વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 1 : કચ્છના
હરિભક્તોને શિષ્ટાચાર શીખવાડવા પાંચ કોરીની પ્રસાદી, ધાર્મિક આયોજનોનો ઇતિહાસ સંબંધિતો
વારંવાર સ્મરે છે પણ?જેના કતૃત્વે કરાચીમાં સ્વામિનારાયણ સત્સંગનો વિકાસ થયો તેવું
સ્વર્ણિમ પૃષ્ઠ સાં.યોગી ધનબાઇ ફઇના નામે છે. કચ્છી સન્નારીની સમર્પણની કહાની, ઇતિહાસના
તથ્યો સાથે દ્વિ શતાબ્દી મહોત્સવની સાક્ષીએ સ્મરતાં આ કલમ ગૌરવાન્વિત છે. રામપરના ઘર
ઘર આજે ત્યાગી પરંપરાની રંગોળી સજી છે. દેશ-વિદેશના હરિભક્તોમાં ઉલ્લાસ છે, આનંદ છે.
ન માત્ર?કચ્છ પણ હાલના પાકિસ્તાનમાં સાનતન હિન્દુ પ્રવૃત્તિઓના કેન્દ્ર સમા કરાચી સ્વામિનારાયણ
મંદિરના પાયામાં અક્ષરમુક્ત ધનબાઇ ફઇનો પુરુષાર્થ છે. તે સમયે કરાચી ભારતનું બંદર હતું.
નગરપારકરના લોહાણા, બ્રાહ્મણ, મિત્રી સમુદાય સાથે સ્થાનિય હિન્દુ સમુદાયને ધાર્મિક
પ્રવૃત્તિઓ કરવા કેન્દ્રની જરૂર હતી. કાલુપુર સ્વામિ. મંદિરના સંત ગુણાતીતાનંદજી સ્વામીએ
મંદિર બાંધવા રાજકોટના માવજી મિત્રીને પ્રેરણા કરી. માવજીભાઇએ ત્યાંના કોન્ટ્રાક્ટર
મુસાભાઇ સાથે ભાગીદારી કરી `માવજી મુસા' કંપની સ્થાપી. આ બંનેએ કરાચીની જેટી પણ?બાંધ્યાનો
ઇતિહાસ છે. આ લખનારે થોડાં વર્ષો પહેલાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત અ.નિ. હરિકૃષ્ણદાસજી
સ્વામી પાસેથી વિગતો મેળવેલી અને કચ્છમિત્રના પાને કરાચી મંદિરના કેટલાક તથ્યો વાચકો
સમક્ષ મૂક્યા હતા. મંદિરનો શિલાન્યાસ દ્વિતીય આચાર્ય કેશવપ્રસાદજી મહારાજે કરેલો. આ
પરિસરના સરકારી દફ્તરે આજે પણ કાલુપુર મંદિરનું નામ છે અને તાજેતરમાં તેના જિર્ણોદ્ધારની
વાત મુકાઇ હતી. ગાંધીધામના નવીન પીનારા કહે છે, અમારો પરિવાર કરાચી હતો. વડીલો કહેતા
કે મંદિર નિર્માણ પછી ઓખા બંદરેથી કચ્છી હરિભક્તો કરાચી આવતા અને સત્સંગ થતો. બળદિયાના
અબજી બાપા અને રામપરના સાં. યોગી ધનબાઇ ફઇ કચ્છ-ગુજરાતના હરિભક્ત પરિવારોને કરાચી મંદિરના
વિકાસ અને સત્સંગ પ્રવૃત્તિમાં સહયોગની પ્રેરણા આપતા. ભુજ સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ
ત્યાગી અક્ષરજીવન સ્વામીનું પ્રદાન પણ?આશ્રિતોના જીવન સુધારવામાં મહત્ત્વનું રહ્યું.
ધનબાઇ ફઇના કાર્યોની નોંધ બળદિયા અબજીબાપા મંદિર અને હનુમાનજી ટ્રસ્ટ દ્વારા બહાર પડાયેલ
પુસ્તિકામાં પણ છે. આજે સમાજ સુધારક નારી રત્નન દ્વિશતાબ્દી ઉજવાઇ રહી છે ત્યારે નાના
એવા રામપર ગામ મધ્યમાં ફઇનું સ્મૃતિ સદન બનાવાયું છે. આગળ બંસીપાલ પથ્થરની નકશી છે.
તો અદલ કણબી પરિવારના તે સમયના વંઝી-વાળા દેશી મકાનની કૃતિમાં છે જેમાં ચિત્રકારી દ્વારા
નારી મુક્તના પુરૂષાર્થની ઝાંખી રજૂ કરાઇ છે. ધનબાઇ ફઇના પરિવારના સભ્યોની હાજરી છે.
સાતમી પેઢીના સંતાન માદરે વતન કચ્છમાં છે. રામપર લેવા પટેલ સમાજ પરીસરમાં વિશાળ પંડાલ
સજાવાયો છે. કિંસબરી ફૂટ એન્ડ વેજ લંડનવાળા હીરજીભાઇ વાલજી હિરાણી કહે છે, અમારા ધનભાગ
છે ઉત્સવ સમિતિના પ્રમુખ રવજીભાઇ વેકરીયા, મંદિર પ્રમુખ હીરજી ગોરસીયા તથા આખું ગામ,
તમામ સંસ્થાઓ એકમત છે. ભુજ મંદિરના મહંત સ્વામી પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, ઉપમહંત
પુરાણી ભગવતજીવનદાસજી સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, ઉત્સવના
પ્રણેતા વરિષ્ઠ સંત શ્રીહરિદાસજી સ્વામી, વડિલ સંત સ્વામી બાલકૃષ્ણદાસજી, કોઠારી દેવપ્રકાશદાસજી
સ્વામી આદી તમામ સંતો, સાં.યોગી મહંત સામબાસ ફઇ ત્યાગી બહેનો સંમતેની પ્રેરણા આશીર્વાદથી
ઉત્સવ આગળ ધપી રહ્યો છે. સંવત 1881 કારતક સુદ પૂર્ણિમાના દિને જન્મેલ ધનબાઇ ફઇનો મહિમા
જનજનના હૈયે છે. યુ.કે., આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અખાતી દેશો, યુરોપ અને દેશના હરિભક્ત
ભાઇ-બહેનોની વિશાળ હાજરી બતાવે છે કે કચ્છના કણબીઓના જીવનમાં બદલાવ લાવનાર રત્નો અમર
છે અને રહેશે. બુધવાર તા. 1-1ના યુવતી મંડળના કાર્યક્રમે માહોલ જામ્યો હતો. ગુરુવારે
યુવક મંડળની રજુઆત છે. તા.3-1ના હિતેશ અંટાળોનો હાસ્ય દરબાર છે. 4-1ના આચાર્ય મહારાજ
કૌશલેન્દ્ર પ્રસાદજીનું આગમન સાંજે પાંચ વાગ્યે છે. રાત્રે રાસોત્સવ છે. ભુજ મંદિર
યુ. ટયુબ ઉપર જીવંત પ્રસારણ છે. જીવદયા, પર્યાવરણ રક્ષાના સેવા કાર્યો થઇ રહ્યા છે.
જાણતા કથાવક્તા કૃષ્ણજીવન સ્વામીએ કહ્યું સાં.યોગી બહેનોની પ્રેરણાથી 200 કલાકના અનેક
પાઠ-મંત્રજાપ શરૂ કરાયા છે. 4-1ના બપોરે બે વાગ્યે ચોવીસી ગામની મંડળીઓ કિર્તન પરંપરા
રજૂ કરાશે. કચ્છ લીલાલ પુરૂષોત્તમ સાગર ગ્રંથનું વ્યાસાસને રસપાન વક્તા સુખનંદન સ્વામી,
રામકઅષ્ણદાસજી કરાવી રહ્યા છે. સંગીતમય સત્સંગ સૂર શ્રીજીનંદન સ્વામી, હરિજીવન સ્વામી,
વૃજવિહારી સ્વામી આલાપી રહ્યા છે. ઉત્સવ નિમિતે કચ્છી લેવા પટેલ સમાજ ભુજના મેડિકલ
સહયોગે `રોશની' નેત્ર
રોગ મુક્ત કચ્છ અભિયાન ઉત્સવ નિમિતે યજમાન લાલજી અરજણ કેરાઇ ધ.પ. કાનબાઇ પરિવાર દ્વારા
ચાલી રહ્યો છે.