• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

રાહગિરિની `ફલી માર્કેટ'માં લોકોએ ખરીદી ખાણીપીણી અને સંગીતનો આનંદ માણ્યો

ભુજ, તા. 1 : તદન નવા વિચાર સાથ રાહગિરિ દ્વારા ભુજ હાટ ખાતે આયોજિત ફલી માર્કેટમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી હતી. સૌ સ્ટોલ ધારકોને તેનો ફાયદો હતો. રાહગિરિના સભ્યોએ મદદરૂપ બની મુલાકાતીઓની સુગમતા સાંચવી હતી. નિરવ કાલરિયા તથા રાજ ગઢવીના બેન્ડએ ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું જેમાં લોકોએ તેમની સાથે ગીતો ગાયા હતા અને ગરબા પણ રમ્યા હતા. કપિલ ગોસ્વામી તથા દેવબ્રત રૂપારેલે એ સંચાલન કર્યું હતું તો ભુજ હાટના સંચાલકોનો પણ સહકાર આપવા બદલ ટીમે આભાર વ્યક્ત કર્યો હતો. સ્ટોલ ધારકો તથ મુલાકાતીઓએ આયોજનની પ્રશંસા કરી દર વર્ષે આ આયોજન થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. ભુજ ઉપરાંત ગાંધીધામ, રાજકોટ, અમદાવાદ અને રાજસ્થાનથી ખાસ વ્યવસાયકર્તાનો પોતાના પરિધાન સાથે સ્ટોલ  હતો. સસ્મીતા મહાપાત્રએ રંગોળી કરી શુસોભન કર્યું હતું. મીત ઠક્કરનો કલબના સભ્ય તરીકે ભુજ શહેર ભાજપ પ્રમુખના પદે આરૂઢ થવા બદલ સન્માન કરાયું હતું. તદન નવા વિચાર સાથ રાહગિરિ આયોજિત આ ફલી માર્કેટમાં ખૂબ જ મોટી સંખ્યામાં બે દિવસ લોકોએ મુલાકાત લીધી અને તેને લીધે સૌ સ્ટોલ ધારકોને તેનો ફાયદો મળ્યો. મોટી સંખ્યામાં લોકોની અવર-જવર વચ્ચે રાહગિરિના સભ્યો મદદરૂપ બની મુલાકાતીઓની સુગમતા સાંચવી હતી. નિરવ કાલરિયા તથા રાજ ગઢવીના બેન્ડએ ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું જેમાં લોકો મન મૂકીને તેમની સાથે ગીતો ગાયા અને ગરબા પણ રમ્યા. કપિલ ગોસ્વામી તથા દેવબ્રત રૂપારેલએ સંચાલન કર્યું હતું તો ભુજ હાટના સંચાલકોનો પણ સહકાર આપવા બદલ ટીમે આભાર વ્યક્ત કર્યો હતો. સ્ટોલ ધારકો તથા મુલાકાતીઓને આયોજનની પ્રશંસા કરી દર વર્ષે આ આયોજન થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd