• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

અવસાન નોંધ

ભુજ : વડનગરા નાગર ભાલચંદ્ર યજ્ઞશંકર વોરા (ઉ.વ. 79) (નિવૃત્ત, ઓફ્રેડ હાઈસ્કૂલ) તે સ્વ. રેખાબેનના પતિ, ડિગીશ (આઈ.સી.આઈ.સી.આઈ.), દીપ્તિ પલક વસાવડાના પિતા, વૈભવીના સસરા, સ્વ. વીરેન્દ્રભાઈ યજ્ઞશંકર વોરા, ગં.સ્વ. વીણાબેન દિલીપભાઈ પોટાના ભાઈ, કાનન દર્શકભાઈ દેસાઈ, ફોરમ, તૃપ્તિના કાકા, ધ્રુવમના દાદા, પ્રિશાના નાના તા. 29-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-1-2025ના બુધવારે સાંજે 4.30થી 5.30 હાટકેશ કોમ્પ્લેક્સ, ભુજ ખાતે.

ભુજ : હિંગોરજા મુસ્તાક અલીમામદ (ઉ.વ. 45) તે અલીમામદ જુસબના પુત્ર, મ. અબ્દુલ, કાસમ, હુશેન, ફારુકના ભાઇ, હિંગોરજા લાખા સુલેમાન (ગાંધીધામ), હિંગોરજા અ.રજાકના સાળા, મ. મુશા સુલેમાનના ભાણેજ તા. 30-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-1-2025ના બુધવારે સવારે 10થી 11 ચાકી ફળિયા, જૂની મેન્ટલ હોસ્પિટલની બાજુમાં, ઇશાક મસ્જિદ, ભુજ ખાતે.

ભુજ : પુષ્પાબેન રામજીભાઇ ઠક્કર (રાજદે) (ઉ.વ. 78) તે સ્વ. રામજીભાઇ રાજદેના પત્ની, સ્વ. લક્ષ્મીબેન વાઘજીભાઇ રાજદેના પુત્રવધૂ, સ્વ. રાધાબેન વલમજીભાઇ રતનશીભાઇ પલણ (અંજાર)ના પુત્રી, સ્વ. દયારામભાઇ, સ્વ. ચંદુભાઇ, સ્વ. ધીરજલાલભાઇ, સ્વ. ઘનશ્યામભાઇ, સ્વ. ચંપાબેન વલ્લભજીભાઇ, સ્વ. ગોદાવરીબેન રસિકલાલભાઇ, ચંદ્રાબેન અમૃતલાલભાઇના ભાભી, સ્વ. હીરાબેન, સ્વ. રેવાબેન, સ્વ. તૃષાબેન, સ્વ. ગોદાવરીબેન, સ્વ. ઠાકરશીભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઇ, ચમનભાઇ, રમેશભાઇ, સ્વ. હરીશભાઇના બહેન, ભાવનાબેન, હિનાબેન, જિતેન્દ્રભાઇના માતા, સુરેશભાઇ, રાજુભાઇ, ભાવનાબેન (જાનવી)ના સાસુ, દક્ષ, નિધિના દાદી, દીપ, આયુષી, અદિતીના નાની તા. 30-12-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 31-12-2024ના મંગળવારે સવારે 8.30 વાગ્યે નિવાસસ્થાન 18, માનસી બંગલોઝ, સીમંધર સિટી, સિદ્ધિવિનાયક મંદિરની પાછળ, નવી રાવલવાડીથી ભુજ લોહાણા મહાજન સ્મશાનગૃહે જશે.

ભુજ : મ.ક.સ.સુ. જયાબેન દયારામ પરમાર (ઉ.વ. 76) તે સ્વ. દયારામ કરશનદાસના પત્ની, નટવર, ગૌતમ, સ્વ. ભગવતીબેન જગદીશભાઇ પરમાર (અંજાર)ના માતા, હીરાબેન મૂળજી નથુ પરમાર (મુંદરા)ના પુત્રી, મોહનલાલ, વિશનજી (મુંદરા), હંસાબેન શાંતિલાલ ધામેચા (બિદડા), સ્વ. દમયંતીબેનના બહેન, સ્વ. વાલજી, સ્વ. બાબુલાલ, સ્વ. અમૃતલાલ, સ્વ. શંકરલાલ, સ્વ. કાનજી, વૃજલાલ, વિનોદના ભાભી, ગં.સ્વ. સાવિત્રીબેન બાબુલાલના દેરાણી, સ્વ. કમળાબેન શંકરલાલ, સુશીલાબેન વૃજલાલ, નિતાબેન વિનોદચંદ્રના જેઠાણી તા. 29-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-1-2025ના બુધવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, નાગર ચકલા ખાતે.

ભુજ : ગં.સ્વ. જયાબેન કમલેશગિરિ ગોસ્વામી (ઉ.વ. 68) તે સ્વ. અરજણગિરિ વીરગિરિ અને સ્વ. નરસીગિરિ વીરગિરિ (કુકમા)ના પુત્રવધૂ, સ્વ. ભાનુમતિબેન તથા સ્વ. રામગિરિ દલીલગિરિ    ગોસ્વામી (જલારામ જ્યોતિષ કાર્યાલય-મુંબઇ, કલ્યાણેશ્વર-માંડવી)ના પુત્રી, ચિંતનગિરિ (બોમ્બે), અર્ચનાબેન (ગુડ્ડી) જિતેન્દ્રગિરિ (બારીપદા)ના માતા, જિજ્ઞાબેનના સાસુ, સ્વ. કિશોરગિરિ (ભુવનેશ્વર), યશવંતગિરિ (કેનેડા), મીનાબેન મુકુંદગિરિ (રાજકોટ)ના બહેન, મોહનગિરિ (કુકમા), સ્વ. દિનેશગિરિ (રાજકોટ)ના ભત્રીજી, જિજ્ઞેશગિરિ, જયદીપગિરિના ફઇ, ગૌરીબેન (અંજાર), નિરૂબેન (અંજાર), સ્વ. સાવિત્રીબેન (અંજાર), સ્વ. કુસુમબેન (સતાપર), શાંતિબેન (માનકૂવા), ક્રિષ્નાબેન (અંજાર)ના ભાભી, ત્વીષાના દાદી, અંકિતાના નાની, વૈશાલીના માસી તા. 29-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 1-1-2025ના બુધવારે સાંજે 4થી 5 ડી.સી. જાડેજા ભવન, વાલદાસનગર, ભુજ ખાતે.

ભુજ : નરેશભાઇ ધરડા (ચારણ) (ઉ.વ. 35) તે ભીમજીભાઇ લક્ષ્મણભાઇ (ખેડબ્રહ્માવાળા), કરુણાબેનના પુત્ર, વસંતભાઇ લક્ષ્મણભાઇ ચારણ, જમનાબેન ચારણના ભત્રીજા, ચારણ ગૌતમ, મનોજ, ચારણ રમીલાબેન, ચારણ ગીતાબેનના ભાઇ, સુરેશ, અંજલિ, હેમલ, અર્જુનના પિતા, રવિ રામજી, વેલજી ચંદુલાલના કાકા તા. 28-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 1-1-2025ના તથા 2-1-2025ના ડી.પી. ચોક, ચારણવાસ, રામનગરી, ભુજ ખાતે.

ભુજ : હાજી ઇસ્માઇલ અબ્દુલા સુમરા (શરદ બાગ) (ઉ.વ. 86) તે મ. અબ્દુલા, મ. અસ્લીમ, ઉસ્માન (પંજાબ નેશનલ બેંક), મુસા (સેન્ટ્રિંગવાળા)ના પિતા, ફારૂક (પંજાબ નેશનલ બેંક), જાવેદ (વિશ્વાસ ટી સ્ટોલ), મ. ઇમ્તિયાઝ, અરબાજ (વિશ્વાસ પાન સેન્ટર), અસ્ફાક, માસુમ, મુજાહિદના દાદા, મ. ડો. માલી, મ. અદ્રેમાનના ભાઇ, મ. જુસબ ઉમર, મ. અનવર સિદ્ધિકના સસરા તા. 30-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-1-2025ના બુધવારે સવારે 9.30 વાગ્યે નિવાસસ્થાન ડો. માલીની વાડી, ભુજ ખાતે.

ભુજ : આમદ હસન સમા (લમા) (ઉ.વ. 37) તે મ. હસન અભા (ફોરેસ્ટ)ના પુત્ર, સુમરા અબ્દુલા મામદના સાળા, જુસબ તથા ઇકબાલ ઇબ્રાહિમના ભાઇ, અરમાનના પિતા, મ. આદમ, ઇબ્રાહિમ, હાસમ, કાસમ, અયુબ તથા લતીફ અભાના ભત્રીજા તા. 28-12-2024ના અવસાન પામ્યા છે. દસમું તા. 6-1-2025ના સાંજે 5 વાગ્યે નિવાસસ્થાન રાજેન્દ્રનગર, અલ્ફલા મસ્જિદની બાજુમાં.

ભુજ : પઠાણ નસીમબાનુ હાજી અલીમોહમદ (ઉ.વ. 43) તે હાજી અલીમોહમદભાઇ પઠાણ (મુસ્લિમ એજ્યુકેશન)ના પુત્રી, ઇમ્તિયાઝના બહેન તા. 30-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-1-2025ના બુધવારે સવારે 10થી 11 જકરિયા મસ્જિદ, ખાસરા ગ્રાઉન્ડ, સંજોગનગર, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ સાભરાઇના પરમાબેન માવજીભાઇ મતિયા (માતંગ) (ઉ.વ. 55) તે માવજીભાઇ વેરશીભાઇ મતિયાના પત્ની, સ્વ. ગૌરીબેન, દિનેશ, દીપક, ભરતના માતા, રાણબાઇ  રાણશીભાઇ મતિયા, મેગબાઇ કાનજીભાઇ મતિયાના દેરાણી, મેઘજી, કરશન, ધરમશી, હરેશ, રતનબાઇ, માનબાઇ, સોનબાઇ, તારાબાઇના માસી, સ્વ. હીરાભાઇ કરમણભાઇ રતડ (પોલડિયા)ના પુત્રી, વેરશીભાઇ, સ્વ. નામોરીભાઇ, લાલજીભાઇ, ધનજીભાઇ, મેઘજીભાઇ, મોહનભાઇ, કાનબાઇ, વાલબાઇના બહેન, ભાવિકા, ભૂમિકા, સાધના, શ્વેતા, રુદ્ર, અર્પિતા, વંશિલ, વિષ્ણુના દાદી, ક્રિષ્ના, આદિત્યના નાની તા. 28-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા (દિયાડો) અને આગરી પંચમુખી જાગ તા. 1-1-2025ના બુધવારે રાત્રે અને પાણી ચોખંડો તા. 2-1-2025ના ગુરુવારે સવારે નિવાસસ્થાન મહેશ્વરી ઝૂંપડપટ્ટી, મકાન નં. 283ની બાજુમાં, ગાંધીધામ ખાતે.

નલિયા (તા. અબડાસા) : નોતિયાર અલાના ખાન મામદ (ઉ.વ. 62) તે રમઝાન અને ઇભલાના પિતા, સાલેખાનના ભાઈ, નોતિયાર જુસબ (હોટલવાળા) તથા મજીદના સસરા, આમદ લધા, ઈભરામ લધાના મામા, મામદ મુસા ઈસ્માઈલના બનેવી, સધીક કાસમ અબ્દુલ ઉર્ફે દાદાના કાકા, ગુલામના ફુવા, રજાક, અયાઝ, ઝુબેર, સિકંદરના દાદા તા. 29-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 31-12-2024ના મંગળવારે સવારે 10 નિવાસસ્થાન જનતાનગર, નલિયા ખાતે.

જદુરા (તા. ભુજ) : થેબા આઈશાબાઈ દાઉદ (ઉ.વ. 80) તે આમદ, રફીક, શકુરના માતા તા. 30-12-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 1-1-2025ના બુધવારે નિવાસસ્થાને જદુરા ખાતે.

અજરખપુર (તા. ભુજ) : મૂળ ભડલીના ખત્રી હસણ હાસમ (ઉ.વ. 85) તે મ. ઇસ્માઇલ હાસમ (મુંબઈ), મ. ઓસમાણ હાસમ (અંજાર)ના નાના ભાઈ, સાદિકહુશેન પાંધી (અજરખપુર)ના સસરા તા. 30-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-1-2025ના સવારે 11 વાગ્યે મદની મસ્જિદ, અજરખપુર ખાતે.

નારાણપર-પસાયતી (તા. ભુજ) : મૂરજી કરશન વેકરિયા (ઉ.વ. 48) તે કાનબાઈના પતિ, કરશન દેવજી વેકરિયા અને કાનબાઇના પુત્ર, જયેશ અને હેમલના પિતા, ધનજીભાઇ, મોહનભાઇ, કલ્પના રમેશ હાલાઇના ભાઇ તા. 28-12-2024ના અવસાન પામ્યા છે.

ગઢશીશા (તા. માંડવી) : મણિબેન નારણ રંગાણી (ઉ.વ. 94)  તે મેંઘાબેન (મોડાસા), ધનબાઈ (રાયણ), નર્મદાબેન (નાની વિરાણી), મણીલાલભાઈ, સવિતાબેન (પ્રેમનગર- ખીલોડિયા)ના માતા, શ્રીકાંત, ઉમેશ, બ્રિજેશના દાદી, શોભનાબેન, દામિનીબેનના દાદીસાસુ, માહી, રુદ્રના પડદાદી તા. 30-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-12-2024ના સવારે 8.30થી 11.30, બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ મંદિર સત્સંગ હોલ, ઉમિયાનગર, શેરી નં. 5, ગઢશીશા ખાતે.

ગોધરા (તા. માંડવી) : ગરવા ગૌરીબેન તુલસીભાઇ શેખા (ઉ.વ. 25) તે સ્વ. રામજી ગોવિંદના પૌત્રી, સ્વ. તુલસીભાઇ રામજીના પુત્રી, સ્વ. કાન્તિલાલ, મોહનલાલ (એમ.ઇ.એસ.-ભુજ)ના ભત્રીજી, દીપક, સુનીલ, શાંતાબેન, ભગવતીબેન, ભાવિકા, હંસાના બહેન તા. 30-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 1-1-2025ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાને.

ગળપાદર (તા. ગાંધીધામ) : કાપડી હરિલાલ જેઠાલાલ (ઉ.વ. 68) તે સ્વ. સાકરબેન જેઠાલાલના મોટા પુત્ર, ભગવતીબેનના પતિ, સ્વ. ગિરીશ, સ્વ. મુકેશ, સ્વ. જયાબેન, યશોદાબેનના ભાઇ, કપિલ, રોહિત, ચેતનના પિતા, રાધાબેન, દિવ્યાબેન, સીમાબેનના સસરા, સ્વ. કાપડી બાબુલાલ જખુરામ (આંબાપર)ના જમાઇ, દર્શન, રાજેશના મોટાબાપા, થિરેષ, ઇચ્છા, નવ્યા, નિત્યા, હર્ષિતાના દાદા તા. 29-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 કાપડી સાધુ સમાજવાડી, અંજાર ખાતે. લૌકિકક્રિયા નિવાસસ્થાને. પૂજનવિધિ તા. 10-1-2025ના શુક્રવારે.

મુંબઇ : પાલિતાણા નિવાસી મૂળ કચ્છ ભુજપુરના જિનલ નિશાંતકુમાર શાહ (ઉ.વ. 39) તે હીરાલક્ષ્મી જયંતીલાલ સંઘવીના પૌત્રી, રંજનબેન પ્રવીણચંદ્ર સંઘવીના પુત્રી, જીમિતભાઇના બહેન, આનલના નણંદ, નીલ, યેશાના ફઇ, મંજુબેન, પુષ્પાબેન, ઉષાબેનના ભત્રીજી તા. 27-12-2024ના મુલુંડ-મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-12-2024ના મંગળવારે બપોરે 3થી 4 કાલિદાસ મેરેજ હોલ, પી.કે. રોડ, મુલુંડ (વેસ્ટ) ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd