• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

અંજારમાં લોહાણા સમાજની બોક્સ ક્રિકેટ ટૂર્ના. યોજાઇ

અંજાર, તા. 1 : અંજાર લોહાણા મહાજન પ્રેરિત અંજાર લોહાણા યુવક મંડળ દ્વારા માતૃસ્પર્શ ફેમિલી બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન અંજારના માનવ સ્કવેર ખાતે કરાયું હતું. જેમાં 32 ટીમે ભાગ લીધો હતો જેમાં 70 મહિલા અને 70 14 વર્ષથી નીચેના બાળકો પણ જોડાયા હતા. જેમાં ફાઇનલ મુકાબલો રાધે રાઇડર વિ. રિદ્ધિ રાઇડર વચ્ચે થયો હતો. જેમાં ટીમ રિદ્ધિ રાઇડર 19 રને વિજેતા બની હતી. ફાઇનલ મેન ઓફ ધી મેચ રાહુલ આથા, મેન ઓફ ધી સિરીઝ ઉત્સવ પલણ, વુમન ઓફ ધી સિરીજ વિધિ ભીંડે, ચાઈલ્ડ ઓફ ધી ટુર્નામેન્ટ માન ઠક્કર, બેસ્ટ બેટ્સમેન ધ્રુવ ઠક્કર, બેસ્ટ બોલર અલ્પેશ રૈયા બન્યા હતા. ફાઇનલ મેચમાં અંજાર લોહાણા મહાજનના પ્રમુખ પિન્ટુભાઈ ચંદે, કચ્છ જિલ્લા ભાજપના મંત્રી વસંતભાઈ કોડરાણી, અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી તેમજ લોહાણા મહાજનના ટ્રસ્ટી મુકેશભાઈ ભીંડે, હરેશભાઈ દક્ષિણી, નરેન્દ્રભાઈ પલણ, યોગેશભાઈ ઠક્કર, હાર્દિકભાઈ પલણ તેમજ સમાજના અગ્રણી સંજયભાઈ દાવડા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય દાતા માતૃસ્પર્શના વસંતભાઈ કોડરાણીનું વિશેષ સન્માન સમાજના પ્રમુખ દ્વારા કરાયું હતું. મુખ્ય સહયોગી દાતા જે.બી. મલ્ટીકોર્નના ભરત આથાનું સન્માન લોહાણા યુવક મંડળના પ્રમુખ આકાશ કોડરાણીએ કર્યું હતું. અન્ય દાતાઓનું પણ સન્માન થયું હતું. આ ટુર્ના.માં યુવક મંડળના આકાશભાઈ, રિતુલભાઈ, આશિષભાઈ, દીપેનભાઈ, દીપેશભાઈ, જયભાઈ,  મયંકભાઈ, દીપભાઈ તેમજ સમગ્ર યુવક મંડળની ટીમનો સહયોગ પ્રાપ્ત થયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd