ગાંધીધામ, તા. 1 : રાપરના રામવાવમાં ગૌચર નીમવાળી જમીન અંગે
22 લોકો પર થયેલ લેન્ડગ્રેબિંગના કેસમાં બે આરોપીના જામીન મંજૂર કરાયા હતા. રામવાવની
ગૌચર જમીન ઉપર દબાણ કરી, વાવેતર કરી, પાણીના?ટાંકા, વાડ બનાવી કબજો કરવા અંગે સાજણ
ગોપારા વરચંદ, પચાણ સાજણ વરચંદ સામે લેન્ડગ્રેબિંગની કલમો તળે ગુનો નોંધાયો હતો. આ
બંનેએ નિયમિત જામીન મેળવવા ભુજની કોર્ટમાં અરજી કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા
બાદ બંનેના જામીન મંજૂર કરાયા હતા. કેસમાં આરોપી તરફે કુલદીપ જી. મહેતા, દેવરાજ કે.
ગઢવી, નરેશ ચૌધરી, હેતલ બી. દવે, પ્રશાંત એન. રાજપૂત હાજર રહ્યા હતા.