જમાઇ, હિતેષભાઇ, મિતેષભાઇ, પ્રભાબેન અમૃતલાલ ચંદે (રાપર),
જયશ્રીબેન અશોકભાઇ હાલાણી (અમદાવાદ)ના પિતા, પુષ્પાબેન, કિંજલબેન, અમૃતલાલ લાલજીભાઇ
ચંદે, અશોકભાઇ વાઘજીભાઇ હાલાણીના સસરા, મંચ્છીબેન ઠાકરશીભાઇ સોમેશ્વર, મંજુલાબેન ખીમજીભાઇ
ઘટ્ટા, પ્રેમુબેન ખીમજીભાઇ સચદે, સ્વ. રૈયાબેન ધરમશીભાઇ ચંદે, ગંગાબેન મનસુખલાલ મજીઠિયા,
કમળાબેન પ્રભુરામભાઇ પોપટના ભાઇ, ગણેશભાઇ ફૂલચંદભાઇ રતાણી (વૈવા)ના દોહિત્ર, સ્વ. કેશુરામ
કલ્યાણજી રૈયા, બચુલાલ કલ્યાણજી રૈયા, પ્રાગજી કલ્યાણજી રૈયાના ભત્રીજા, નરભેરામભાઇ,
દામજીભાઇ, અંબારામભાઇ, પ્રાગજીભાઇના ભાણેજ, નેન્સી, ધ્રુવીના દાદા તા. 29-12-2024ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 31-12-2024ના મંગળવારે સાંજે 4થી 5
નૂતન લોહાણા મહાજનવાડી, ભારતનગર, ગાંધીધામ ખાતે. (દશો રાખેલ નથી.)
ગાંધીધામ : મૂળ
મંજલના રામાબેન કાનજીભાઇ રાવલ (જોષી) તે સ્વ. કાનજીભાઇ કરમશીભાઇ રાવલ (જોષી)ના પત્ની,
સ્વ. ભચીબેન કરમશીભાઇ રાવલ (જોષી)ના પુત્રવધૂ, સ્વ. મીઠીબેન ગંગારામભાઇ સુંબડના પુત્રી,
ગં.સ્વ. કાશીબેનના દેરાણી, નરભેરામભાઇ રાવલના નાના ભાઇના પત્ની, ગં.સ્વ. જમનાબેન હરસુખભાઇ
રાવલ, ગૌરીબેન સુંબડના ભાભી, શૈલેષભાઇ, વિનોદભાઇ, દિનેશભાઇ, વિજયભાઇ, કપિલભાઇના માતા,
યોગિતાબેન, સપનાબેન, રૂપલબેન, નીકિતાબેનના સાસુ, ડાયાલાલભાઇ ખેતશીભાઇ સુંબડ, દયારામભાઇ
ખેતશીભાઇ સુંબડના ભત્રીજી, સ્વ. જયસુખભાઇ, હેમંતભાઇ, હિતેષભાઇ, નીલેશભાઇ, ભાવિકભાઇ,
સ્વ. જીવતીબેન, મીનાક્ષીબેન, પ્રીતિબેન, સુનિતાબેન, જ્યોતિબેન, લાલજીભાઇ સુંબડના બહેન,
ભરતભાઇ, પ્રવીણભાઇ, જગદીશભાઇ, સુનીલભાઇ, જિતેન્દ્રભાઇ, ભાવનાબેન, ઇન્દિરાબેનના ફઇ,
ધવલભાઇ કુવાડિયા, હસમુખભાઇ ખાડેખાના ફઇસાસુ તા. 26-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 30-12- 2024ના સોમવારે સાંજે 4.30થી 5.30 સોનલધામ, હોટલ એમ્પાયરની સામે, રામબાગ
રોડ, ગાંધીધામ ખાતે. નિવાસસ્થાન ઇ-40, સપનાનગર, ગાંધીધામ.
અંજાર : મૂળ વરસામેડીના
જાદવગર ભવાનગર ગુસાઈ (ઉ.વ. 76) તે સ્વ. સંતોકબેન ભવાનગર ગુસાઈના પુત્ર, સ્વ. દમયંતીબેનના
પતિ, લાલગર મધવગર ગુસાઈ (ભુજ)ના જમાઈ, હેમલતાબેનના પતિ, ગોપાલભારતી માનભારતી (નેત્રા)ના
જમાઈ, રેવાગર, સ્વ. તુલસીગર, સ્વ. નરશીગર, કાલાવંતીબેન નવીનગર (કેરા)ના ભાઈ, હરેશ,
જુલી, હેતલ, ઉમેશ (ઓમી)ના પિતા, ઊર્મિ, ઉજ્જવલ, ઊર્જા, હેતવીના નાનાબાપા, યોગિતાબેન
હરેશગિરિ, મહેશગર વિશ્રામગરના સસરા, આસ્થાના દાદા, સ્વ. ગુલાબગર, ગૌતમગર, યોગેશગર,
સ્વ. મહેશગરના કાકા તા. 29-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષોની પ્રાર્થનાસભા તા.
31-12-2024ના મંગળવારે સાંજે 4થી 5 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, અંજાર ખાતે.
લોકિક વ્યહવાર નિવાસસ્થાન વૃંદાવન સોસાયટી, પ્લોટ નં, 8 અને 9 `િગરિ કુંજ', અંજાર
ખાતે. ઘડાઢોળ અને પૂજનવિધિ તા. 10-1-2025ના શુક્રવારે.
આદિપુર : મૂળ
મુરૂના ઠા. વિશ્રામ મનજી અનમ (ઉ.વ. 83) તે સ્વ. લક્ષ્મીબેન મનજી માધવજી અનમના જયેષ્ઠ
પુત્ર, સ્વ. સીતાબેનના પતિ, ગંગારામ મનજી અનમના મોટા ભાઈ, મધુબેનના જેઠ, સ્વ. સાકરબાઈ
રામજી હરદાસ અને ખેરાજ હરદાસ (મુરૂ)ના જમાઈ, સ્વ. પ્રધાન રામજી, સ્વ. માધવજી રામજી
(ભુજ), સ્વ. ડાહીબેન કરસનદાસ (વિરાણી), દમયંતીબેન શંભુલાલ આથા, ગં.સ્વ. શાંતાબેન મોહનલાલ
(નખત્રાણા), અનુસૂયા શંકરલાલ (આદિપુર)ના બનેવી, ભરત, અશોક, વનિતા, કુસુમના પિતા, જિગીતા
તથા પંકજના મોટાબાપા, હંસા, નલિની, સ્વ. મહેન્દ્ર ચંદન, રમેશ કક્કડના સસરા, ભાવેશકુમાર
(રાજકોટ), રૂપલબેનના મોટા સસરા, વિરાજ અને ખુશના દાદા, નિશા ઉમેશ, પરેશ, શિવાની, ભૂમિ, ભૌતિકના નાના તા.
28-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-12-2024ના સોમવારે
સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, આદિપુર ખાતે.
અંજાર : મૂળ જખૌના
નાનજીભાઇ હરિરામભાઇ દામા (ભાનુશાલી) (ઉ.વ. 62) તે સ્વ. હરિરામ મોરારજી દામાના પુત્ર,
ખેતબાઇના પતિ, સ્વ. કરસનદાસ મોરારજીના ભત્રીજા, શિવજીભાઇ, સુરેશભાઇ, ભાણજીભાઇ, ચાગબાઇ,
હરબાઇ, રતનશીભાઇ, ડો. જગદીશભાઇ, પ્રેમજીભાઇના ભાઇ, કનૈયાભાઇ, હિંમતભાઇ, લક્ષ્મીબેન,
પવિત્રાબેનના પિતા, ભારતીબેન, આરતીબેન, સંતોષભાઇ, પરેશભાઇના સસરા, કૃપા, વેદ, રાજ,
ખુશના દાદા, ઓમ, શુભ, કાવ્યા, જ્યોતના નાના, સ્વ. વેલજીભાઇ વિશ્રામભાઇ મંગે (જખૌ)ના
જમાઇ તા. 27-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-12-2024ના સોમવારે સાંજે
4થી 5 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે અને અબડાસા-જખૌ મધ્યે તા.
30-12-2024ના સોમવારે સાંજે 4થી 5 ભાનુશાલી મહાજનવાડી ખાતે.
અંજાર : મૂળ ચિત્રોડના
ગં.સ્વ. મણિબેન કરસનદાસભાઈ ભીન્ડે (ઉ.વ. 89) તે સ્વ. કરસનદાસભાઈ ભીન્ડેના પત્ની, સ્વ.
કેશરબેન ભારમલભાઈ ભીન્ડેના પુત્રવધૂ, સ્વ. પાર્વતીબેન શિવજીભાઇ પૂજારાના પુત્રી, સ્વ.
કિશોરભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ, દીપકભાઇ, કીર્તિભાઇ ભીન્ડે, નીરૂબેન મહેન્દ્રકુમાર (મુંબઈ),
પન્નાબેન શૈલેષકુમાર (અમદાવાદ), પ્રીતિબેન કમલેશકુમાર (મુંબઈ)ના માતા, નિર્મળાબેન,
ઇન્દિરાબેન, વીપાબેન, જયશ્રીબેનના સાસુ, હાર્દિક, ઉમંગ, રીતુલ, જય, નિશિ, વિધિ, ઈશા,
રુચિ ચેતનભાઈ કાથરાની (ગાંધીધામ), અપૂર્વા ડેનિસભાઈ કોડરાણી (અંજાર), તન્વી તેજસભાઈ
પલણ (અંજાર)ના દાદી, પૂજા હાર્દિક ભીન્ડેના દાદીસાસુ, આર્યનના પરદાદી તા.
29-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 31-12-2024ના મંગળવારે
સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી (પીરવાડી), અંજાર ખાતે. લૌકિક વ્યવહાર બંધ
છે.
નખત્રાણા : લાલજીભાઇ
શિવજીભાઇ રોશિયા (મહેશ્વરી) (ઉ.વ. 48) તે નિશાબેનના પતિ, સ્વ. સુમલબેનના પુત્ર, જાગૃતિ,
તૃપ્તિ, નિરાલી, હેતના પિતા, પ્રવીણભાઇ, સામતભાઇ, સ્વ. માધવભાઇના ભાઇ, સુરેશભાઇ સોધરાના
બનેવી, હાર્દિક વસંત ડગરાના સસરા, રવિનાબેન અશોકભાઇ વગોરાના મોટા ભાઇ, ક્રિશ માધવભાઇના
મોટાબાપુ તા. 29-12-2024ના અવસાન પામ્યા છે.
માધાપર (તા. ભુજ)
: મૂળ ગાગોદરના ગવરીગિરિ પુરણગિરિ ગોસ્વામી (ઉ.વ. 69) તે સ્વ. મોંઘીબેન ભીમગિરિના પૌત્ર,
સ્વ. શાંતાબેન જાલમગિરિ (ભીમાસર)ના ભત્રીજા, રાધાબેન પુરણગિરિના પુત્ર, જમનાબેનના પતિ,
સ્વ. ભચુપુરી રાજપુરી (પલાંસવા)ના ભાણેજ, સવિતાબેન, ગુલાબગિરિ, રમેશગિરિ, કલાવંતીબેન,
નટવરગિરિના મોટા ભાઇ, કીર્તિગિરિ (રાપર), ઘનશ્યામપુરી (ભચાઉ)ના સાળા, ચંદ્રેશગિરિ,
હેતલબેન, જિજ્ઞાબેન, ભાવિકાબેનના પિતા, રિદ્ધિબેન ચંદ્રેશગિરિ, હસમુખગિરિ (ભચાઉ), રાજનભારથી
(ગાંધીધામ), જિજ્ઞેશગિરિ (વર્માનગર)ના સસરા, ગં.સ્વ. શાંતાબેન મહાદેવપુરી (આડેસર)ના
જમાઇ, સ્વ. નવીનપુરી, વિનોદપુરીના બનેવી, ઉર્મિલાબેન, હેમલતાબેન, ગીતાબેનના જેઠ, કુણાલગિરિ,
સુમિતગિરિ, કિશનગિરિ, શિવમગિરિ, દેવદત્તગિરિ, હર્ષિલગિરિના મોટાબાપા, સોર્ય, નિખર્વ,
નક્ષ, શુભમ, નિયતિના દાદા તા. 29-12-2024ના અવસાન પામ્યા છે. તા. 2-1-2025ના ગુરુવારે
સવારે લોકાચાર અને પ્રાર્થનાસભા સાંજે 4થી 5 મિત્રી સમાજવાડી, માધાપર ખાતે. ઉત્તરક્રિયા
અને શક્તિપૂજન તા. 6-1-2025ના સોમવારે નિવાસસ્થાને.
કોટડા-જ. (તા.
નખત્રાણા) : શાન્તાબેન રવજી બાથાણી (ઉ.વ. 71) તે રવજી ભાણજી બાથાણીના પત્ની, રમેશભાઇ,
કિશોરભાઇ, ઉર્મિલાબેન નરશી ભગત (નખત્રાણા), નિર્મળાબેન ભરત લિંબાણી (ભીવંડી)ના માતા,
વિદ્યાબેન, સુહાની, સાવન, રોનકના દાદી, ઉર્મિલાબેન, રીનાબેનના સાસુ, ઉર્વશીબેનના દાદીસાસુ
તા. 28-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 31-12-2024ના બપોરે 3.30થી 5.30 પાટીદાર
સમાજવાડી, બસ સ્ટેશનની બાજુમાં, કોટડા (જ.) ખાતે.
કલ્યાણપુર (તા.
નખત્રાણા) : પદમાબેન શિવજીભાઇ પોકાર (ઉ.વ. 70) તે સ્વ. શિવજીભાઇ રાજાભાઇ પોકારના પત્ની,
માવજીભાઇ પોકાર, મંગળાબેન ગંગારામ નાકરાણી (કોટડા), મણિબેન કાંતિલાલ માવાણી (દેશલપર),
દમયંતીબેન ધીરજલાલ ભગત (દેશલપર)ના માતા, નયનાબેન માવજીભાઇના સાસુ, વસ્તાભાઇ લધાભાઇ
છાભૈયા (ભડલી)ના પુત્રી તા. 28-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું (સાદડી) તા.
31-12- 2024ના મંગળવારે સવારે 8.30થી 11 અને બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ સમાજવાડી, કલ્યાણપુર
ખાતે.
ખારડિયા (તા.
નખત્રાણા) : ગં.સ્વ. મીઠીબેન બલદેવપુરી ગુંસાઇ (ઉ.વ. 92) તે અમરતબેન (દાત્રાણા), પ્રકાશપુરી,
જયશ્રીબેન (વૌવા), પ્રફુલ્લપુરીના માતા, ખીમગર મલુગર (ખારડિયા)ના પુત્રી, કુંવરબેન
(વંગ), વેલગર (ખારડિયા)ના બહેન, પાર્વતીબેન (ખીરસરા), મંજુલાબેન (વાયોર), સ્વ. બાબુગર,
કૈલાસપુરીના સાસુ, વિજયપુરી, જગદીશપુરી, હિતેષપુરી, લક્ષ્મણપુરીના દાદી, શીલાબેન (માધાપર),
હેતલબેન (તલવાણા)ના દાદીસાસુ, વેલપુરીના કાકી, પ્રાધ્યા, આસ્થા, વેદિકાના પરદાદી તા.
28-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-12-2024ના સોમવારે બપોરે 3થી 4
નિવાસસ્થાન ખારડિયા (તા. નખત્રાણા) ખાતે. ઘડાઢોળ (બારસ) વિધિ તા. 8-1-2025ના.
વાલ્કા નાના
(તા. નખત્રાણા) : ભરતકુમાર હીરાભાઇ સીજુ (ઉ.વ. 32) તે હીરાભાઇ મેઘાભાઇ, ડેમાબાઇના નાના
પુત્ર, પ્રેમજી હીરાભાઇ, વાલબાઇ માવજી (ભાડરા), જેઠાબાઇ રામજી (નરા)ના ભાઇ, મંગાભાઇ
આચારભાઇ ખોખર (નરા)ના જમાઇ, નાથાભાઇ લધાભાઇ (ફુલરા)ના ભાણેજ, ગાંગબાઇ રામજીભાઇ (ફુલરા),
લખમાબાઇ નારાણ (ફુલરા), દેવલબાઇ ભીમજી (પાનેલી), ભાણબાઇ લખુ (ધારેશી)ના ભત્રીજા તા.
28-12-2024ના અવસાન પામ્યા છે. તા. 7-1-2025ના બારસ અને તા. 8-1-2025ના ઘડાઢોળ નિવાસસ્થાન
વાલ્કા નાના ખાતે.
મંજલ (તા. નખત્રાણા)
: સમેજા સિધિક ભચુ (ઉ.વ. 68) તે સમેજા અલીમામદ સુલેમાનના ભાઈ, સમેજા અભુભકરના પિતા,
ઉદિયાંન હારૂન (ગાંધીધામ), મ. બાયડ અબ્દુલ ઓસમાણ (સુખપર), હિંગોરજા મુબારક કાસમના સસરા,
સમેજા આસીફ, સમેજા મોહસીનના દાદા, સમેજા હુસેન, સમેજા યાકુબના કાકા, મ. ઈલિયાસ દાદા
(ભીટારા)ના જમાઈ તા. 28-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-12-2024ના
સોમવારે 10.30થી 11.30 નિવાસસ્થાને.
મુરુ (તા. નખત્રાણા)
: ગં.સ્વ. સજનબા જાડેજા (ઉ.વ. 80) તે સ્વ. જાડેજા વાઘજી ખાનજીના પત્ની, લખુભા ખાનજીના
ભાભી, ખેંગારજી, નિરુભાના માતા, સ્વ. બટુકસિંહ જખુભાના કાકી, ભીખુભાના મોટામા, ઘનશ્યામસિંહ
(ભુજ), કરશનસિંહ, રાજેન્દ્રસિંહ (ભુજ), સિદ્ધરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, દિવ્યરાજસિંહ,
મહિપાલસિંહના દાદી તા. 29-12-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 8-1-2025ના બુધવારે
તથા સાદડી નિવાસસ્થાને મુરુ?ખાતે.
કોટડા-રોહા (તા.
નખત્રાણા) : સોઢા બળવતસિંહ જખુભા (ભગવતાસિંહ) (ઉ.વ. 65) તે સોઢા દિલાવરાસિંહ (ગાભુભા)ના
ભત્રીજા, હિંમતાસિંહ (નિવૃત્ત નાયબ કલેક્ટર), જીતુભા, સ્વ. ભૂપતાસિંહ, ઇન્દ્રાબા ભૂપતાસિંહ
જાડેજા (આસંબિયા-નાના)ના ભાઈ, વિરભદ્રાસિંહના કાકાઈ ભાઈ, જયપાલાસિંહ, અજયપાલાસિંહ,
અંજનાબા ઉપેન્દ્રાસિંહ જાડેજા, વર્ષાબા વિશ્વરાજાસિંહ ઝાલાના પિતા, દ્રુપદાસિંહ, ચંદ્રાસિંહ,
સુરેન્દ્રાસિંહ, દેવેન્દ્રાસિંહ, વીરેન્દ્રાસિંહના કાકા, અભયાસિંહના મોટાબાપુ, ક્રિશિવરાજાસિંહના
દાદા તા. 29-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું ક્ષત્રિય સમાજવાડી ખાતે. ઉત્તરક્રિયા
તા. 9-1-2025ના ગુરુવારે કોટડા-રોહા ખાતે.
બિદડા/બાગ (તા.
માંડવી) : કસ્તૂરબેન (ઉર્ફે હિરૂબેન) કાનજી શિણાઈ (ઉ.વ. 78) તે સ્વ. કુંવરબાઈ દયારામ
સુંદરજી શિણાઈના પુત્રવધૂ, મહેશ, કૈલાસ, અંજનાબેન, શૈલેષના માતા, જિતેન્દ્રભાઈ પ્રભાશંકર
નાકર, ભાવનાબેન, જિજ્ઞાબેન, સોનલબેનના સાસુ, પારસ, ઉર્મિ, શ્લોક, હર્ષના દાદી, રાજશ્રીના
દાદીસાસુ, પાર્થ, પરીના નાની, સ્વ. નારાયણજી (બિદડા રાજગોર સમાજ પૂર્વ પ્રમુખ)ના નાના
ભાઈના પત્ની, સ્વ. સામજી, ભવાનજી, નાનજી, દામજી, નવીનચંદ્ર, સ્વ. હરેશ, સ્વ. ભચીબાઈ
શંભુલાલ મોતા (અંજાર), ગં.સ્વ. મણિબાઈ પરષોત્તમ મોતા (બિદડા), ગં.સ્વ. મંજુલાબેન ગૌરીશંકર
મોતાના ભાભી, સ્વ. જશોદાબેનના દેરાણી, ગં.સ્વ. પ્રભાબેન, મોંઘીબેન, ઉર્મિલાબેન, જયશ્રીબેન,
ઈન્દિરાબેન, ગં.સ્વ. અમૃતબેનના જેઠાણી, સ્વ. મોંઘીબાઈ મેઘજી સુંદરજી શિણાઈના ભત્રીજાવહુ,
મણિલાલ, જગદીશ, સુરેશ, લીલાવંતીબેન, ગં.સ્વ. ભાગીરથીબેન, અમૃતબેન, પ્રવીણાબેનના કાકાઈ
ભાભી, સ્વ. લક્ષ્મીબાઈ વિરજી શંકરજી મોતા (નથુવારા) (બાગ)ના પુત્રી, સ્વ. ઈશ્વરલાલ,
રામીબાઈ અજરામલ પેથાણી (ફરાદી), પ્રભાબેન કિશોરભાઈ જાજાણી (ભુજ)ના બહેન, સ્વ. કસ્તૂરબેન
ઈશ્વરલાલ મોતાના નણંદ, સુરેશ, દિનેશ, મુકેશ, કાંતિલાલ, હસ્તાબેન રોહિતભાઈ માકાણી (મુંબઈ),
નિરૂબેન હસમુખભાઈ ઉગાણી (માંડવી)ના ફઈ તા. 29-12-2024ના અવસાન પામ્યા છે. સાસરા પક્ષની
પ્રાર્થનાસભા તા. 31-12-2024ના મંગળવારે બપોરે 2થી 5 ગૌતમનગર, વિરા વાડી, બિદડા ખાતે
તેમજ માવિત્ર પક્ષની પ્રાર્થનાસભા એ જ દિવસે બપોરે 2.30થી 4 ઈશ્વરલાલ વિરજી મોતાના
નિવાસસ્થાને શ્રીરામનગર વાડી વિસ્તાર, બાગ-પિપરી રોડ, બાગ ખાતે.
નરેડી (તા. અબડાસા)
: ભાનુશાલી હીરજીભાઈ કાનજીભાઈ માવ (ઉ.વ. 74) તે સ્વ. કાનજીભાઈ હરજીભાઈના પુત્ર, સ્વ.
લક્ષ્મીદાસ, સ્વ. ઉમરશી કાનજી, સ્વ. સુંદરબાઈ ગાંગજી ભદ્રા (ચિયાસર), સ્વ. ચાગબાઈ શંકરલાલ
મંગે (મોથાળા)ના ભાઈ, ભાવેશ, મહેન્દ્ર, નવીન, નવલબેન, સ્વ. વિમળાબેનના પિતા, ગિરીશ,
છગન લક્ષ્મીદાસ, રમેશ, ભરત ઉમરશીના કાકા, પરષોત્તમ શંકરલાલ ખાનિયા (ભવાનીપર), ધીરજ
લક્ષ્મીદાસ દામા (હમલા)ના સસરા, સ્વ. વેરશી પારપ્યા અમલ (ભાચુંડા)ના જમાઈ, જેઠાલાલ
(બુધિયા ભગત), રતનશી, શામજી વેરશીના બનેવી તા. 28-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 30-12-2024ના બપોરે 3થી 4 ભાનુશાલી મહાજનવાડી, નરેડી ખાતે.
હાદાપર (તા. અબડાસા)
: સુમરા સાલે હાજી જાફર (ઉ.વ. 75) તે આધમ, અબ્દુલના પિતા, હાજી ઇબ્રાહિમ હાજી જાફરના
ભાઇ, હાજી જુસબ, મામદના કાકા તા. 28-12-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા.
31-12-2024ના સવારે 10.30 કલાકે હાદાપર ખાતે.
નવી મોટી ચિરઇ
(તા. ભચાઉ) : રેખાબા જ્યેન્દ્રાસિંહ જાડેજા (ઉ.વ. 62) તે જયેન્દ્રાસિંહ ભીખુભા તિલાટના
પત્ની, રણજિતાસિંહ ભીખુભા જાડેજા (ઉપપ્રમુખ, અંજાર શહેર ક્ષત્રિય સમાજ)ના નાના ભાઇના
પત્ની, રઘુવીરાસિંહના ભાભી, મહિપાલાસિંહના માતા, બળભદ્રાસિંહ, ધર્મવીરાસિંહના કાકી,
કુલદીપાસિંહ, વિશ્વજિતાસિંહના મોટાબા, યુગ આદિત્યાસિંહ, દિદ્રરાજાસિંહ, હરદિત્યાસિંહ,
માનવીરાસિંહના દાદી તા. 28-12-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 4-1-2025ના
શનિવારે નવી મોટી ચિરઈ ખાતે.
વાપી (વલસાડ)
: મૂળ બાયઠ (તા. માંડવી)ના રાયમા હાજીજુસબ મોહમ્મદ તે કાસમ અને સલીમના મોટા ભાઈ, અજીમ,
સાકીર, અશરફ અને નદીમના પિતા, અસલમ, અબ્બાસ, સાદિક, રિયાઝ અને જાવેદના મોટા બાપુ, મ.
રાયમા આમદ ઈસ્માઈલ (ટેક્સીવાળા) (નાગલપર)ના જમાઈ, મ. અબ્દુલ સતાર, લતીફ, રફીક અને મુસ્તાકના
બનેવી, મ. રાયમા સાલેમામદ નૂરમામદ (ભુજ)ના સાળા તા. 29-12-2024ના અવસાન પામ્યા છે.
વાયેઝ જિયારત તા. 1-1-2025ના બુધવારે બપોરે 12થી 1 નિવાસસ્થાન મુસા રેસિડેન્સી, ડુંગરા,
વાપી ખાતે. સંપર્ક : અજીમ રાયમા-મો. 98791 71687.