• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

એશિયન ગેમ્સની મહિલા ક્રિકેટ ટીમમાં જેમિમાના સ્થાને પ્રતિકાનો સમાવેશ

મુંબઇ તા.10 : એશિયન ગેમ્સમાં ભાગ લેનાર ભારતની મહિલા ક્રિકેટ ટીમમાં ફેરફાર થયો છે. ઇજાગ્રસ્ત જેમિમા રોડ્રિગ્સના સ્થાને પ્રતિકા રાવલનો સમાવેશ થયો છે. પ્રતિકા હાલ એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો હિસ્સો છે. જેમિમાને ઈંગ્લેન્ડમાં ધ હંડ્રેડ લીગ દરમિયાન 3 ઓગસ્ટે સ્નાયૂ ખેંચાઇ જવાની ઇજા થઇ હતી. આ પછીથી તે મેદાન બહાર છે. પ્રતિકા રાવલ ભારત તરફથી 1 ટેસ્ટ મેચ અને 27 વન ડે મેચ રમી ચૂકી છે. વન ડે ફોર્મેટમાં તેના ખાતામાં 1189 રન છે. એશિયા કપમાં તેણીએ ટી-20 ફોર્મેટમાં પણ પદાર્પણ કર્યું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd