• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

ગાંધીધામ અમરચંદ સિંઘવી શાળાનો 16મા બે દિવસીય વાર્ષિકોત્સવમાં વિવિધ કૃતિ રજૂ

ગાંધીધામ, તા. 1 : અહીંની અમરચંદ સિંઘવી શાળાનો 16મો બે દિવસીય વાર્ષિકોત્સવ યોજાયો હતો, જેમાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત થઈ હતી. કાર્યક્રમના પ્રથમ દિવસે પ્રદર્શન યોજાયું હતું, જેમાં  સંગીત, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, રોબોટિકસ અને આર્ટસના વિવિધ  આયામો વાલીઓ સમક્ષ રજૂ થયા હતા. બીજા દિવસે નોસ્ટેલજિયા થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં છેલ્લા 15 વર્ષમાં થયેલાં નૃત્યો પ્રસ્તુત થયાં હતાં, જેમાં માઈમ, એકાંકી, નવરસ નૃત્ય, ગુજરાત સહિતના વિવિધ પ્રાંતના નૃત્યો, જીવંત પ્રદર્શન, લાઈવ ઓરકેસ્ટ્રા સહિતની  કૃતિઓ રજૂ થઈ હતી. આ પ્રસંગે  શાળામાં છેલ્લા પંદર વર્ષથી ફરજ બજાવતા શિક્ષિકોનું શાળાના પ્રમુખ જવેરીલાલ નાહટા અને મંત્રી મુકેશ પારેખના હસ્તે સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદે અમદાવાદ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના  પ્રો. એ.કે. સિંઘવી  ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય મુદુલ વર્માએ પોતાના ઉદ્બોધનમાં  વાર્ષિક અહેવાલ આપ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd