• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

નવાં વર્ષે નવ મહાનગરપાલિકાની ભેટ

અમદાવાદ, તા. 1 (અમારા પ્રતિનિધિ તરફથી) : `જન્મભૂમિ પત્રો'ના 31મી, ડિસેમ્બર-2024ના અંકમાં છપાયું હતું કે, `નવા વર્ષે જાન્યુઆરીમાં નવી 9 મહાનગરપાલિકાઓની રચનાની જાહેરાત થશે'-તે મુજબ જ 2025ના પહેલી જાન્યુઆરીના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નવી 9 મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. જે મુજબ (1) નવસારી, (2) વાપી, (3) આણંદ, (4) નડિયાદ, (5) મહેસાણા, (6) સુરેન્દ્રનગર-વઢવાણ, (7) મોરબી, (8) પોરબંદર-છાયા અને (9) ગાંધીધામ એમ કુલ 9 નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હાલ (1) અમદાવાદ, (2) સુરત, (3) વડોદરા, (4) રાજકોટ, (5) ભાવનગર, (6) જૂનાગઢ, (7) જામનગર અને (8)ગાંધીનગર એમ કુલ-8 મહાનગરપાલિકા કાર્યરત છે. આ પૈકી જૂનાગઢ મહાનગરપાલિકાની વર્ષ 2002માં અને ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ 2010માં રચના કરવામાં આવી હતી, તે પછીના લગભગ 14 વર્ષ બાદ આ નવી 9 મહાનગરપાલિકાઓની રચના થઈ રહી છે, પરિણામ સ્વરૂપ રાજ્યમાં હાલની મહાનગરપાલિકાઓની સંખ્યા 17ની થશે. બીજીબાજુ રાજ્યની નગરપાલિકાઓની સંખ્યા 158ને બદલે 149 થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનમાં ગુજરાતના શહેરી વિકાસના ક્ષેત્રે આ એક ઐતિહાસિક ઘટના સાબિત થશે. - જે કહેવું તે કરવું : મોદીનો મંત્ર હવે મુખ્યમંત્રી પટેલનો : રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી હૃષીકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ `જે કહેવું તે કરવું' અપનાવેલા કાર્યમંત્રને અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેની સરકારે પણ આ 9 મહાનગરપાલિકાની રચના કરીને બજેટમાં આપેલું વચન નિભાવ્યું છે અને આ મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી કાર્યરત કરી છે. એવી જ રીતે નીતિ આયોગની `િસટી એઝ એન્જિન્સ ઓફ ગ્રોથ' સંકલ્પના સાર્થક કરવા પ્રમાણમાં મોટા શહેરી વિસ્તારોનું ભવિષ્યલક્ષી આયોજન અને સુચારૂ વહીવટતંત્ર સ્થાપી શકાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાઓની રચના કરીને તેમાં વિકાસલક્ષી કામો અને વહીવટીતંત્રમાં અસરકારકતા તેમજ પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd