ભુજ : મધુકાન્ત ધનજી જેઠી (ઉ.વ. 82) તે સ્વ. મટુબેન ધનજીભાઇ
(ડોક્ટર) કરસન જેઠીના પુત્ર, મીનાબેનના પતિ, સ્વ. મણિબેન ગોપાલજી જેઠી (કોટા-રાજસ્થાન)ના
જમાઇ, હિમાંશુ, હીરલ જયેશભાઇ પંડયા, હેતલ (ટીના), વિપુલભાઇ જેઠીના પિતા, સ્વ. પ્રાણકુંવરબેન
ઉમિયાશંકર જેઠી, પલ્લવી અરવિંદભાઇ જેઠી (વડોદરા), સ્વ. સ્નેહલતા, સ્વ. લાભશંકર જેઠી,
ઉર્મિલા દીપકભાઇ જેઠી (વડોદરા), નાનાલાલ જેઠીના ભાઇ, શ્વેતાના સસરા, સ્વ. સવિતાબેનના
દિયર, પ્રજ્ઞાબેન નાનાલાલના જેઠ, નિર્મલા ઓમ જેઠીના મોટાબાપા, સુહાની અને નિરાલીના
દાદા, કૃપા અપૂર્વ જેઠી (કોટા-રાજસ્થાન), મેઘા, હીરવા, હર્ષિવના નાના તા. 1-1-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-1-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 જેઠી સમાજવાડી,
સુમરા ડેલી પાસે, ભુજ ખાતે.
ભુજ : મૂળ બગડા (મુંબઇ) હાલ વલસાડ નિવાસી મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ
અ.સૌ. દમયંતીબેન નંદલાલભાઇ દવે (ઉ.વ. 74) તે નંદલાલભાઇ પુરુષોત્તમ દવેના પત્ની, સ્વ.
પ્રેમકુંવરબેન પુરુષોત્તમભાઇ દવેના પુત્રવધૂ, પ્રકાશભાઇ, આનંદભાઇના માતા, કવિતાબેન,
બિજલબેનના સાસુ, હર્ષ, શુભમના દાદી, સ્વ. ઝવેરલાલ જદુરામ ગોરના પુત્રી, સાવિત્રીબેન,
હરદત્તભાઇ, સ્વ. દિલીપભાઇ, પ્રદ્યુમનભાઇ, માલતીબેનના બહેન, સ્વ. માધવલાલ રણછોડજી દવેના
ભત્રીજા વહુ, સ્વ. અમૃતલાલ, સ્વ. ભાઇશંકરભાઇ, સ્વ. જયંતીલાલ, તાપીશંકરભાઇ, સ્વ. કાંતાબેન
ત્રિવેદી, સ્વ. અનસૂયાબેન ત્રિવેદી, સ્વ. ચંદ્રિકાબેન, સ્વ. ઇન્દુબેન વ્યાસના ભાભી
તા. 30-12-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : પ્રકાશ દવે-98673
78961.
ભુજ : ગં.સ્વ. હીરાગૌરી (ઉ.વ. 79) તે સ્વ. શાંતિલાલ કરશનજી નાકર
(ગોર) (નિવૃત્ત એસ.ટી. કર્મચારી)ના પત્ની, કાશીબાઇ રામજી લક્ષ્મીદાસ નાથાણી (મસ્કા)ના
પુત્રી, હર્ષદ (એસ.ટી.), દિનેશ (એ.પી.એમ.સી.), નિતાબેન કાન્તિલાલ મોતા, કલ્પનાબેન,
સ્વ. નંદાબેન દિનેશ ઠક્કર, મનીષા હિતેષ વ્યાસના માતા, જિજ્ઞાબેન (અર્બન), કાજલબેનના
સાસુ, સ્વ. જયંતીલાલ, સ્વ. રાધાબેન, ગં.સ્વ. તારાબેન, ગં.સ્વ. ઉર્મિલાબેન, ગં.સ્વ.
સવિતાબેન, રમણીકલાલના ભાભી, સ્વ. મણિબેનના દેરાણી, ગોદાવરીબેનના જેઠાણી, મૂળશંકર (મસ્કા),
સ્વ. હરેશ, સ્વ. સુરેશ, ગં.સ્વ. નિર્મળાબેન (નીમુબેન), કલાવંતીબેનના મોટા બહેન, વૈભવ,
જય, ફાલ્ગુની, વંશના દાદી, પૂજા, રીમા, સાગર, સોના, પૂનમ, હર્ષ, રક્ષિત, તૃષાના નાની
તા. 31-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-1-2025ના શુક્રવારે
સાંજે 4.30થી 5.30 રાજગોર સમાજવાડી, ડાંડા બજાર, ભુજ ખાતે.
ભુજ : મૂળ પાટડીના જિતેન્દ્રસિંહ નટવરસિંહ ઝાલા (ઉ.વ. 61) તે
સ્વ. ગજરાબા ઝાલા તથા નટવરસિંહ ઝાલાના પુત્ર, વીરેન્દ્રસિંહ ઝાલા, સજનબા, રંજનબા, જનકબા,
પ્રકાશબા, સ્વ. માનકુંવરબાના ભાઇ, કૃષ્ણકુંવરસિંહ અને ઇલાબાના પિતા, સૂર્યાબાના પતિ,
પ્રથમેશસિંહ, માન્યતાબાના દાદા, મીરાબા ઝાલાના સસરા તા. 31-12-2024ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 2-1- 2025ના બપોરે 3થી 5 નિવાસસ્થાને ગણેશનગર, ગરબી ચોક, ભુજ
ખાતે.
ભુજ : ખુંભિયા ઇકબાલ દાઉદ (લંઘા) (ઉ.વ. 64) (રિટાયર્ડ પટાવાળા
ઓફ્રેડ?હાઇસ્કૂલ) તે મ. દાઉદ ભચુના પુત્ર, મ. રહેમતુલા દાઉદના ભાઇ, મ. લધા ભચુ લાડકાના
જમાઇ, તૌશિફના પિતા, કાસમ લાડકાના બનેવી, આહિદહુશેન (એ.એસ.આઇ.), ફિરોજ, શકીલના કાકા,
સરફરાઝ ગફુર લાડકાના મામા, ઇબ્રાહિમ, શબ્બીર, ગનીના સસરા, લંઘા સુલેમાન હાજી જુસબ (સમાઘોઘા)ના
સાળા, મ. હાસમ કાદર (પત્રી)ના ભાણેજ તા. 1-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 3-1-2025ના શુક્રવારે સવારે 10થી 11 બકાલી મસ્જિદ, પાટવાડી નાકા બહાર, ભુજ ખાતે.
ભુજ : મૂળ બિટ્ટાના મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ મહેન્દ્રભાઇ ખરાશંકર
ભટ્ટ (ઉ.વ. 75) તે સ્વ. હેમકુંવરબેનના પુત્ર, નલિનીબેનના પતિ, સ્વ. મીનાક્ષીબેન, દુર્ગાબેન,
દીપમાલાના પિતા, આશિષ ભટ્ટ, કૃતાર્થ ભટ્ટના સસરા, સ્વ. પ્રાણકુંવરબેન નર્મદાશંકર દવે,
સ્વ. ગુલાબબેન કાન્તિલાલ ગોર, સ્વ. કુ. કિશોરીબેન કે. ભટ્ટ, સ્વ. દેવમણીબેન સુરેશભાઇ
ઉપાધ્યાય, સ્વ. લીલાવતીબેન અરાવિંદભાઈ જાની, ગં.સ્વ. પૂર્ણિમાબેન નવીનભાઈ ત્રિવેદી,
ગં.સ્વ. અંજુબેન વિનોદભાઈ દવે, દિનેશભાઈ ભટ્ટ (ધ્રાંગધ્રાવાળા)ના ભાઈ, અંબાપ્રસાદભાઈ
અમૃતલાલ ત્રવાડી, સ્વ. જયસુખ ત્રવાડી, મહેશ ત્રવાડી, રમેશ ત્રવાડી, સ્વ. હંસાબેન રસિકલાલ
દવે, સ્વ. જ્યોત્સના જયેશભાઈ જાની (રાજકોટ)ના બનેવી, સર્જન, સૃષ્ટિ, દીક્ષાંતના નાના
તા. 1-1-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 2-1-2025ના સવારે 10 કલાકે વાઘેશ્વરી
મંદિર, સોનીવાડથી સ્વર્ગ પ્રયાણધામ, ખારી નદી મધ્યે જશે.
અંજાર : મૂળ પદ્ધરના રાણીબેન જેસંગભાઇ ખુંગલા (ઉ.વ. 89) તે સ્વ.
જેસંગભાઇ સવાભાઇ ખુંગલાના પત્ની, લીલાબેન, રાઘુભાઇ, ધનુબેન, બાબુભાઇના માતા, શિલ્પા,
ભાવિકા, શાંતુ, રામના દાદી તા. 31-12-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન
દેવનગર, અંજાર ખાતે.
અંજાર : પઠાણ જુસુબખાન જમાલખાન (ઉ.વ. 80) તે પઠાણ અબ્દુલસતારના
પિતા, પઠાણ અનવર તથા અબ્દુલના મોટાબાપા, પઠાણ સાહિલના દાદા, રજાક અને મોહસીનના નાના
તા. 1-1-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 3-1-2025ના શુક્રવારે સવારે 10થી 11 સુમરાવાળી
મસ્જિદ, લશ્કરી માતામ, ટીંબી કોઠા, અંજાર ખાતે.
મુંદરા : ખત્રી હબીબ અબ્દુલ રહેમાન અંજારિયા (પાનવાળા) (ઉ.વ.
76) તે ગુલામ દસ્તગીર, જાન મોહમ્મદ, રશીદા ખાતુન માજિદ (ભુજ), ઉસ્માન ગનીના પિતા તા.
1-1-2025ના અવસાન પામ્યા છે વાયેઝ-જિયારત તા. 3-1-2025ના શુક્રવારે સવારે 10.30થી
11.30 ખરોત દરગાહ કમ્પાઉન્ડ, મુંદરા ખાતે.
મુંદરા : ખારવા મંજુલા દામજીભાઈ ચાવડા (ઉ.વ. 61) તે રામીબેન
બાબુલાલ ચાવડાના પુત્રવધૂ, સ્વ. જમુબેન હિરજી મોતીવરસના પુત્રી, જલારામ, સ્વ. હીરજીભાઈ,
સ્વ. શિલ્પાબેન અને નીતાબેનના માતા, કિશોરભાઈ, બિપીનભાઈ, શ્રદ્ધાબેન, ગં.સ્વ. કાજલબેનના
સાસુ, બાલુભાઈ, જેશીંગભાઈ, મનીષભાઈ, જ્યોતિબેન, સ્વ. ઈલાબેનના બહેન, કુલદીપ, દિવ્યમ,
હેત્વી, ઈશાનીના દાદી, સ્વ. ભાણજીભાઈ, સ્વ. હીરજીભાઈ, રવજીભાઈ, જાશિંગભાઈના ભાભી, વિજયભાઈ,
પ્રકાશ, આશિષ, નયન, સાગર, નિકુલના કાકી તા. 1-1-2025ના અવસાન પામ્યા છે. અંતિમક્રિયા
થઈ ગઇ છે. પ્રાર્થનાસભા/ઉઠમણું તા. 2-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 સાગર ભુવન, ખારવા
સમાજવાડી ખાતે ભાઈઓ તથા બહેનોની સાથે.
નખત્રાણા : કે.એસ. મકવાણા (ઉ.વ. 78) (પ્રાથમિક કુમારશાળા નિવૃત્ત
શિક્ષક) તે નિર્મળાબેનના પતિ, અશોકભાઇ (અમદાવાદ), વિપુલભાઇ (પી.જી.વી.સી.એલ.-નખત્રાણા)ના
પિતા તા. 20-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 2-1-2025ના સાંજે 4થી 6 મેઘમારૂ
સમાજવાડી, નવા આરામગૃહની બાજુમાં.
સુખપર (તા. ભુજ) : મૂળ મંજલના પ.ક.મ.ક. સઇ સુતાર દરજી ઝવેરબેન
મંગલદાસ પરમાર (ઉ.વ. 95) તે સ્વ. મંગલદાસ ઉમરશીના પત્ની, સ્વ. હંસરાજ ઉમરસી, સ્વ. ગાંગજી
ઉમરસી, સ્વ. સાકરબેન, સ્વ. ખેતબાઇના ભાઇના પત્ની, ગં.સ્વ. જશોદાબેન (દેવપર-યક્ષ), પુષ્પાબેન
(દરશડી), હેમલતાબેન (લાયજા), પ્રેમજીભાઇ, સ્વ. અંબાલાલના માતા, સ્વ. શંકરલાલ બાબુલાલ,
કિશોરભાઇ, રુક્ષ્મણીબેન પ્રેમજીના સાસુ, લક્ષ્મીબેન, સ્વ. કાનજીભાઇ, હેમરાજભાઇ, ચત્રભુજભાઇ,
સ્વ. ગોપાલભાઇ, દામજીભાઇ, સ્વ. મણિબેન, સ્વ. ચમનલાલ, ભાનુબેન, મોહનભાઇ, સ્વ. ભરતભાઇના
કાકી, ધર્મેન્દ્ર, રાજેશ, શિલ્પાના દાદી, નીપા, કોમલ, મનોજના દાદીસાસુ, યશ, પ્રિન્સ,
હેની, પરીના પરદાદી, ચંદ્રિકા, પ્રવીણ, અરવિંદ, પ્રફુલ, અશ્વિન, રીટા, છાયા, રોશની,
પ્રકાશના નાની, સ્વ. મોઢ લક્ષ્મીદાસ હમીર (ગઢશીશા)ના પુત્રી, સ્વ. હરિલાલ, સ્વ. શંભુલાલ,
ઇશ્વરભાઇ (દુબઇ)ના બહેન તા. 1-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 3-1-2025ના શુક્રવારે બપોરે 3થી 4 ઘનશ્યામ વાટિકા, મણિનગર સ્વામિનારાયણ મંદિર સંસ્કાર
કેન્દ્રની બાજુમાં, હાઇવે રોડ, નવાવાસ-સુખપર ખાતે.
માધાપર (તા. ભુજ) : મ.ક.સ.સુ. દરજી પ્રભાબેન (ઉ.વ. 70) તે સ્વ.
પ્રભુલાલ હરિલાલ ચૌહાણના પત્ની, સ્વ. હરિકુંવરબેન હરિલાલ ચૌહાણના પુત્રવધૂ, મીતાબેન
(રતનાલ), શૈલેષ, ધર્મેન્દ્રના માતા, મનીષાબેન, ઇશ્વરલાલ (રતનાલ)ના સાસુ, નરશી લખમશી
પરમાર (અંજાર)ના પુત્રી, બચુબેન (મિરજાપર), જ્યોતિબેન (સુખપર), કમળાબેન (ભુજ), સ્વ.
પારૂલબેન (અંજાર), રસીલાબેન (સુખપર)ના બહેન, અલ્પેશ (ખંભરા), કાન્તિભાઇ, લીલાધર, અનસૂયાબેન
(માધાપર)ના ભાભી, વનિતાબેન, હંસાબેન (માધાપર), અનિતા (ખંભરા)ના જેઠાણી, આરતી, નીશાના
મોટાસાસુ, વિશાલ, અવની, દીપના નાની, ખુશ, બંસી, પર્વના દાદી, નરેન્દ્ર, યોગિન, અર્ચના
(માધાપર), રીના (અંજાર), જિજ્ઞા (ભુજ)ના મોટાબા તા. 1-1-2025ના અવસાન પામ્યા છે. બંને
પક્ષની પ્રાર્થનાસભા તા. 3-1-2025ના શુક્રવારે સાંજે 4થી 5 વિનોદભાઇ પરસોત્તમભાઇ સોલંકી
(મિત્રી સમાજવાડી), બસ સ્ટેશન પાસે, જૂનાવાસ, માધાપર ખાતે.
ઝુરા (તા. ભુજ) : મૂળ નાના રેહાના લુહાર અનવર અબ્બાસ (ઉ.વ.
55) તે મ. આદમ (નાના રેહા)ના ભાઇ, નૂરમામદ બુઢાના બનેવી, જાકબ કાસમના મામા, મામદ આમદ
(રામાણિયા)ના સાળા તા. 1-1-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 3-1-2025ના શુક્રવારે
સવારે 10થી 11 જમાતખાના, ઝુરા ખાતે.
ધ્રંગ (તા. ભુજ) : વાલજીભાઈ રવાભાઈ કોવાડિયા (ઉ.વ. 58) તે કંકુબેનના
પતિ, વંશ, વંશિકા, પ્રિન્શીકા, ઈન્શીકાના પિતા, ખીમજીભાઈ રવા કોવાડિયા, ભગુભાઈ રવાભાઈ
કોવાડિયા, ગોપાલભાઈ રવાભાઈ કોવાડિયા, ધનજીભાઈ રવાભાઈ કોવાડિયાના ભાઈ, ગોપાલભાઈ રવાભાઈ
ડાંગર (લોડાઇ)ના જમાઈ, રમેશભાઈ ગોપાલભાઈ ડાંગર, ભરતભાઇ ગોપાલભાઈ ડાંગરના બનેવી તા.
1-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને ધ્રંગ ખાતે.
નખત્રાણા (નવાનગર)
: રેહાનાબાનુ આદમ પઠાણ (ઉ.વ. 22) તે પઠાણ આદમ અલીમામદના પુત્રી તા.
31-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-1-2025ના શુક્રવારે સવારે 10થી
11 નવાનગર મુસ્લિમ જમાતખાના, નખત્રાણા ખાતે.
મોટી વિરાણી (તા. નખત્રાણા) : જયંતીલાલ કાંતિલાલ નાકરાણી (પરબતાણી)
(ઉ.વ. 60) તે સ્વ. કાંતિલાલ શામજી પરબતાણીના પુત્ર, બાબુભાઇ, મણિલાલભાઇ, સ્વ. પ્રવીણભાઇ,
ભગવાનભાઇના ભાઇ, હિતેષ તથા નરેશના પિતા, પવન, નમન, જયના દાદા તા. 31-12-2024ના અવસાન
પામ્યા છે. બેસણું તા. 3-1-2025ના શુક્રવારે સવારે 8થી 11 રતનસિંહ વાલજી પરબતાણીના
નિવાસસ્થાને સમાજવાડી પાછળ, વિરાણી ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : ખત્રી સુલેમાન મામદ (મુતવલી, વિથોણ મુસ્લિમ
જમાત) (ઉ.વ. 70) તે ઇશાક મામદના ભાઇ, ઇકબાલ, કાસમ, શીરીન અશરફ (કોટડા-જ.)ના પિતા, હારૂન,
ઓસમાણ ગની, સમસુદ્દીનના કાકા, મુસ્કાન, મહેક, કયુમ, મુબસીરાના દાદા, મ. જાફર રહેમતુલ્લાહ
(ભુજ), અયુબ, જુસબ, જાકીર, આધમ (ઉર્ફે લાલા), રહીમાબાઇ આધમ (ભુજ), મ. રોમતબાઇ અલાના
(તેરા), મ. હલીમાબાઇ હુશેન (ભડલી), હાજિયાણી હાજરાબાઇ હાજી ફકીરમામદ (નખત્રાણા), મ.
હાજિયાણી ખતાબાઇ હાજી હુશેન (જડોદર)ના કાકાઇ ભાઇ, મ. સુલેમાન ઉમર (મોટી વિરાણી)ના જમાઇ,
હસન સુલેમાન (ભુજ), મામદ એસ. ખત્રી (મોટી વિરાણી), ઉમર એસ. ખત્રી (કચ્છમિત્ર-મોટી વિરાણી),
મ. અબ્દુલ એસ. ખત્રી (ભુજ)ના બનેવી તા. 1-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
3-1-2025ના શુક્રવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, વિથોણ ખાતે.
મંગવાણા (તા. નખત્રાણા) : ગુંસાઇ વેલવન પરસોત્તમવન (હિંગલાજિયા)
(ઉ.વ. 76) તે સ્વ. કેસરબેન પરસોત્તમવનના પુત્ર, ગવરીબેનના પતિ, ભરતવન, હંસાબેન પ્રવીણગર,
ઇન્દુબેન મનોજગર, મિતાબેન વિજયગિરિ, નેહાબેન પ્રવીણગિરિના પિતા, વિમળાબેન મંગળગિરિ
(મેઘપર), સ્વ. પ્રભાબેન કરશનભારથી (ગઢશીશા), દમયંતીબેન ગવરીગર (મસ્કા), રમીલાબેન નવીનગિરિ
(અંજાર), ચંદ્રિકાબેન કિશોરગિરિ (ભુજ), મૂલવન, પ્રતાપવન, વિનોદવન, લીલવન, મંગળાબેન
દામોદરગિરિ (આસંબિયા), લક્ષ્મીબેન મોહનગર (કોટડા), ગવરીબેન નારણગર (રાજપર)ના ભાઇ, સ્વ.
મણિબેન દેવગર (ગઢશીશા), સ્વ. કલ્યાણવન પ્રેમવન (મુંબઇ)ના ભત્રીજા, સ્વ. શંભુગર પરસોત્તમગર
(ધુણઇ)ના જમાઇ, હેમાંશી, વૈભવ, અભી, ઓમના દાદા, પ્રકાશ, જિગર, ધીરજ, પરેશ, અમરદીપ,
ઊર્મિ, કોમલ, રેખાના મોટાબાપા, પ્રશાંત, હિરેન, હેન્સી, આયુષી, વિવેક, આયુષી, વિજય,
દુલારીના નાના તા. 1-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.
3-1-2025ના બપોરે 3.30થી 4.30 ભીડભંજન મહાદેવ મંદિર, મંગવાણા ખાતે.
વડવા કાંયા (તા. નખત્રાણા) : માવજીભાઇ અબજીભાઇ વાસાણી (ઉ.વ.
101) તે ખેતશીભાઇના મોટા ભાઇ, ગંગાબેન વાલજી (દુજાપર), મણિલાલભાઇ, પ્રેમિલાબેન, શાંતાબેન,
કાંતિલાલભાઇ, ભગવતીબેન, ચેતનાબેનના પિતા, નરેન્દ્રભાઇ, નીતિનભાઇ, મંજુબેન, મનીષાબેન,
હંસાબેન, જેસીનના દાદા તા. 1-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 2-1-2025ના સવારે
8થી 12 નિવાસસ્થાને.
ખીરસરા-રોહા (તા. નખત્રાણા) : હાલે મુલુંડ કસ્તૂરબેન વાલજી છાભૈયા
(ઉ.વ. 71) તે વાલજી ખેતશી છાભૈયાના પત્ની, સ્વ. ડાહીબેન ખેતશી રાજા છાભૈયાના પુત્રવધૂ,
અશોક, ભાવના, વનિતાના માતા, દીક્ષાબેન, મનોજ માવાણી (મુલુંડ), જયેશ ઉકાણી (થાણા)ના
સાસુ, નિયતિ, ધ્વનિ, જીતના દાદી, નિશી, વૃશ્કિ રામાણી, અદિત, ભવ્યના નાની, નારણભાઇના
ભાઇના પત્ની, કુંવરબેનના દેરાણી, ગંગાબેન, વિમળાબેન, માવજીભાઇ, અમૃતભાઇ, સાવિત્રીબેન,
ગંગારામભાઇ, ઉર્મિલાબેનના ભાભી, વિજયાબેન, લીલાબેન, લક્ષ્મીબેનના જેઠાણી, ધીરજ, કિશોર,
જગદીશના કાકી, આશિષ, નેહા, ભાવિન, બિન્તી, ધ્રુતિ, પુનિત, અનિકાના મોટામા, સ્વ. મરઘાબેન
રતનશી દેવજી દિવાણી (સુખપર-રોહા)ના પુત્રી તા. 31-12-2024ના મુલુંડ ખાતે અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 4-1-2025ના શનિવારે સવારે 8.30થી 11, બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી,
ખીરસરા-રોહા ખાતે.
અંતરજાળ (તા. ગાંધીધામ) : મૂળ વડવા હોથીના સાંધાબેન જાડેજા
(ઉ.વ. 74) તે સ્વ. ભુરૂભા મોડજી જાડેજાના પત્ની, વનરાજસિંહના ભાભી, રાજુભા, સ્વ. ગજેન્દ્રસિંહ,
બાલુભાના માતા, મહાવીરસિંહ, રઘુવીરસિંહ, રવિરાજસિંહ, વિજયસિંહના દાદી તા.
30-12-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 10-1-2025ના નિવાસસ્થાન રવેચીનગર, અંતરજાળ
ખાતે.
બાગ (તા. માંડવી) : સોનલબેન અંબારામ નાકર (ઉ.વ. 45) તે રાધાબેન
શંભુલાલ નાકરના પુત્રવધૂ, સ્વ. કેશરબાઇ લક્ષ્મીદાસ નાકરના પૌત્રવધૂ, સ્વ. શાંતાબેન
પ્રેમજી, સ્વ. દેવકાબેન રવિલાલ, સ્વ. રાધાબેન શંકરલાલ, હીરબાઇ શામજી, મોઘીબેન મણિશંકર,
સ્વ. ચંદ્રિકાબેન વસંતલાલ, ગં.સ્વ. ગોદાવરીબેન ભાઇલાલ, સ્વ. જવેરબેન દયારામ મોતા, ગં.સ્વ.
ચંપાબેન નવીનચંદ્ર મોતાના ભત્રીજા વહુ, પ્રીતિબેન લાભશંકર મોતા, દિવાળીબેન અંકિત ગોર,
જોસનાબેન ભગવાનજીભાઇના ભાભી, પરીના માતા, સ્વ. કાકુભાઇ જીવરામ નાગુ (બાગ) દોહિત્રા
વધૂ, સ્વ. ચંપાબેન હરેશભાઇ રાઠોડના પુત્રી, સાગર, પારૂબેન, રિદ્ધિબેન, દીપાબેનના મોટા
બહેન તા. 31-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-1-2025ના ગુરુવારે બપોરે
2થી 4 બાગ રાજગોર સમાજવાડી ખાતે.
કોડાયપુલ (તા. માંડવી) : પાનબાઇ દેવજીભાઇ જબુઆણી (ઉ.વ. 80)
(જબલપુર) તે સ્વ. વિશ્રામ લાલજી લિંબાણીના પુત્રી, કાન્તિભાઇ, કિશોરભાઇ, નવીનભાઇ, કસ્તૂરબેન,
ઝવેરબેન, લીલાબેનના માતા, પ્રભાબેન, સાવિત્રીબેનના સાસુ, દિનેશભાઇ, વિજયભાઇ, અલ્પેશભાઇ,
વિમલભાઇના દાદી, ભાવનાબેન, ગીતાબેન, લતાબેન, રિંકલબેનના દાદીસાસુ, હર્ષિત, કેવિન, જેનિલ,
કિષ્વ, અવની, રૂત્વીના પડદાદી તા. 31-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા.
2-1-2025ના સવારે 8.30થી 11, બપોરે 3થી 5 બ્રાહ્મણ સમાજવાડી, મહાવીરનગર, કોડાયપુલ ખાતે.
તા. 3-1-2025ના બપોરે 3થી 5 જબલપુર મધ્યે કિશોરભાઇ દેવજી જબુઆણીની વાડીએ.
હમલા (તા. માંડવી) : ભાનુશાલી ગોમતીબેન માધવજી કટારમલ (ઉ.વ.
88) તે સ્વ. માધવજી શંકરલાલ કટારમલના પત્ની, સ્વ. પાર્વતીબેન મનજી કટારમલના દેરાણી,
શાંતિબેન, લક્ષ્મીબેન, કાંતિભાઈ, સ્વ. પ્રતાપ, જેરામ, વિશ્રામના માતા, હરજી મનજી, અરાવિંદ
વલભજીના કાકી, બાબુલાલ કાનજી ગજરા (ધુણઈ), નરશી ટોપણદાસ માવ (મોટી મઉં), જમણાબેન, કેસરબેન,
નિર્મળાબેનના સાસુ, ગં.સ્વ. વાલબાઈ બચુભાઇ ગોરી (મોથાળા), ગં.સ્વ. પદમાબેન બાબુભાઈ
ગોરી (મોથાળા)ના ભાભી, સ્વ હાંસબાઈ નેણશીભાઈ અમલ (ભાડઈ)ના પુત્રી તા. 31-12-2024ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-1-2025ના બપોરે 3થી 4 ભાનુશાલી મહાજનવાડી, હમલા
ખાતે.
જૂના જામથડા (તા. માંડવી) : ધનજીભાઈ બુચિયા (ઉ.વ. 77) તે સ્વ.
કાનબાઈ અને સ્વ. ગોવા જેમલ બુચિયાના પુત્ર, સ્વ. સભઈબાઈના પતિ, સ્વ. ગંગાબેન મેઘજીભાઈ,
લીલાબેન દેવજીભાઈ, વિમળાબેન અમરશીં સીજુના પિતા, રમુભાઈ, સ્વ. વાલજીભાઈ, સામજીભાઈ,
હીરજીભાઈ, મૂરજીભાઈ, મીનાબેન અમરશીં ખરેટના ભાઈ, તેજા ઉંમરા, ભીમજી ઉંમરા, સ્વ. લાલજીભાઈ
રામજીના કાકાઈ ભાઈ, મેઘજી ભીમજી જેપાર (સાંગનારા)ના જમાઈ, રાજાભાઈ, જુમાભાઈ, ઠાકુભાઈ,
પેથાભાઈના બનેવી તા. 31-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 7-1-2025ના મંગળવારે
આગરી અને ઘડાઢોળ (પાણી) તા. 8-1-2025ના નિવાસસ્થાને જામથડા ખાતે.
જશોદાધામ (તા. ભચાઉ) : કાપડી કેશવદાસ સુખરામ (ઉ.વ. 52) તે સ્વ.
કાપડી લખુરામ પરસોત્તમદાસ (ઢોરી)ના જમાઇ, કાપડી શિવરામ સુખરામ, કાપડી લાલજીદાદા સુખરામદાદા
(ભચાઉ), સ્વ. અરજણદાસ સુખરામદાદા, ભવાનદાસ સુખરામ (ચિરઇ), સાધુ દિવાળીબેન અમરદાસ બકુતરાના
ભાઇ, કાપડી મનીષાબેન ભાવેશભાઇ (મેઘપર બોરીચી), માયાબેન, કવિતાબેનના પિતા તા.
1-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 2-1-2025ના ગુરુવારે સવારે 10થી સાંજે 6 સુધી
નિવાસસ્થાન જશોદાધામ, નાની ચિરઇ ખાતે. પૂજનવિધિ તા. 12-1-2025ના રવિવારે.
ઘાટકોપર (મુંબઇ) : મૂળ ખેડોઇના પાટીદાર હરિલાલભાઇ ખીમાણી (ઉ.વ.
70) તે સ્વ. ભગવતીબેન તથા સ્વ. રામજીભાઇ મનજીભાઇના પુત્ર, રુક્ષ્મણિબેનના પતિ, મયૂર,
દીપાલીના પિતા, દયારામ, ક્રિષાના સસરા, સ્વ. વસંતભાઇ, નરોત્તમભાઇ, કનુભાઇ, મહેશભાઇ, જયાબેનના
ભાઇ, શારદાબેન, લક્ષ્મીબેન, સાવિત્રીબેન, લક્ષ્મીબેનના જેઠ, અંબાલાલભાઇ વેલાણીના સાળા,
શંકરલાલભાઇના ભત્રીજા, સ્વ. કુંવરબેન તથા સ્વ. મોહનલાલ દેવશીભાઇ ધોળુ (કોટડા-ચકાર)ના
જમાઇ, સાવિત્રીબેન ભોગીલાલ પાટીદાર (ગાંધીધામ), વનિતાબેન નારાયણ પટેલ (મુંબઇ), કસ્તુરબેન
શાંતિલાલ દડગા (લંડન), જયશ્રીબેન દિનેશ પટેલ (મુંબઇ), કલ્પનાબેન પ્રફુલ્લ પટેલ, મીના
નવીન પટેલ, પ્રીતિ ભાવેશ પટેલ, હેમલ હિતેન
પટેલ, શિતલ નિતેશ પટેલ (પાંચે મુંબઇ)ના બનેવી, અવ્યાનના દાદા તા. 31-12-2024ના અવસાન
પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-1-2025ના ગુરુવારે બપોરે 3.30થી 5 પાટીદાર વાડી, ઘાટકોપર
(વેસ્ટ), મુંબઇ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે).